________________ श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद 253 કામ કરાવવું એ તેનો પરાભવ કર્યો ગણાય. ઇચ્છાકાર કરવાથી તેનો પરાભવ થતો નથી . તેનું માન સચવાય છે અને એમ કરવાથી સમભાવનું ઉલ્લંઘન થતું નથી અર્થાત્ સ્વયં સમભાવમાં રહેવાય છે. દેશવિરતિ ગુણઠાણે સમતાભાવ ઉચ્ચગોત્રબંધના કારણ તરીકે શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. જેને ભાવથી દેશવિરતિ ગુણઠાણું હોય તેને નીચગોત્રનો બંધ શાસ્ત્રમાં ખરેખર કોઇપણ સ્થાને દર્શાવ્યો નથી. વળી ગુણપ્રત્યયિક ઉચ્ચગોત્રનો ઉદય દેશવિરતિ શ્રાવકને હોય છે. તો પછી સર્વવિરતિધર સાધુને તો ગુણપ્રત્યયિક ઉચ્ચગોત્રનો ઉદય હોય જ ને ! “સાલાવાળો ય નોમિ'= લોકોમાં જૈનશાસન પ્રત્યે બહુમાન જાગે છે કે “આ શાસનમાં કેવા કેવા સૂક્ષ્મ ભાવોનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે લેશમાત્ર પણ પરપીડા અહીં કરવામાં આવતી નથી.” || પપ૧ / 127 12/4 દ્વારગાથામાં જે કહ્યું હતું કે “સાધુની આ મર્યાદા છે.” તે મર્યાદા શું છે? તે કહે છે : आणाबलाभिओगो, निग्गंथाणंन कप्पए काउं। રૂછી પનિયલ્ઝા, સેદે તદ વેવ રાછાપ૨ 22/8 છાયાઃ- ગાજ્ઞાવિત્નામિયો નિસ્થાન ન હન્યતે તુમ ! इच्छा प्रयोक्तव्या शैक्षे तथा चैव रात्निके // 8 // ગાથાર્થ:- સાધુઓને આજ્ઞા અને બળાત્કાર કરવાનું કહ્યું નહિ. નવદીક્ષિત હોય કે રત્નાધિક હોય બંને પ્રત્યે ઇચ્છાકાર કરવો જોઈએ. ટીકાર્થ :- “નિકથા'- સાધુઓને “માઘસ્નામોનો'- બીજાને આજ્ઞા પૂર્વક બળાત્કાર અથવા બળાત્કારે કાર્ય કરાવવા માટે આજ્ઞાનો પ્રયોગ ‘ન ખૂy als= કરવા કહ્યું નહિ. “સ = નવદીક્ષિત પ્રત્યે કે ‘તદ વેવ'= તેમજ “રા '= રત્નાધિકના પ્રત્યે ‘ફા'= ઇચ્છાકારનો ‘પનિયત્રા'= પ્રયોગ કરવો. અર્થાત્ “તમારી ઇચ્છા હોય તો આ કાર્ય કરાય” એમ કહેવું. || પેપર // 12/8 આજ્ઞા બળાત્કારના વિષયમાં અપવાદ કહે છે: जोग्गेऽवि अणाभोगा खलियम्मि खरंटणा वि उचियत्ति / ईसिं पण्णवणिज्जे, गाढाजोगे उ पडिसेहो // 553 // 12/9 છાયા :- યોગ્યેfપ મનામો સંસ્કૃત્નિને ઉરઈટના રિત્તિ . ईषत् प्रज्ञापनीये गाढायोग्ये तु प्रतिषेधः // 9 // ગાથાર્થ :- સમજાવી શકાય એવા યોગ્યને પણ અનુપયોગથી ભૂલ થતાં કાંઇક ઠપકો આપવો પણ યોગ્ય છે. અતિશય અયોગ્ય વ્યક્તિને ઠપકો નહિ આપવો. ટીકાર્થ :- ‘સિં'= કાંઇક ‘પJUવાને'= સમજાવી શકાય એવા ‘નોપોડવિ'=ગુણવાન યોગ્ય પુરુષ પણ “મUITમો '= અનુપયોગથી ‘સ્કૃત્તિષિ'= સાધ્વાચારમાં ભૂલ કરતો હોય અર્થાત્ માર્ગથી ભ્રષ્ટ થતો હોય તો “વાંટા વિ'= ઠપકો પણ ‘વિત્તિ'= યોગ્ય જ છે. “ઢિીનો '= અત્યંત અયોગ્ય અપ્રજ્ઞાપનીય વ્યક્તિને ‘ડિસેદો'= ઠપકો આપવાનો નિષેધ છે. અયોગ્ય વ્યક્તિ પોતાનું આત્મકલ્યાણ જાણતો નથી તેથી તેને ઠપકો આપવાથી તેને અત્યંત સંક્લેશ થાય છે અને તે નિમિત્તે તે ઘણા પાપકર્મને બાંધે છે. કોઇનાં પણ કર્મબંધમાં નિમિત્ત બનવું ન જોઇએ. માટે આવી અયોગ્ય વ્યક્તિને ઠપકો આપવો નહિ. // 553 // 129