________________ 124 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद પુણ્યના ઉદયથી ‘મસંત પિ'= પહેલા નહિ વિદ્યમાન એવી વસ્તુ પણ ‘નર્દક શીધ્ર “રો'= પ્રાપ્ત થાય છે. માટે વસ્તુના વિદ્યમાનપણામાં કે અવિદ્યમાનપણામાં કોઈ એકાંત નથી. ૨૪ર # 1/48 ફરીથી પણ અસંભવિત વસ્તુ એ પ્રત્યાખ્યાનનો વિષય નથી અર્થાત્ તેનો નિયમ લેવો નિષ્ફળ છે એ મતનું ખંડન કરવા માટે કહે છે : आहेणाविसयं पिह, ण होइ एयं कहिंचि णियमेण / मिच्छासंसज्जियकम्मओ तहा सव्वभोगाओ // 243 // 5/49 છાયા :- મોનાવિષયપિ 97 મતિ પતર્ વવત્ નિયન I. मिथ्यासंसज्जितकर्मतः तथा सर्वभोगात् // 49 // ગાથાર્થ :- મિથ્યાભાવથી બાંધેલા કર્મના ઉદયથી અર્થાત્ અવિરતિના કારણે કોઈક દેશકાલમાં તેવા કોઈક વિશિષ્ટ પ્રકારે નિયમા સર્વવસ્તુના ભાગનો સંભવ હોવાથી પ્રત્યાખ્યાન એ સામાન્યથી કદી અવિષયવાળું હોતું નથી. અર્થાત્ સર્વ વસ્તુ પ્રત્યાખ્યાનનો વિષય બની શકે છે. બધી જ વસ્તુનો નિયમ લઈ શકાય છે. ટીકાર્થ :- ''= આ પ્રત્યાખ્યાન, ‘મોન'= સામાન્યથી ‘મવિ '= વિષયરહિત પણ ‘દુ'= વાક્યાલંકાર અર્થમાં છે. “ર હો'= નથી હોતું. પ્રત્યાખ્યાન એ સ્વવિષયવાળું જ છે, અર્થાત્ બધા જ પદાર્થો એ પ્રત્યાખ્યાનના સ્વવિષયો છે. ‘ત્તિ'= કર્મની વિચિત્રતા લક્ષણ કોઈક પ્રકારે નિયUT'= અવશ્યપણે “મિચ્છી સંખ્તયમ્મો '= મિથ્યાભાવી જીવપ્રદેશોમાં જે કર્મ ચોટે છે તે મિથ્યાસંસજ્જિતકર્મ કહેવાય છે. આ કહેવાનો ભાવ એ છે કે જીવે જુદા જુદા ફળ આપનારા જુદા જુદા અનેક પ્રકારના કર્મ બાંધેલા હોય છે તે કર્મ ઉદયમાં આવે છે ત્યારે તેના દોષથી જીવને સર્વવસ્તુની પ્રાપ્તિ થાય છે અને તેને ઇચ્છતો ન હોવા છતાં અનાભોગથી ભોગવે છે, ‘તહ સમો મો'= તેવા કોઈ વિશિષ્ટ પ્રકારે સર્વવસ્તુનો ઉપભોગ સંભવતો હોવાથી. આમ સર્વ વસ્તુના ભાગનો સંભવ હોઈ શકે છે એમ જાણનારા જ્ઞાની ભગવંતોએ પ્રત્યાખ્યાનનો વિષય સંભવિત અસંભવિત બધી જ વસ્તુ હોઈ શકે છે એમ કહ્યું છે. માટે તે એકાંતે વિષય વગરનું નથી. અસંભવિત વસ્તુ પણ કોઈ વિશિષ્ટ પ્રકારે સંભવિત થઈ જાય છે. જેમ ગાડું મીઠાઈના સ્વરૂપમાં પેલા ગાડું ન ખાવાના નિયમવાળા બ્રાહ્મણને મળ્યું. સર્વ વસ્તુનો નિયમ લઈ શકાય છે એમ સિદ્ધ થયું. 243 / 9/46 પ્રશ્ન - પોતે કરેલા કર્મના ફળવિપાકને પ્રાણીઓએ ભોગવવા જ પડે છે. હવે જે વસ્તુનો તેમણે નિયમ કર્યો છે તેને કર્મના ઉદયથી ભોગવવાનો પ્રસંગ આવશે. તેને જો એ ભોગવશે તો તેના નિયમનો ભંગ થશે અને જો નહિ ભોગવે તો કર્મ નિષ્ફળ જશે. આમ બંને રીતે આપત્તિ આવશે. ઉત્તર - કર્મ નો સોપક્રમી હોય તો તેના સ્થિતિ - રસને ઘટાડી શકાય છે. તેની બીજી કર્મપ્રકૃતિમાં સંક્રમ કરી શકાય છે. આથી તેને રસોદયથી ભોગવવું જ પડે એવું નથી. માત્ર પ્રદેશોદયથી ભોગવવું પડે છે. આમ કર્મને અન્યથારૂપે વેદવાથી નિયમનું પાલન કરી શકાય છે અને વિરતિનો ભંગ થતો નથી. - વળી અન્યથારૂપે પણ તે ભોગવ્યું તો છે જ. આથી કર્મ નિષ્ફળ નથી ગયું.