________________ 400 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद તિર્થંકરનિર્ગમન તપને કરવાની વિધિને કહે છે ગાથાર્થ-ટીકાર્થ - સાત્ત્વિક જીવોએ ઉત્સર્ગથી શક્તિ હોય તો ઋષભાદિ જિનના ક્રમથી આ તપ કરવો જોઇએ. શક્તિ ન હોય તો ક્રમ વિના પણ કરવામાં દોષ નથી. તથા આ તપ ગુરુની આજ્ઞાના પાલનથી પરિશુદ્ધ અને નિરવદ્ય અનુષ્ઠાનથી કરવો જોઈએ. / 204 | 26/8 अण्णे तम्मासदिणेसु, बेंति लिंगं इमस्स भावंमि / तप्पारणसंपत्ती, तं पुण एयं इमेसिं तु // 905 // 19/9 अन्ये तन्मासदिनेषु ब्रूवते लिङ्गमस्य भावे / તત્કાર/સમ્પત્તિઃ તત્યુનતેષાનુ ? / તીર્થંકરનિર્ગમન તપની વિધિમાં મતાંતરને કહે છે ગાથાર્થ-ટીકાર્થ- બીજા આચાર્યો કહે છે કે- ઋષભાદિજિનોના દીક્ષાતપના જે મહિના અને જે તિથિઓ છે તે મહિનાઓમાં અને તે તિથિઓમાં આ તપ કરવો જોઇએ. જેમકે- ઋષભદેવના દીક્ષાતપમાં ચૈત્રવદ આઠમના દિવસે જ છઠ્ઠ કરવો જોઈએ, શ્રીમહાવીરસ્વામીના દીક્ષાતપમાં માગસર વદ દશમના દિવસે જ છઠ્ઠ કરવો જોઈએ. (અર્થાતુ આઠમના બીજો ઉપવાસ આવે તે રીતે કરવો જોઈએ.) આ રીતે બીજા તીર્થંકરના દીક્ષાતપ માટે પણ સમજવું. તથા પારણામાં ઋષભાદિજિનોનું જે દ્રવ્યથી પારણું થયું હતું તે દ્રવ્યની પ્રાપ્તિ થવી એ તપ સારી રીતે થયો છે એનું લક્ષણ છે. અર્થાત ઋષભાદિતીર્થકરોએ જે દ્રવ્યથી પારણું કર્યું હતું તે દ્રવ્યથી પારણું કરવું જોઈએ. ઋષભાદિતીર્થકરોએ કયા દ્રવ્યથી પારણું કર્યું હતું તે નીચે પ્રમાણે છે || 106 / 16 | 6 उसभस्स उइक्खुरसो, पारणए आसि लोगनाहस्स। सेसाणं परमण्णं, अमयरसरसोवमं आसी // 906 // 19/10 ऋषभस्य तु इक्षुरसः पारणके आसीत् लोकनाथस्य / शेषाणां परमान्नममृतरस-रसोपममासीत् // 10 // ઋષભાદિ જિનોએ જે દ્રવ્યથી પારણું કર્યું હતું તે દ્રવ્યને જ કહે છેગાથાર્થ-ટીકાર્થ- શ્રી ઋષભદેવના પારણામાં ઇક્ષરસ હતો અને બાકીના જિનોના પારણામાં અમૃતરસના જેવી સ્વાદિષ્ટ ખીર હતી || 106 / 26/10 संवच्छरेण भिक्खा, लद्धा उसमेण लोगनाहेण। सेसेहिं बीयदियो, लद्धाओ पढमभिक्खाओ // 907 // 19/11 संवत्सरेण भिक्षा लब्धा ऋषभेण लोकनाथेन / शेषैः द्वितीयदिवसे लब्धा प्रथमभिक्षाः // 11 // પારણાના જ પ્રસંગથી તે તે જિનને પ્રથમભિક્ષા કેટલા કાળે મળી તેનું વર્ણન કરે છે ગાથાર્થ-ટીકાર્થ- લોકનાથ શ્રી ઋષભદેવને પહેલી ભિક્ષા એક વર્ષે મળી. બીજા તીર્થકરોને દીક્ષાના બીજા દિવસે પહેલી ભિક્ષા મળી. | 207 21/12 तित्थंकरनाणुप्पत्तिसन्निओ तह परो तवो होइ। पुव्वोइएण विहिणा, कायव्वो सो पुण इमो त्ति // 908 // 19/12