________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 105 સુભટ ઘણી જ નીચી કક્ષાનો છે. માટે આ સુભટનું દૃષ્ટાંત એ હીનદૃષ્ટાંત છે. સામાયિક એ (શાસ્ત્રમાં બતાવેલા અપવાદ સિવાયના) અપવાદનો વિષય નથી એમ પ્રયત્નપૂર્વક વિચારવું. ટીકાર્થ :- “મUIનયાસિયસુદમાવતુલ્ક = “મરવું અથવા જય પ્રાપ્ત કરવો’ એવા નિશ્ચયવાળા સુભટના સંકલ્પ જેવો ‘રૂદ'= આ અધિકૃત સામાયિકમાં સંકલ્પ છે. “દીTUIT'= આ હીન દષ્ટાંત છે. સુભટ એ ક્રોધ આદિ કષાયથી કલુષિત ચિત્તવાળો હોય છે, વિષયોનો ઉપભોગ કરવાની ઇચ્છાવાળો હોય છે, શત્રુને મારવાની ઈચ્છાથી પ્રવૃત્તિ કરતો હોય છે, તથા પરોપકાર કરવાની અપેક્ષા વગરનો હોય છે. અને વિનયાદિગુણોથી રહિત હોય છે. એની અપેક્ષાએ ભાવસામાયિકવાળો સાધુ તો ઘણા વિશિષ્ટગુણોથી યુક્ત હોય છે, તે મહાકલ્યાણ કરવાના આશયવાળો હોય છે. શાસ્ત્રમાં કહેલા અનુષ્ઠાનમાં અપ્રમત્તપણે રાત અને દિવસ એકાગ્રચિત્તથી મહાપુરુષોએ આચરેલાં માર્ગને સેવવામાં તત્પર હોય છે, હંમેશા મોક્ષનો અભિલાષી હોય છે. આમ સુભટ કરતાં સામાયિકવાળો સાધુ ઘણો જ ઉત્તમ છે. માત્ર એ બંનેમાં સમાનતા એટલી જ છે કે સુભટ જેમ શરીરની અપેક્ષા રાખ્યા વગર મૃત્યુનો ભય છોડીને પરાક્રમ કરે છે તેમ સાધુ સાંસારિક સુખની અપેક્ષા રાખ્યા વગર મૃત્યુનો ભય છોડીને પરાક્રમ કરે છે, આમ ભાવસામાયિકવાળો સાધુ પરમાર્થથી સુભટતુલ્ય નથી પણ તેના કરતાં ઘણો જ ઉત્તમ હોવાથી તેને જે આ સુભટનું દૃષ્ટાંત આપ્યું છે તે હીનદૃષ્ટાંત છે. | ‘વવીયાપા વિસામો'= (શાસ્ત્રમાં કહેલા અપવાદ સિવાયના બીજા) અપવાદો સામાયિકમાં હોતા નથી, શાસ્ત્રોક્ત સામાયિક એ ઉત્સર્ગ અને અપવાદ બંનેથી યુક્ત હોય છે. કારણ કે શાસ્ત્રમાં ઉત્સર્ગની જેમ અપવાદનું પણ વિધાન કરવામાં આવ્યું છે. શાસ્ત્રની અપેક્ષા વગરનાને તો સામયિકનો સર્વદા અસંભવ જ છે. કારણકે શાસ્ત્રમાં કહેવા પ્રકાર સિવાયનું સામાયિક ક્યારેય પણ સંભવતું નથી. તેથી “સામાયિક એ અપવાદનો વિષય નથી.” એમ જે ગાથામાં કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રમાં બતાવેલા અપવાદ સિવાયના બીજા અપવાદો આમાં સંભવતા નથી. “માયેવં પળ'= સૂક્ષ્મબુદ્ધિથી આદરપૂર્વક એમ વિચારવું કે શાસ્ત્રમાં કહેલા અપવાદોનો નિષેધ કરવામાં આવ્યો નથી. કારણકે (ઉત્સર્ગની જેમ જ) અપવાદનો પણ સામાયિકની સાથે અવિનાભાવી સંબંધ છે. 223 // एत्तो च्चिय पडिसेहो, दढं अजोग्गाण वण्णिओ समए। एयस्स पाइणो वि हु, बीयं ति विही य अइसइणा // 214 // 5/20 છાયા :- 3 ત વ પ્રતિષેધ: ટૂંઢમ્ ગયોયાનાં વતઃ સમયે | एतस्य पातिनोऽपि खलु बीजमिति विधिश्च अतिशायिना // 20 // ગાથાર્થ :- આથી જ અયોગ્ય એવા ભવાભિનંદી જીવોને સામાયિક આપવાનો શાસ્ત્રમાં અત્યંત નિષેધ કર્યો છે. અતિશયજ્ઞાની (મહાવીરસ્વામીએ) સામાયિકથી અવશ્ય પડનાર (ખેડૂતોને પણ સામાયિક આપવાની પ્રવૃત્તિ કરી તે ભાવસામાયિકનું આ અવંધ્યકારણ થશે, એ હેતુથી કરી છે. ટીકાર્થ :- ‘ત્તિો વિય'= સામાયિક એ નિરભિમ્પંગ પરિણામરૂપ હોવાથી જ ‘સમU'= શાસ્ત્રમાં ‘મનો TIT'= સંસારથી વૈરાગ્ય નહિ પામેલા ભવાભિનંદી અયોગ્ય જીવોને 'a'= અત્યંત ‘પદો'= નિષેધ ‘ઇuTો'= કરાયો છે. હવે પ્રશ્ન કરે છે કે જેઓ જીવનપર્યત સામાયિકનું પાલન કરવા માટે અસમર્થ છે એવા અયોગ્ય