________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 107 જેમ ‘મવવીયા'= આ અપવાદિક-વૈકલ્પિક ક્રિયાઓ ‘મૂનાવીહા'= તેના મૂળ સામાયિકભાવને બાધા પહોંચાડતી નથી કારણ કે તે પોતે મધ્યસ્થ હોવાથી જે કાંઈ કરે છે તે બધું જ ઉદાસીનભાવથી જ કરે છે. સાધકજીવનમાં અનેક યોગની સાધના કરવાની હોય છે. તેમાં બે પરસ્પર વિરુદ્ધ યોગો એકસાથે સાધી શકાતા નથી. તેથી તે એક યોગમાં પ્રવૃત્તિ કરે છે ત્યારે બીજા યોગમાંથી નિવૃત્તિ કરે છે. પણ તે મધ્યસ્થ હોવાથી જેમાં તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેને રાગ નથી અને જેમાં પ્રવૃત્તિ નથી કરતો તેમાં તેને દ્વેષ નથી. પરંતુ બંનેમાં તેને ઉદાસીનભાવ જ છે, માટે તેના મૂળ સામાયિકભાવને હાનિ પહોંચતી નથી. ‘ત'= તે જ પ્રમાણે ‘નવરાગ્નિ'= નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં ‘મારા'= કરાતા આગારો તેના સર્વવિરતિ સામાયિકને બાધા કરતા નથી. કારણકે નવકારશી વગેરે પચ્ચકખાણો અપ્રમાદને વધારનારા હોવાથી ઈચ્છવા યોગ્ય છે. શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.ની ટીકામાંથી- મરવું અથવા વિજય મેળવવો. એવા ભાવવાળો સુભટ વિજયની ઈચ્છાથી જેમ યુદ્ધમાં પ્રવેશ કરે છે. તેમ ક્યારેક થોડો વખત તેમાંથી પાછા હઠીને, લડાઇ બંધ કરીને પૂરી તાકાત કેળવીને ફરી હલ્લો કરવાથી જો વિજય મેળવાય એમ હોય તો યુદ્ધમાંથી પણ હટી જાય છે, યુદ્ધ થોડા વખત માટે બંધ કરે છે, આમ અનેક અપવાદોનું સેવન કરે છે પણ તે અપવાદો તેની ‘મરવું અથવા વિજય મેળવવો’ એવી મૂળ પ્રતિજ્ઞાને બાધક નથી બનતા. એ જ રીતે પચ્ચકખાણના આગારો સાધુના સુભટભાવ તુલ્ય સામાયિકભાવને હાનિ પહોંચાડતા નથી, અને આગારો દ્વારા સેવવામાં આવતા અપવાદો તે મધ્યસ્થભાવે ઉદાસીનપણે સેવે છે, તે વખતે પણ તેને સમભાવ જ હોય છે. જે 225 / 1/2 હવે કોઈ પ્રશ્ન કરે છે કે રાગ-દ્વેષ આદિ કોઇક કાષાયિક પરિણામથી જ સાધુરૂપે આગારોથી પ્રાપ્ત થતા અપવાદોનું સેવન કરતો હોય માટે તેના સામાયિકભાવને એ સમયે હાનિ પહોંચશે જ. આ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે : ण य तस्स तेसु वि तहा, णिरभिस्संगो उहोइ परिणामो। पडियारलिंगसिद्धो, उणियमओ अण्णहारूवो // 216 // 5/22 છાયા :- તથ તેબ્લપિ તથા નિમિષ્યન્ ભવતિ પરિણામ: | प्रतीकारलिङ्गसिद्धस्तु नियमतः अन्यथारूपः // 22 // ગાથાર્થ :- તે સામાયિકવાળા સાધુનો જે નિરાશંસ પરિણામ છે તે અપવાદના સેવન પ્રસંગે પણ નિયમો અન્યથારૂપ થતો નથી, અર્થાતુ બદલાઇને આશંસાવાળો બનતો નથી. કારણકે અન્યથારૂપ આશંસાવાળો બનેલો પરિણામ એ પ્રતીકારરૂપ ચિહ્નથી જણાઇ આવે છે. જો તેને આશંસા આની હોત તો તેના પ્રતીકારરૂપે તેનું પ્રાયશ્ચિત્ત કરત. તે પ્રાયશ્ચિત્ત કરતો નથી માટે નક્કી થાય છે કે તેને આશંસા આવી નથી પણ સમભાવ જળવાઈ રહ્યો છે. ટીકાર્ય :- ય હો'= થતો નથી. ‘ત'= તે સામાયિકવાળા સાધુને તેનુ વિ'= તે આગાર વડે અપવાદના સેવનમાં પણ ‘તદ'= પોતાને અનુભવસિદ્ધ એવો ‘નિરfમર્સ પરિપામો'= નિરાશ પરિણામ, એવો ને એવો જ રહે છે. ‘પદયાત્રિ સિદ્ધો 3 = પ્રતીકાર કરવારૂપ લિંગથી જણાતો ‘મહાવો'= અન્યથારૂપ અર્થાત્ આશંસારૂપ પરિણામ જો તે સામાયિકવાળા સાધુને આશંસા આવી ગઈ હોત તો તે તેનો પ્રતીકાર કરવા માટે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરત. આમ પ્રતીકાર એ તેનું લિંગ છે. આ લિંગથી સિદ્ધ હોવાથી તેનો નિરભિમ્પંગ જ પરિણામ છે.