________________ श्री पञ्चाशक प्रकरण - 15 गुजराती भावानुवाद 321 ટીકાર્થ :- ‘ાને'= કાળસંબંધી જ્ઞાનાચાર- શાસ્ત્રમાં જે કાળે સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે તે કાળે સ્વાધ્યાય ન કરવો તે કાલાચાર. ‘વUTU'= જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના પુસ્તકાદિ સાધનોનો ઉપચારરૂપ વિનય કરવો પણ અવિનય ન કરવો તે વિનયાચાર. ‘વહુમાળ'= જ્ઞાન, જ્ઞાની આદિ પ્રત્યે આંતરિક પ્રીતિ રાખવી, દ્વેષ ન કરવો તે બહુમાનાચાર. ‘૩વહા'= જે સૂત્ર અધ્યયનાદિને ભણવા માટે જે તપ કરવાનો શાસ્ત્રમાં વિધિ બતાવ્યો છે તે તપ કરવાપૂર્વક તે સુત્રાદિને ભણવા તે ઉપધાનાચાર. જો એ તપ કર્યા વગર, ભણવામાં આવે તો શ્રતની આશાતના થાય છે,- કહ્યું છે કે, “કેવળજ્ઞાન વડે તત્ત્વને જાણીને કેવલી ભગવાને જે આજ્ઞા ફરમાવી છે તેનાથી વિપરીત કરવામાં આજ્ઞાભંગનું મહાન પાપ લાગે છે.” (પંચવત્થગં-ગાથા-પ૯૦) ‘તહા'= તથા ‘નિષ્ફવા'= સૂત્ર-અર્થ અને તદુભય જેમની પાસે ભણ્યા હોય તે ગુરુનો અપલાપ ન કરવો અર્થાત્ જેમની પાસે ભણ્યા હોઇએ તે ગુરુનું જ નામ જાહેર કરવું પણ તેને છુપાવવું નહિ. ‘વંના'= સૂત્રોના અક્ષરોમાં કોઈ જાતનો વધારો ઘટાડો કરવો નહિ પણ તે જેવા સ્વરૂપે છે તે જ રીતે બોલવા કે લખવા. ‘સ્થ'= સૂત્રનો ખોટો અર્થ ન કરવો. ‘ત,મા'= અર્થજ્ઞાનપૂર્વક સૂત્ર બોલવાની ક્રિયા તે તદુભાય છે. સૂત્ર અને અર્થ બંનેમાં એકીસાથે ગોટાળો કરે તો તદુભય આચારવિષયક દોષ છે. સૂત્ર પણ શુદ્ધ બોલવું અને તેનો અર્થ પણ સાચો જ બોલવો તે તદુભય આચાર છે. આ આચારનું પાલન ન કરે તે સૂત્ર-અર્થમાં વિસંવાદ થાય. ‘મવો'= આઠ પ્રકારનો “નામીયારો'= શાસ્ત્રપ્રસિદ્ધ જ્ઞાનાચાર છે. 727 26/23 સમ્યગુદર્શન અને તેના હેતુમાં અભેદ ઉપચાર કરીને દર્શનાચારના ભેદોને કહે છે निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठीय। उववूहथिरीकरणे, वच्छल्लपभावणे अट्ठ // 718 // 15/24 છાયા- નિ:શાંતિ-નિર્બક્ષિત-નિર્વિવિવિત્સ સમૂઢષ્ટિ ! उपबृंहस्थिरीकरणयोः वत्सलप्रभावनयोरष्ट // 24 // ગાથાર્થ :- નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ પ્રકારના દર્શનાચાર છે. ટીકાર્થ:- ‘નિસ્પંજિય'= શંકા= શંકા કરવી, તેનો અભાવ એ નિઃશંકિત” “નિવવિલે'= કાંક્ષા= અન્યદર્શનની ઇચ્છા, તેનો અભાવ એ નિઃકાંક્ષિત”- અથવા ભાવપ્રધાન નિર્દેશ હોવાથી અહીં ભાવવાચી અર્થ સમજવાનો છે. નિઃશંકિત શંકારહિતપણું, નિઃકાશિતમ્ કાંક્ષારહિતપણું ‘નિબ્રિતિનિચ્છ'= વિચિકિત્સા ફળમાં સંશય કરવો. જેમકે, “જે આ સંયમ-તપ વગેરેના કષ્ટો સહન કરું છું તેનું પરલોકમાં મને ફળ મળશે કે નહિ ? આમ ધર્મના ફળસંબંધી જે શંકા થાય તે વિચિકિત્સા કહેવાય છે. તેનો અભાવ એ નિવિચિકિત્સા. ‘મમૂઢવિ ય'= જેની દૃષ્ટિ મૂઢતા વગરની છે” એમ બહુવ્રીહિ સમાસ કરાય અથવા ‘મૂઢતા વગરની દૃષ્ટિ’ એમ કર્મધારય સમાસ કરાય. અર્થાત્ કુતીર્થિકોની ઋદ્ધિ જોવા છતાં મુંઝાવું નહિ. ‘૩વવૃદં= ધાર્મિક માણસના પ્રશસ્ત સભૂત (સાચા) સદ્દગુણોની પ્રશંસા કરીને તેને પ્રોત્સાહિત કરવો અર્થાત્ તેના ભાવમાં વૃદ્ધિ લાવવી. ‘fથીર'= પ્રમાદના કારણે ધર્માનુષ્ઠાનમાં શિથિલ બનેલાને પ્રેરણા કરીને ધર્મમાં સ્થિર કરવા તે ધર્માનુરાગી વ્યક્તિ સંબંધી આ આચાર છે. વછ8'= સાધર્મિક બંધુઓનું વાત્સલ્ય કરવું તે. પોતાના શરીરના ભોગે પણ સાધર્મિકનું કાર્ય કરી આપવું. તથા તેમને અન્નપાણી-ઔષધ આદિ જરૂરી વસ્તુ આપવી તે વાત્સલ્ય આચાર છે. “પમાવો'=