________________ 058 श्री पञ्चाशक प्रकरण - 3 गुजराती भावानुवाद અર્થ અને આલંબનમાં પ્રણિધાન રાખવું જોઇએ. આ વિષયમાં છિન્ન જવાળાનું દૃષ્ટાંત છે. ટીકાર્થ :- ‘સવ્વસ્થ વિ'= વંદનાના સ્વરૂપ, આલંબન આદિ બધામાં જ ‘પહા'= એકાગ્રતા ‘વિધેય'= કરવી. આ અધ્યાહાર છે. ‘તરિયામિદાવાdn'= તીરિયા ‘તરતી વાર્તા ક્રિયા ત્ર'= એમ કર્મધારય સમાસ છે. અર્થાત્ વંદના સંબંધી ક્રિયામાં ‘મહાઈ'= વિશિષ્ટ ઉચ્ચારવંદનાના સૂત્રોના વર્ગોના ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત વગેરે ઉચ્ચારમાં ‘વો!'= ચૈત્યવંદનાના સૂત્રોના અક્ષરોમાં ‘મન્થ'= વંદનાના સૂત્રોના અર્થમાં ‘વિસ '= ભાવના આલંબનભૂત પ્રતિમા આદિમાં, આ પ્રણિધાન કરવામાં સાધ્યાર્થની ઉપમા માટે કયું દૃષ્ટાન્ત છે ? તે કહે છે:- ‘કિંતો'= દષ્ટાંત “છિન્નનાના'= છિન્ન જવાળા વડે, ઇંધનને સ્પર્શતી જે જવાળા હોય છે તે મૂળ વાળા કહેવાય છે. આ મૂળ જવાળાથી છૂટી પડેલી જ્વાળા એ છિન્ન જવાળા કહેવાય છે. મૂળ જવાળાના ક્ષેત્રથી થોડું અંતર રાખીને ઉપર પોતાના ક્ષેત્રમાં બળતી એવી તે પ્રતિનિયત કે અપ્રતિનિયત પોતાનો જેટલો કાળ હોય ત્યાં સુધી જ પ્રકાશે છે, અધિક કે ઓછા કાળમાં કે અધિક કે ઓછા ક્ષેત્રમાં પ્રકાશતી નથી. આ પ્રણિધાન પણ એના જેવું જ છે, તે વંદનાના પોતાના વિષયભૂત એવા ક્રિયા, અભિધાન આદિમાં જ પ્રવર્તે છે, તેની સાથે જ સંબંધ રાખે છે પરંતુ તે સિવાય રૂપાદિ વિષયો કે કષાયોમાં તે પ્રવર્તતું નથી કારણ કે વંદના સિવાય બીજા કોઈને તેનું મન સ્પર્શતું નથી. વળી વંદનાની અવસ્થામાં જ એ પ્રણિધાન સંભવે છે. તે સિવાયના કાળમાં નહિ માટે પ્રણિધાનને છિન્નજ્વાળાની ઉપમા આપી છે. જે 116 // 3/22 જો પ્રણિધાનપૂર્વક વંદના કરવામાં આવે તો એ સંપૂર્ણ ભાવવંદના બને કે નહિ ? એ શંકાનો પ્રત્યુત્તર આપતા કહે છે : न य तत्थ वि तदणूणं, हंदि अभावो न ओवलंभो वि। चित्तस्स वि विण्णेओ, एवं सेसोवओगेसु // 117 // 3/23 છાયા :- તંત્રપિ તદ્રચૂર્વ દ્િ ભાવો 2 ૩પત્નક્શોપ | ___ चित्तस्यापि विज्ञेय एवं शेषोपयोगेषु // 23 // ગાથાર્થ :- પ્રણિધાનપૂર્વક કરવા છતાં વંદના એ સંપૂર્ણ ભાવવંદના બનતી નથી કારણ કે જો સમ્યક્ત ન હોય તો ચિત્તનો માત્ર ઉપયોગ એ સંપૂર્ણ ભાવવંદનાનું કારણ બનતો નથી. આમ ઉપયોગપૂર્વક કરાતા દરેક અનુષ્ઠાન વિશે જાણવું. ટીકાર્થ :- ‘તત્થ વિ'= ઉપર વર્ણવેલું પ્રણિધાન હોવા છતાં પણ ‘ત'= ભાવવંદન '' પરિપૂર્ણ, ''= નથી જ બનતું, ચિત્તના ઉપયોગ માત્રથી જ તે ભાવવંદન બનતું નથી- શાથી નથી બનતું ? એ કારણ જણાવે છે- ‘માવો'= ભાવરહિત- અહીં “ભાવ” શબ્દથી સમ્યક્તનું ગ્રહણ કરાય છે અર્થાત્ સમ્યક્વરહિત ‘મોવનંમ વિ ચિત્તસ'= ચિત્ત સંબંધી ઉપયોગ પણ “ર '= ભાવવંદન નથી જ બનતો 'favoro'= જાણવું. સમ્યગદર્શનના અભાવમાં ઉપયોગપૂર્વકનું અનુષ્ઠાન પણ દ્રવ્ય અનુષ્ઠાન કહેવાય છે, ભાવઅનુષ્ઠાન સમ્યગુદૃષ્ટિ જીવને જ હોય છે એમ ઇચ્છાય છે. માત્ર ચૈત્યવંદનામાં જ ઉપયોગસંબંધી વાત લાગુ પડે છે એવું નથી પરંતુ બધા જ અનુષ્ઠાનોમાં આ ન્યાય લાગુ પડે છે એમ બતાવતા કહે છે- ‘વં'= આ પ્રમાણે ‘સેનોવો'= પૂર્વે કહેલા ‘પિ' શબ્દનો અહીં સંબંધ