________________ 268 श्री पञ्चाशक प्रकरण - 12 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘૩૫સંપ '= આત્મનિવેદનરૂપ ઉપસંપદા- (જ્ઞાનાદિ માટે ગુરુની રજાથી અન્ય આચાર્યની પાસે જઇને આત્મસમર્પણપૂર્વક તેની પાસે રહેવું તે ઉપસંપદા કહેવાય.) ‘તિવિદા'= ત્રણ પ્રકારે છે. ‘ના'= જ્ઞાન સંબંધી ‘તદ'= તથા ‘હંસ'= દર્શન સંબંધી ‘ચરિત્તે '= ચારિત્ર સંબંધી ‘હંસાના '= દર્શન અને જ્ઞાન સંબંધી ઉપસંપદા ‘તિવિહા'= ત્રણ પ્રકારે છે. “ચરિત્તમટ્ટા'= ચારિત્રસંબંધી ઉપસંપદા ‘વિદા ય'= બે પ્રકારની છે. // પ૮૬ / 1242. આ ઉપસંપદાનું વિવરણ કરતાં કહે છે : वत्तणसंधणगहणे, सुत्तत्थोभयगया उएस त्ति। वेयावच्चे खमणे, काले पुण आवकहियादी // 587 // 12/43 છાયા :- વર્તન-સન્યાન-પ્રદ સૂત્રમયમાતા તુ અતિ . वैयावृत्ये क्षमणे काले पुनर्यावत्कथिक्यादि // 43 // ગાથાર્થ - જ્ઞાનસંબંધી ઉપસંપદાના સૂત્રસંબંધી, અર્થસંબંધી અને સૂત્રાર્થ-ઉભયસંબંધી એમ ત્રણ ભેદ છે. એ ત્રણેયના પરાવર્તન, અનુસંધાન અને ગ્રહણ એમ ત્રણ ભેદ થાય છે. આમ જ્ઞાનસંબંધી ઉપસંપદાના 3 3= 9 ભેદ છે. દર્શન પ્રભાવક સંમતિતર્ક આદિ ગ્રંથોને આશ્રયીને આ જ નવ ભેદો દર્શનસંબંધી ઉપસંપદાના છે. ચારિત્ર ઉપસંપદાના વૈયાવચ્ચ અને તપ એમ બે ભેદ છે. આ બંને ભેદના કાળની અપેક્ષાએ યાવત્કથિક અને ઇત્વરકાલિક એમ બે ભેદ છે.૨ x = કુલ 4 ભેદ થાય. ટીકાર્થ :- ‘વત્તાસંથાનિ'= વર્તન આચારાદિ ગ્રંથોનું પરાવર્તન કરવું. ‘સંધા'= કોઈ ગ્રંથનો અમુક ભાગ વિચ્છિન્ન કે વિસ્મૃત થયો હોય તે ભાગનું અનુસંધાન કરવું. ગ્રહણ= નવા શ્રુતનું ગ્રહણ કરવુંઆના માટે ઉપસંપદા લેવાય છે. આ ત્રણેયના દરેકના ત્રણ ત્રણ ભેદ છે, “સુત્તસ્થમાયા 3'= જ્ઞાન, વૈયાવચ્ચ સંબંધી ‘ઘમ'= તપ સંબંધી ‘ાને પુન'= કાળની વિચારણામાં ‘માવદિયારી'= યાવત્રુથિક આદિ. “આદિ’ શબ્દથી ઈતરકાલિક ગ્રહણ થાય છે. ચારિત્રસંબંધી વૈયાવચ્ચ ઉપસંપદા યાવત્કથિક અને ઇવરકાલિક એમ બે પ્રકારની છે. તપસંબંધી પણ આ જ બે પ્રકારની છે. //૫૮૭થી૧૨૪૩ શુદ્ધ ઉપસંપદા કેવી રીતે થાય? તે કહે છે : संदिट्ठो संदिठ्ठस्स, चोवसंपज्जई उ एमाई। चउभंगो एत्थं पुण, पढमो भंगो हवइ सुद्धो॥५८८ // 12/44 છાયા :- સનિષ્ઠ: સ8િી ચોપમ્પ તુ વમઃિ . चतुर्भङ्गोऽत्र पुनः प्रथमो भङ्गो भवति शुद्धः // 44 // ગાથાર્થ :- ગુરુએ ઉપસંપદા લેવા માટે જેને રજા આપી હોય તે સાધુ ગુરુએ આજ્ઞા કરેલ આચાર્યની પાસે ઉપસંપદા સ્વીકારે આ પ્રથમ ભાંગો છે. આમાં ચાર ભાંગા થાય છે. તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે. ટીકાર્થ :- “સંવિદ'= ઉપસંપદા માટે ગુરુની આજ્ઞા મેળવી હોય તે સાધુ સંવિદ'= ગુરુએ બતાવેલ આચાર્યની પાસે ‘૩વસંપન્ન 3'= ઉપસંપદા સ્વીકારે ‘અમારૂં'= આ વગેરે ‘ચમ'= ચાર ભાંગા થાય છે. ‘ત્યં પુuT'= આ ચાર ભાંગામાં ‘પદમો મંt'= આ વર્ણવેલો પ્રથમ ભાંગો ‘મુદ્દો'= શુદ્ધ “વફ'= છે.