________________ 229 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद // एकादशं साधुधर्मविधि - पञ्चाशकम् // આ પ્રમાણે પ્રથમથી માંડીને દશ પ્રકરણો સુધીમાં શ્રાવકધર્મની પ્રરૂપણા કરાઈ. હવે સાધુધર્મની પ્રરૂપણા કરવાની ઇચ્છાથી કહે છે : नमिऊण वद्धमाणं, मोक्खफलं परममंगलं सम्म / वोच्छामि साहुधम्मं, समासओ भावसारं तु // 495 // 11/1 છાયાઃ- નત્વ વર્તમાન મોક્ષપન્ન પરમકૃતં સથળ | વક્ષ્યામિ સાધુ સમાસતો માવસાર તું છે ? || ગાથાર્થ :- શ્રી વર્ધ્વમાનસ્વામીને નમસ્કાર કરીને મોક્ષસાધક પરમ મંગલકારી, પ્રશસ્ત એવા સાધુધર્મને તેના ઐદપૂર્યની સાથે સંક્ષેપથી કહીશ. ટીકાર્થ :- ‘વદ્ધમUT'= વર્ધમાનસ્વામીને ‘નમિઝT'= નમસ્કાર કરીને “નો+ga'= મોક્ષ છે ફળ જેનું અર્થાત્ મોક્ષસાધક “પરમમંત્નિ'= શ્રેષ્ઠ મંગળસ્વરૂપ, કારણ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ભાવમંગલ છે. “સબ્સ'= પ્રશસ્ત “સદુધમ્ન'= સાધુધર્મને “સમસમો'= સંક્ષેપથી, સામાન્ય રીતે વિસ્તારથી તો બીજા ગ્રંથોમાં સાધુધર્મ કહેવાયો જ છે. પણ કેટલાક જિજ્ઞાસુઓને લાંબા વિવેચનોમાં કંટાળો આવતો હોય છે, તેમની ઉપર અનુગ્રહ કરવા માટે સંક્ષેપથી અહીં કહેવામાં આવે છે. ‘માવસાર તુ'= ભાવપ્રધાન અર્થાતુ તેનું ઐદત્પર્ય જણાવવાપૂર્વક સંક્ષેપમાં કહેવાનું આ ગ્રંથનું પ્રયોજન છે. કેટલાક જિજ્ઞાસુઓ ઐદત્પર્યથી અજાણ હોય છે. તેમની ઉપર અનુગ્રહ કરવા માટે અહીં ઐદત્પર્યને જણાવવામાં આવશે ‘વોચ્છામિ'= કહીશ. 426 21/ તેમાં જેના ધર્મનું અહીં વર્ણન કરવામાં આવે છે તે સાધુ કોને કહેવાય? તે કહે છેઃ चारित्तजुओ साहू, तं दुविहं देससव्वभेएण / देसचरित्ते न तओ, इयरम्मि उपंचहा तं च // 496 // 11/2 છાયાઃ- વારિત્રયુતઃ સાધુઃ તત્ વિર્ષ શર્વન | देशचारित्रे न तक इतरस्मिंस्तु पञ्चधा तच्च // 2 // ગાથાર્થ :- જે ચારિત્રથી યુક્ત હોય તે સાધુ કહેવાય. તે ચારિત્ર દેશચારિત્ર અને સર્વચારિત્ર એમ બે પ્રકારનું છે. તેમાં દેશચારિત્રવાળો હોય તે સાધુ કહેવાતો નથી, જે સર્વચારિત્રવાળો હોય તે જ સાધુ કહેવાય છે. તે સર્વચારિત્રના પાંચ પ્રકાર છે. ટીકાર્ય :- “ચારિત્તનુ'= ચારિત્રથી યુક્ત હોય તે “સાહૂ'= સાધુ કહેવાય. ‘ત'= તે ચારિત્ર સસલ્વમેuT'= દેશચારિત્ર અને સર્વચારિત્રના ભેદથી ‘સુવિર્દ = બે પ્રકારનું છે. “સરિત્તે'= શ્રાવકને યોગ્ય એવા અનિંદિત ક્રિયાના કારણભૂત દેશચારિત્રવાળો ‘ર તો'= સાધુ કહેવાય નહિ. “ફરશ્મિ 3'= સર્વચારિત્ર સ્વરૂપ બીજા પ્રકારવાળો જ અર્થાત્ સર્વવિરતિની ક્રિયાના કારણભૂત એવા ચારિત્રના પરિણામમાં વર્તતો હોય તે જ સાધુ કહેવાય. ‘ત '= અને તે સર્વચારિત્ર “પં'= પાંચ પ્રકારનું છે. 426 / 22/2 સર્વચારિત્રના પાંચ ભેદને કહે છે -