________________ 396 श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद LI 1 પોવિંશતિપશ્ચાશ: / 21 . नमिऊण वद्धमाणं, तवोवहाणं समासओ वोच्छं। सुत्तभणिएण विहिणा, सपरेसिमणुग्गहठ्ठाए // 897 // 19/1 नत्वा वर्द्धमानं तपउपधानं समासतो वक्ष्ये / / सूत्रभणितेन विधिना स्वपरेषामनुग्रहार्थाय // 1 // 19. તપોવિધિ પંચાશક અઢારમાં પંચાશકમાં સાધુની પ્રતિમાઓ કહી, તે તારૂપ છે, આથી હવે તપના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે તપ પ્રકરણનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર મંગલ વગેરે જણાવે છે. ગાથાર્થ-ટીકાર્ય- શ્રી મહાવીરસ્વામીને પ્રણામ કરીને સ્વ-પરના ઉપકાર માટે આગમમાં કહ્યા પ્રમાણે (તવોવદ =) સંયમરૂપ કાયાને ટકાવનારું તપનું સંક્ષેપથી વર્ણન કરીશ..! 867 | 21/1 अणसणमूणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ // 898 // 19/2 अनशनमूनोदरिका वृत्तिसंक्षेपणं रसत्यागः / कायक्लेशः संलीनता च बाह्यस्तपो भवति // 2 // હવે તપના ભેદોને જણાવતા ગ્રંથકાર કહે છેગાથાર્થ- અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ અને સંલીનતા એ (છ) બાહ્યતપ છે. ટીકાર્થ-અનશન- અનશન એટલે ભોજન ન કરવું. તેના યાવન્કથિક અને ઇવર એમ બે ભેદ છે. યાવત્રુથિકના પાદપોપગમન, ઇંગિતમરણ અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ ભેદ છે. પાદપોપગમનમાં પરિસ્પદ (=હલન-ચલન વગેરે) અને પ્રતિકર્મ (=શરીરસેવા)નો સર્વથા અભાવ હોય છે. ચારે આહારનો ત્યાગ હોય છે. ઇંગિતમરણમાં પણ તે જ પ્રમાણે હોય છે. પણ નિયત કરેલા દેશમાં ફરવા આદિની છૂટ હોય છે. ભક્તપરિજ્ઞામાં (ફરવા આદિની છૂટ ઉપરાંત) પ્રતિકર્મ હોય છે. તથા ત્રણ કે ચાર પ્રકારના આહારનો ત્યાગ હોય છે. ઇવર અનશન ઉપવાસથી છ માસ સુધીનું હોય છે. ઊણોદરી- અલ્પ આહાર ખાવાથી પેટ પૂરું ન ભરવું તે ઊણોદરી. આના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. ઓછું ખાવું એ દ્રવ્ય ઊણોદરી છે. બત્રીસ કોળિયા પૂર્ણ આહાર છે. આથી બત્રીશ કોળિયાથી એક વગેરે કોળિયા જેટલો આહાર ઓછો લેવાથી દ્રવ્ય ઊણોદરીના અનેક પ્રકાર છે. કષાયોનો ત્યાગ ભાવ ઊણોદરી છે. વૃત્તિસંક્ષેપ- વૃત્તિ= ભિક્ષાચર્યા. સંક્ષેપઃ અલ્પ કરવી. ભિક્ષાચર્યાને અલ્પ કરવી, અર્થાત્ દ્રવ્યાદિ અભિગ્રહો લેવા, તે વૃત્તિસંક્ષેપ છે. તે આ પ્રમાણે લેપવાળું કે લેપરહિત જ દ્રવ્ય લઈશ વગેરે દ્રવ્ય અભિગ્રહ છે. સ્વગામમાં જ, પરગામમાં જ, કે આટલા ઘરોમાં જ લઈશ વગેરે ક્ષેત્ર અભિગ્રહ છે. દિવસના પહેલા મધ્ય કે પાછલા ભાગમાં જ લઈશ વગેરે કાળ અભિગ્રહ છે. મૂળ ભોજનમાંથી હાથ કે ચમચા વગેરેમાં લીધું હોય, કે થાળી વગેરેમાં મૂક્યું હોય તે જ લઈશ, ગાયન કરતાં કે રુદન કરતાં આપે તો જ લઈશ ઇત્યાદિ ભાવ અભિગ્રહ છે. રસત્યાગ- દૂધ, દહીં આદિ બધા કે અમુક રસનો ત્યાગ. કાયક્લેશ- ઉચિત રીતે કાયાને કષ્ટ આપવું તે કાયક્લેશ. વીરાસન, ઉસ્કુટુકાસન, ગોદોહિકાસન