________________ श्री पञ्चाशक प्रकरण - 19 गुजराती भावानुवाद 397 વગેરે આસને રહેવું, શીત, પવન અને તાપ વગેરે સહન કરવું, મસ્તકનો લોચ કરવો વગેરે અનેક પ્રકારે કાયક્લેશ તપ છે. સંલીનતા- સંલીનતા એટલે સંવર કરવો-રોકવું. તેના ઇંદ્રિય, કષાય, યોગ અને વિવિક્તચર્યા એમ ચાર પ્રકાર છે. એમાં પ્રથમના ત્રણનો અર્થ પ્રસિદ્ધ છે. સ્ત્રી, પશુ, નપુંસક અને કુશીલથી રહિત નિર્દોષ સ્થાનમાં રહેવું તે વિવિક્તચર્યા છે. આ તપ કરાતું હોય ત્યારે લોકોથી પણ જણાતું હોવાથી અને સ્થૂલદષ્ટિવાળા કુતીર્થિકોમાં પણ તપ તરીકે પ્રસિદ્ધ હોવાથી આ બાહ્ય તપ છે. // 818 | 26/2 पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गोऽविय, अभितरओ तवो होइ // // 899 // 19/3 प्रायश्चित्तं विनयो वैयावृत्यं तथैव स्वाध्यायः / ध्यानमुत्सर्गोऽपि च आभ्यन्तरकं तपो भवति // 3 // બાહ્યતા કહ્યો, હવે અત્યંતર તપને કહે છે ગાથાર્થ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ (છ) અત્યંતર તપ છે. ટીકાર્થ- (1) પ્રાયશ્ચિત્ત- પ્રાયશ્ચિત્ત શબ્દનો અર્થ અને આલોચનાદિ ભેદો પહેલાં (સોળમાં પંચાશકમાં) કહેલ છે. (2) વિનય- જેનાથી કર્મો દૂર કરાય તે વિનય. તેના જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન,વચન, કાયા અને ઉપચાર એમ સાત ભેદ છે. મતિ આદિ જ્ઞાનની શ્રદ્ધા, ભક્તિ, બહુમાન, તેમાં જણાવેલા અર્થોનું ચિંતન અને ગુરુ પાસે વિધિપૂર્વક પાઠ લઈને અભ્યાસ કરવો એમ પાંચ પ્રકારે જ્ઞાન વિનય છે. જેઓ દર્શનગુણમાં અધિક (=વિશુદ્ધ શ્રદ્ધાવાળા) હોય તેમનો વિનય કરવો એ દર્શનવિનય છે. (1) સત્કાર= વંદન કરવું. (2) અભ્યત્થાનક આવે ત્યારે ઊભા થવું. (3) સન્માન= વસ્ત્રાદિ આપવું. (4) આસનાભિગ્રહ= આવે ત્યારે કે ઊભા હોય ત્યારે આસન આપવું, આસન ઉપર બેસવાની વિનંતિ કરવી વગેરે. (5) આસનાનપ્રદાનઃ તેમની ઇચ્છાનુસાર તેમનું આસન એક સ્થાનેથી બીજા સ્થાને મૂકવું. (6) કૃતિકર્મ વંદન કરવું. (7) અંજલિગ્રહ= દર્શન થતાં અંજલિ જોડીને બે હાથ મસ્તકે લગાડવા. (8) આગચ્છદનગમન= આવે ત્યારે સામા જવું (9) સ્થિતપણુંપાસન= બેઠા હોય ત્યારે પગ દબાવવા વગેરે સેવા કરવી. (10) ગચ્છદનગમન= જાય ત્યારે થોડા માર્ગ સુધી તેમની સાથે જવું. અનાશાતના વિનયના પંદર ભેદ છે. તે આ પ્રમાણે- તીર્થકર, ધર્મ, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, કુલ, ગણ, સંઘ, સાંભોગિક, ક્રિયા અને પાંચ જ્ઞાન એ પંદરનો આશાતનાત્યાગ, ભક્તિ, બહુમાન અને પ્રશંસા એ ચાર પ્રકારે વિનય કરવો. (ધર્મ= ચારિત્ર અથવા ક્ષમાદિ દશવિધ.) ક્રિયા એટલે આસ્તિક્ય. ચારિત્ર વિનયના સામાયિક આદિ પાંચ ચારિત્રની મનથી શ્રદ્ધા કરવી, કાયાથી સ્પર્શના-પાલન કરવું અને વચનથી પ્રરૂપણા કરવી એમ ત્રણ પ્રકાર છે. આચાર્યાદિ વિષે અપ્રશસ્ત મન-વચન-કાયાનો નિરોધ કરવો અને પ્રશસ્ત મન આદિ પ્રવર્તાવવા, અર્થાત્ મનથી દુષ્ટ વિચારનો, વચનથી અનુચિત વાણીનો, અને કાયાથી અયોગ્ય વર્તનનો ત્યાગ કરવો અને મનથી આદરભાવ રાખવો, વચનથી ગુણોની પ્રશંસા કરવી અને કાયાથી સેવા કરવી એ મનવચન-કાયા રૂપ વિનય છે.