________________ श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद 071 |ચોથું પૂજાવિધિ - પંચાશક || વંદના કરવાને યોગ્ય અને વંદનામાં પ્રવૃત્ત થયેલા પુરુષે પૂજા કરવી યોગ્ય છે માટે હવે પૂજાવિધિ પ્રકરણ કહે છે : नमिऊण महावीरं, जिणपूजाए विहिंपवक्खामि। संखेवओ महत्थं, गुरूवएसाणुसारेण // 145 // 4/1 છાયા :- નત્વા કદાવર બિનપૂનાથા વિધ પ્રવક્ષ્યામિ | सक्षेपतो महार्थं गुरूपदेशानुसारेण // 1 // ગાથાર્થ :- શ્રી મહાવીરસ્વામી ભગવાનને નમસ્કાર કરીને હું જિનપૂજાની મહાન અર્થવાળી વિધિને ગુરુભગવંતના ઉપદેશને અનુસાર સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘મહાવીર'= મહાવીરસ્વામીને ‘નમિઝUT'= પ્રણામ કરીને (માતાપિતા વડે તેમનું ‘વર્ધમાન” એ નામ પાડવામાં આવ્યું છે પણ દેવોના દેવ ઇંદ્ર વડે તેમનું “મહાવીર' નામ પાડવામાં આવ્યું છે. આ ‘મહાવીર' નામ આગમમાં પ્રસિદ્ધ છે કારણ કે શ્રી કલ્પસૂત્રમાં પાઠ મળે છે કે, “દેવ-મનુષ્ય-અસુરલોકમાં શ્રમણ ભગવાન મહાવીર સ્તુતિ કરાય છે.”) “સંવો '= સંક્ષેપથી ‘મર્થ'= જેનું મહાન અર્થ એટલે પ્રયોજન છે તે “ગુરૂવાલાનુસારેT'= આચાર્યના ઉપદેશના અનુસારે ‘વિધાપૂના'= જિનપ્રતિમાની પૂજાની ‘વિર્દિ = વિધિને ‘પવસ્થાપિ'= કહીશ. શાસ્ત્રમાં શ્રાવકધર્મના કર્તવ્યોનું વિધાન કરતી વખતે શ્રાવકને માટે જિનપૂજા એ મહાન ઉપકારક છે એમ પ્રતિપાદન કરવામાં આવ્યું જ છે. જિનપૂજા કરવાથી શ્રાવકને આ પ્રમાણે લાભ થાય છે : (1) તીર્થંકર પરમાત્માના અતિશયોનું જ્ઞાન થાય છે, પોતે જેમની પૂજા કરી રહ્યો છે એ તીર્થંકર પરમાત્માનું સ્વરૂપ વિચારતા તેમના 34 અતિશયોનું તથા સમવસરણની રચના અને આઠ મહાપ્રાતિહાર્ય વડે તેમની દેવો જે પૂજા કરે છે. તેનું જ્ઞાન થાય છે. (2) પૂજા કરવાથી શુભ ભાવની વૃદ્ધિ થવા દ્વારા મોક્ષમાર્ગમાં પ્રગતિ થાય છે. (3) સર્વ કામગુણની પ્રાપ્તિ થાય છે, “કામ= શબ્દ, રૂપ અને ગુણ= રસ, ગંધ, સ્પર્શ- અર્થાત્ ભૌતિક ભોગોપભોગના સર્વ સાધનોની પ્રાપ્તિ થાય છે. (4) મન પ્રસન્ન થાય છે, નિર્મળ બને છે. (5) મૃત્યુ વખતે સમાધિ મળે છે. | (6) સમકિત, દેશવિરતિ આદિ ગુણોનો ક્ષયોપશમ થાય છે, ગુણોની પ્રાપ્તિ થાય છે. (7) પરંપરાએ શિષ્યોનું હિત થાય છે. વડીલોને પૂજા કરતાં જોઇને તેમના આશ્રિતો પણ પૂજા કરવા પ્રેરાય છે એ રીતે તેમનું હિત થાય છે. (8) પૂજા કરતી વખતે જિનેશ્વરદેવના ગુણોની સ્મૃતિ થાય છે. (9) વિધિપૂર્વક કરાતી પૂજાને જોઇને સમકિતદષ્ટિ દેવો પ્રસન્ન થઈને સાન્નિધ્ય કરે છે.