________________ 398 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद ઉપચાર એટલે સુખકારી ક્રિયાવિશેષ, એવી ક્રિયાથી થતો વિનય તે ઔપચારિક વિનય છે, ઔપચારિક વિનયના સાત પ્રકારો છે. તે આ પ્રમાણે- (1) અભ્યાસાસન= આદેશના અર્થી બનીને, અર્થાત્ ક્યારે મને આદેશ કરે અને હું એ આદેશને પાળું એવી ભાવનાથી સદા આચાર્યની પાસે બેસવું. (2) છન્દોડનુવર્તન= આચાર્યની ઇચ્છા પ્રમાણે વર્તવું. 3) કૃતપ્રતિકૃતિક આચાર્યની ભક્તિથી નિર્જરા થશે એટલું જ નહિ, પણ પ્રસન્ન થયેલા આચાર્ય મને શ્રુત ભણાવશે એવી ભાવનાથી આહારાદિ લાવી આપવો વગેરે સેવા કરવી. (4) કારિતનિમિત્તકરણ= આ આચાર્યે મને શ્રુતજ્ઞાન આપ્યું છે ઇત્યાદિ ઉપકારોને નિમિત્ત બનાવીને તેમનો વિશેષ વિનય કરવો અને ભક્તિ કરવી. (5) દુઃખાર્તગવેષણાત્ર માંદગી આદિ દુ:ખને દૂર કરવાના ઉપાયો કરવા. (6) દેશકાળજ્ઞાન= દેશ અને કાળને જાણીને તે તે દેશ અને કાળ પ્રમાણે આચાર્યાદિની જરૂરિયાતોને સમજીને સેવા કરવી. (7) સર્વત્રાનુમતિ= સર્વ કાર્યો તેમની અનુમતિથી-રજા લઈને કરવાં. (3) વૈયાવૃજ્ય= વ્યાવૃત્ત એટલે અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળો. વ્યાવૃત્તનો- અશનાદિ આપવાની પ્રવૃત્તિવાળાનો ભાવ કે ક્રિયા તે વૈયાવૃજ્ય. આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, ગ્લાન, શૈક્ષ, સાધર્મિક, કુલ, ગણ અને સંઘ એ દશનું વૈયાવૃત્ય કરવું એ વૈયાવૃજ્યના દેશ ભેદો છે. (4) સ્વાધ્યાય= સુ સારી રીતે. આ મર્યાદાથી, અર્થાત્ કાળ વગેરે જ્ઞાનાચારના પાલનપૂર્વક. અધ્યાય એટલે ભણવું. સારી રીતે મર્યાદાથી ભણવું તે સ્વાધ્યાય. તેના વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા એમ પાંચ ભેદો છે. (5) ધ્યાન= અંતર્મુહૂર્ત સુધી ચિત્તની એકાગ્રતા તે ધ્યાન. તેના આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર ભેદ છે. આમાં પહેલા બે ધ્યાન સંસારનાં અને છેલ્લા બે મોક્ષનાં કારણ છે. આથી છેલ્લા બે જ તપરૂપ છે. (6) ઉત્સર્ગઃ ઉત્સર્ગ એટલે ત્યાગ કરવો. તેના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. તે બંનેના ચાર ભેદ છે. દ્રવ્ય ઉત્સર્ગના ચાર ભેદ આ પ્રમાણે છે- ગણ (-પ્રતિમાકલ્પ આદિ સ્વીકારવાના કાળ ગણનો ત્યાગ કરવો.) દેહન-સંલેખના કાળે દેહનો ત્યાગ કરવો.) આહાર (-અશુદ્ધ આહારનો ત્યાગ કરવો.) ઉપધિ(-અતિરિક્ત વસ્ત્રાદિનો ત્યાગ કરવો.) ચિત્તમાં રહેલા ક્રોધાદિ ચાર કષાયોનો ત્યાગ એ ચાર પ્રકારનો ભાવ ઉત્સર્ગ છે. આ છ પ્રકારનો તપ લોકમાં પ્રાયઃ તપ તરીકે ઓળખાતો નથી, અન્યદર્શનીઓથી ભાવથી કરાતો નથી, મોક્ષપ્રાપ્તિનું અંતરંગ કારણ છે, આથી અત્યંતર છે. / 816 || 26 | રૂ एसो बारसभेओ, सुत्तनिबद्धो तवो मुणेयव्यो। एयविसेसो उइमो, पइण्णगो णेगभेउत्ति // 900 // 19/4 एतद् द्वादशभेदं सूत्रनिबद्धं तपो ज्ञातव्यम् / एतद्विशेषस्तु इदं प्रकीर्णकमनेकभेदमिति // 4 // પ્રકીર્ણક તપનું સ્વરૂપ ગાથાર્થ-ટીકાર્થ- આ બાર પ્રકારનો તપ સુત્રમાં કહેલો છે. જેનો આ બાર પ્રકારના તપમાં સમાવેશ થાય છે. પણ સૂત્રમાં સાધુપ્રતિમા આદિની જેમ સ્પષ્ટરૂપે ઉલ્લેખ નથી તે તપવિશેષ પ્રકીર્ણક તપ છે. પ્રકીર્ણક તપનો સૂત્રમાં સ્પષ્ટરૂપે ઉલ્લેખ ન હોવા છતાં સૂત્રવિરુદ્ધ નથી, કારણ કે બાર પ્રકારના તપમાં તેનો સમાવેશ થઈ જાય છે. આ પ્રકીર્ણક તપ હવે પછીની ગાથાઓમાં કહેવાશે. પ્રકીર્ણક તપ અનેક પ્રકારના