________________ श्री पञ्चाशक प्रकरण - 13 गुजराती भावानुवाद 287 માટે દાન આપવાનો નિષેધ છે ત્યારે પણ ‘પ્રોડવિ દુ'= માત્ર પોતાના કુટુંબના માટે રસોઇનો આરંભ કરવાનું “મવ૬ ય'= સંભવિત છે. ‘તલ્થ વિ તદ'= સૂતકનો અભાવ હતો. ત્યારની જેમ જ સૂતકના અવસરમાં પણ ‘વિસેકુવનંમા'= હંમેશા પ્રમાણે જ રસોઈ બનતી જોવા મળતી હોવાથી ‘મસિદ્ધિીમો'= દીન, અનાથ, દુ:ખી માણસોને આહારની પ્રાપ્તિ થતી દેખાતી હોવાથી. // 632 // 13/38 ___ एवंविहेसु पायं, धम्मट्ठा णेव होइ आरंभो / गिहिसु परिणाममेत्तं, संतं पि य णेव दुढे ति // 633 // 13/39 છાયા :- અવંવિશેષ પ્રાય: ધર્માર્થ નૈવ મવતિ સારશ્ન: | गृहिषु परिणाममात्रं सदपि च नैव दुष्टमिति // 39 // ગાથાર્થ :- સૂતકાદિ પ્રસંગોમાં પણ રોજ પ્રમાણે આહાર દેખાતો હોય એવા મધ્યસ્થ શિષ્ટગૃહસ્થોના ઘરોમાં પુણ્ય માટે આરંભ ન જ હોય. પોતાના માટે બનાવેલી રસોઇમાંથી દાન આપવાનો તેમને ભાવ હોય એટલા માત્રથી કાંઈ તેમાં દોષ નથી. દાન માટે અધિક રસોઈ બનાવે તો દોષ છે. ટીકાર્થ:- ‘વંવિહેલું નિહિ!'= મધ્યસ્થ શિષ્ટગૃહસ્થોના ઘરોમાં “પાર્થ'= ઘણું કરીને ‘સામો'= સ્વોચિત આરંભ થHટ્ટા'= પુણ્યના નિમિત્તે “વ હો'= હોતો જ નથી, ‘પરિમિત્તિ'= જો તેમણે દાન આપવા માટે અધિક રસોઇ બનાવી નથી પણ પોતાના કુટુંબ માટે જે રસોઈ બનાવી છે તેમાંથી તેમને શ્રમણાદિને દાન આપવાનો શુભ અધ્યવસાય જાગે કે “સંતં પિ ય'= મને આ દાન પુણ્ય બંધાવનારું થાઓ “વ કુટું તિ'= તે દુષ્ટ નથી. કારણ કે આહારના બેતાલીસ દોષોમાં તેને ગણાવ્યો નથી, જો દાન આપવા માટે અધિક રસોઈ બનાવી ન હોય પણ પોતાના કુટુંબના માટે બનાવેલ રસોઈમાંથી પુણ્યના આશયથી તે દાન આપે તો કોઈપણ શાસ્ત્રમાં તેને દુષ્ટ કહ્યો નથી. માટે તે નિર્દોષ જ છે. // 633 / 13/39 तहकिरियाऽभावाओ, सद्धामेत्ताउकुसलजोगाओ। असुहकिरियादिरहियं, तं हंदुचितं तदण्णं व // 634 // 13/40 છાયા :- તથાન્નિયાડમાવાન્ શ્રદ્ધા માત્ર સુનિયોગાત્ | अशुभक्रियादिरहितं तं हन्दि उचितं तदन्यदिव // 40 // ગાથાર્થ :- અશુભ વિચાર, વાણી અને કાયાના વ્યાપારથી રહિત એવો ઉપર જણાવ્યો એ દાન સંબંધી કેવળ શુભભાવ એ (1) શ્રમણાદિ માટે આરંભ કરવારૂપ અશુભ ક્રિયાથી રહિત હોવાથી, (2) આ દાન મને પુણ્યબંધ કરાવનાર થાઓ એવી માત્ર શ્રદ્ધારૂપ હોવાથી અને (3) પ્રશસ્ત મન-વચન અને કાયાના વ્યાપારરૂપ હોવાથી ઉચિત જ છે. જેમ ચૈત્યવંદનાદિ શુભ પરિણામ ઉચિત છે તેમ આ દાનનો શુભ પરિણામ પણ ઉચિત જ છે. ટીકાર્થઃ-‘તરિયામાવો'= શ્રમણાદિના માટે અધિક આરંભ ન કર્યો હોવાથી ‘સદ્ધાત્તાક'= “આ બધું જ મને પુણ્યના માટે થાઓ” એવી મનની શ્રદ્ધારૂપ હોવાથી “સત્નનો ITo'= કાયા અને વચનના સુંદર વ્યાપારરૂપ હોવાથી ‘મસુરિયાવિહિ'= સાવદ્ય અધ્યવસાય, વચન અને કાયાના વ્યાપારથી રહિત એવો ‘ત'= કેવળ શુભ પરિણામ " દંત' ઉચિત જ છે. તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. ‘તUgi '= ચૈત્યવંદનાદિ શુભ પરિણામની જેમ, દાન આપતી વખતે પુણ્યબંધનો શુભ સંકલ્પ અને ચૈત્યવંદનાદિનો શુભ સંકલ્પ આ બંન્નેમાં કોઈ ભેદ નથી. બંન્ને સરખા જ અને નિરવદ્ય છે. || 634 || 13/40