________________ श्री पञ्चाशक प्रकरण - 14 गुजराती भावानुवाद 309 અતાર્દિ = આ ચાર ‘પરિક્વહિં = પરીક્ષા વડે ‘સાથુપરવા'= સાધુની પરીક્ષા “રૂદ = અહીં ‘ડ્યિ'= સુવર્ણપરીક્ષાની જેમ કરવી. / 687 / 1443. સાધનવાક્યના નિગમનને કહે છે : ___ तम्हा जे इह सुत्ते, साहुगुणा तेहिँ होइ सो साहू। अच्चंतसुपरिसुद्धेहिं मोक्खसिद्धि त्ति काऊण // 688 // 14/44 છાયા- તમાઇ રૂદ સૂત્રે સાધુપુતૈવતિ : સાધુ: | અત્યન્તસુપરિદ્ધિ: મોક્ષસિદ્ધિિિત કૃત્વ / 44 ગાથાર્થ :- તેથી સૂત્રમાં સાધુના જે ગુણો વર્ણવ્યા છે, અત્યંતપરિશુદ્ધ તે ગુણો વડે જ તે ભાવસાધુ બને છે, કારણકે મોક્ષની સિદ્ધિ એ ગુણોથી જ થાય છે. અને મોક્ષની સાધના કરે તે જ સાધુ છે. ટીકાર્થ :- ‘તë'= તેથી ‘ને'= જે “દ'= પ્રસ્તુત અધિકારમાં “સુત્તે'= પૂર્વાપર અવિરોધી આગમમાં કહેલી યુક્તિઓથી ગર્ભિત સૂત્રમાં ‘સTUIT'= સાધુના ગુણો વર્ણવ્યા છે. ‘મāતસુપરહિં = અતિ નિર્દોષ ‘તેદિ = તે ગુણો વડે ‘રો'= હોય છે. “સો સાદૂ'= મોક્ષરૂપી વિશિષ્ટ કાર્યને સાધવામાં સમર્થ તે સાધુ “મોવસ્કૃસિદ્ધિ ત્તિ વUT'= મોક્ષની સિદ્ધિ થાય છે જેથી કરીને (=તે માટે) ગુણરહિત સાધુ મોક્ષની પ્રાપ્તિ કરી શકતો નથી. નિર્ગુણી સાધુ એ સાધુ નથી એમ જે કહ્યું કે તેઓ ઉપરના દ્વેષથી નથી કહ્યું, કારણ દ્વેષ એ તો ભાવ સામાયિકમાં ક્ષતિ લાવનાર છે. પરંતુ પ્રત્યાત્તિ ન્યાયથી જે સાધુના ગુણો મોક્ષપ્રાપ્તિના કારણભૂત છે તેમને જ અહીં સાધુત્વના કારણરૂપે સ્થાપ્યા છે, તે સિવાયના બીજાનો નિષેધ કર્યો છે. કારણ કે કારણ જ કાર્યને ઉત્પન્ન કરવા માટે સમર્થ છે. જે સાધુગુણો મોક્ષના અવશ્ય કારણ છે તેનો જ ઉપદેશ આપવાનો આ પ્રસ્તુત અધિકાર ચાલે છે માટે એમાં કોઈ દોષ નથી. / 688 / 14/44. આ અધિકારનો ઉપસંહાર કરતાં કહે છેઃ अलमेत्थ पसंगणं, सीलंगाइं हवंति एमेव। भावसमणाण सम्म, अखंडचरित्तजुत्ताणं॥६८९॥१४/४५ છાયાઃ- નમત્ર પ્રસન શીતાનિ મવતિ વિમેવ . भावश्रमणानां सम्यगखण्डचारित्रयुक्तानाम् // 45 // ગાથાર્થ :- શીલાંગના અધિકારમાં વિસ્તારથી સર્યું. અખંડચારિત્રયુક્ત ભાવસાધુને ભાવથી પરસ્પર સાપેક્ષ જ શીલાંગો હોય છે. કારણકે ભાવવિરતિ વગર એક પણ શીલાંગ હોઇ શકે નહિ અને અઢાર હજાર શીલાંગો સંપૂર્ણપણે હોય તો જ ભાવથી વિરતિ હોય છે. ટીકાર્થ:- ‘પત્થ'= શીલાંગના અધિકારમાં ‘પસં'= વિસ્તારથી ‘મૃત્નમ્'= સર્યું, ‘મેવ'= આ પ્રમાણે ભાવથી પરસ્પર એકબીજાને સાપેક્ષ જ ‘મવિમUTIU'= ભાવસાધુઓને “સખ્ત'= અવિપરીત પણે ‘કરવું પિત્તનુત્તા '= સંપૂર્ણ ચારિત્રવાળાને “સીન્ન છું'= શીલાંગો ‘વંતિ'= હોય છે. અર્થાત કોઈ એકલું શીલાંગ હોઈ શકે નહિ. હોય તો બધા જ હોય, નહિતર એક પણ ન હોય - ભાવથી વિરતિ હોય તો જ અઢાર હજાર શીલાંગો સંભવે છે, અને અઢારહજાર પૂરેપૂરા શીલાંગો હોય તો જ ભાવવિરતિ સંભવે છે. | 689 // 1445.