________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 403 अमवस्सपडिवयाहिं, वुड्डी पन्नरस पुन्नाए // 916 // 19/20 कृष्णे प्रतिपदि पञ्चदश एकैकहानिस्तु यावद् एकस्तु / अमावस्याप्रतिपदोवृद्धिः पञ्चदश पूर्णायाम् // 20 // બીજી વજમણા પ્રતિમાને કહે છે ગાથાર્થ-ટીકાર્થ- કૃષ્ણપક્ષમાં એકમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો આહાર લેવો. પછી ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે એક એક કોળિયાની હાનિ કરતાં કરતાં અમાસના દિવસે એક ભિક્ષા કે એક કોળિયા જેટલો આહાર લેવો. શુક્લપક્ષમાં એકમના દિવસે પણ એક ભિક્ષા કે એક કોળિયા જેટલો આહાર લેવો. પછી ક્રમશઃ એક એક દિવસે એક એક ભિક્ષા કે એક એક કોળિયાની વૃદ્ધિ કરતાં કરતાં પૂનમના દિવસે પંદર ભિક્ષા કે પંદર કોળિયા જેટલો આહાર લેવો તે વજમધ્યા પ્રતિમા છે. || 16 / 26 / 20 एत्तो भिक्खामाणं, एगा दत्ती विचित्तरूवावि। कक्कडिअंडगमेत्तं कवलस्स वि होइ विण्णेयं // 917 // 19/21 इत्तो भिक्षामानमेका दत्तिर्विचित्ररूपाऽपि / कुक्कुट्यण्डमानं कवलस्यापि भवति विज्ञेयम् // 21 // અહીં તપમાં ભિક્ષા આદિ લેવાનું કહ્યું. આથી ભિક્ષા આદિના લક્ષણને (= પ્રમાણને) કહે છે ગાથાર્થ-ટીકાર્થ- એકવાર ભોજન નાખવું તે દત્તિ છે. એક દત્તિ એક ભિક્ષા છે. એક વાર નાખેલું ભોજન (દાળ-ભાત વગેરે ભેગું કરવાથી) બહુ કે થોડાં દ્રવ્યોવાળું હોય, એક કે અનેક દ્રવ્યોવાળું હોય તો પણ એક દત્તિ= એક ભિક્ષા ગણાય. કુકડીના ઇંડા જેટલું કોળિયાનું પ્રમાણ છે. // 117 | 26/22 एयं च कीरमाणं, सफलं परिसुद्धजोगभावस्स। निरहिगरणस्स णेयं, इयरस्स न तारिसं होई // 918 // 19/22 एतच्च क्रियमाणं सफलं परिशुद्धयोगभावस्य / निरधिकरणस्य ज्ञेयमितरस्य न तादृशं भवति // 22 // તપના અધિકારમાં જ વિશેષ કહે છેગાથાર્થ-ટીકાર્થ- નિર્દોષ ક્રિયાવાળા, નિર્દોષ ભાવવાળા અને અતિશય મહારંભ રૂપ કે કલહરૂપ અધિકરણથી રહિતને આ તપ સફળ બને છે= મોક્ષાદિ ફળ આપનારું થાય છે. બીજાને આ તપ તેવું સફળ બનતું નથી. અર્થાત્ આ તપથી અધિકરણથી રહિતને જેવું ફળ મળે છે તેવું ફળ અધિકરણથી યુક્તને મળતું નથી. // 118 || 11/12 अन्नोऽवि अत्थि चित्तो, तहा तहा देवयानिओगेण। मुद्धजणाण हिओ खलु, रोहिणिमादि मुणेयव्वो // 919 // 19/23 अन्यदपि अस्ति चित्रं तथा तथा देवतानियोगेन / मुग्धजनानां हितं खलु रोहिण्यादि ज्ञातव्यम् // 23 // રોહિણી આદિ વિવિધ તપોનો નિર્દેશ -