Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan

View full book text
Previous | Next

Page 419
________________ 390 श्री पञ्चाशक प्रकरण - 18 गुजराती भावानुवाद કલ્પનો સ્વીકાર કર્યા પછી દીક્ષા આપી શકાતી નથી આથી કલ્પનો સ્વીકાર કરતી વખતે કોઈ દીક્ષા લેવા આવે તો કલ્પનો સ્વીકાર કરવાનું છોડીને તેને દીક્ષા આપે. કારણ કે કલ્પના સ્વીકાર કરતાં દીક્ષા આપવામાં વધુ લાભ છે. (આમ સૂત્રની વૃદ્ધિનો ગચ્છમાં અભાવ થતો હોય, ગચ્છમાં સ્વસ્થતા ન હોય. તથા કોઈ દીક્ષા લેવા આવતું હોય- આ ત્રણ કારણે કલ્પ- સ્વીકારવાનું બંધ રાખે- કારણ કે કલ્પસ્વીકાર કરવા કરતાં એમાં વિશેષ લાભ છે.) | 886 / ૧૮/રૂ || अब्भुज्जयमेगयरं, पडिवज्जिउकामु सोऽवि पव्वावे। गणिगुणसलद्धिओ खलु, एमेव अलद्धिजुत्तो वि // 882 // 18/36 છાયા :- 3 યુદ્યતમંતર પ્રતિપતુલામ: સોપિ પ્રદૂનિયતિ | गणिगुणस्वलब्धिकः खलु एवमेव अलब्धियुक्तोऽपि // 36 // ગાથાર્થ :- પાદપોપગમન આદિ અભ્યત મરણ કે જિનકલ્પ-પ્રતિમાકલ્પ આદિ અન્સુદ્યત વિહારને સ્વીકારવાની ઇચ્છાવાળો હોય તે પણ ગણિગુણોથી અને સ્વલબ્ધિથી યુક્ત હોય તો દીક્ષા આપે, જે સ્વલબ્ધિથી યુક્ત ન હોય તે પણ(જો લબ્ધિવાળા આચાર્યની નિશ્રાવાળો હોય તો) અવશ્ય દીક્ષા આપે. ટીકાર્થ:- “મમ્ન '= પાદપોપગમ અનશનાદિ અન્સુદ્યત મરણ કે જિનકલ્પ-પ્રતિમાકલ્પાદિ અભ્યદ્યાવિહાર ‘યર'= આ બેમાંથી એકને પણ ‘પવિગડા!'= સ્વીકારવાની ઇચ્છાવાળા સોવિ'= પ્રતિમાકલ્પને સ્વીકારવાની યોગ્યતાવાળા મહાત્મા " નો'= ગણના નાયક આચાર્યના "TUT'= સૂત્રાર્થનું પારગામીપણું, નિર્વાણસાધકતા, પ્રિયધર્મીપણું, દેઢધર્મીપણું વગેરે ગુણોની ‘સત્નદ્ધિકો'= સમાન લબ્ધિવાળો (અથવા સ્વલબ્ધિથી યુક્ત હોય તો) પત્રાવે'= પરોપકારસમર્થ એવી દીક્ષાને આપે. '= વાક્યાલંકારમાં છે. ‘મેવ'= એ જ પ્રમાણે ‘દ્ધિનુત્તો વિ'= પ્રતિમાકલ્પને સ્વીકારવાની ઇચ્છાવાળા મહાત્મા ગણિગુણલબ્ધિથી રહિત હોય તો પણ દીક્ષાને આપે. આમ કહેવા દ્વારા આગમમાં પરોપકારની પ્રધાનતા-મહાનતા છે એમ જણાવે છે. કોઈ વિશિષ્ટ દીક્ષા લેનાર વ્યક્તિને દીક્ષા આપવી એમાં ઘણો મોટો લાભ છે, પ્રતિમાકલ્પના સ્વીકારમાં એનાથી ઓછો લાભ છે. દરેક ઠેકાણે પરોપકારની જ પ્રધાનતા છે માટે આગમની આવી પ્રવૃત્તિ છે. (આ પ્રમાણે પ્રતિમાકલ્પ ગુરુલાઘવની વિચારણા સહિત છે એનું સમર્થન કર્યું.) || 882 || 28/36 કર્મરોગની ચિકિત્સા કરનારને આ પ્રતિમાકલ્પ એ અવસ્થાંતર સમાન જાણવું એમ જે (૨૯મી ગાથામાં) કહ્યું છે તે કયા કારણોથી થાય છે.) તે જણાવે છે : तंचावत्थंतरमिह, जायइ तह संकिलिट्ठकम्माओ। पत्थुयनिवाहिदट्ठाइ जह तहा सम्ममवसेयं // 883 // 18/37 છાયા :- તથ્વાવસ્થાન્તરીમદ નાયરે તથા સસ્તષ્કર્મ: | प्रस्तुतनृपादिदष्टादि यथा तथा सम्यगवसेयम् // 37 // ગાથાર્થ :- જેમ સૂતારોગવાળા રાજાને સર્પદંશ વગેરે અન્ય અવસ્થા થાય છે તેમ સાધુને પ્રવ્રજ્યામાં વિશિષ્ટ ચિકિત્સાથી ખપી શકે એવા અશુભકર્મના ઉદયથી પ્રતિમાકલ્પરૂપ અન્ય અવસ્થા હોય છે. આ વિષય બરાબર જાણવો.

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441