________________ 236 श्री पञ्चाशक प्रकरण - 11 गुजराती भावानुवाद अत्रैव संस्थितानां क्षान्त्यादीनामपि सिद्धिरिति // 18 // ગાથાર્થ :- આથી જ આગમમાં કુલવધુ વગેરે ઘણા દષ્ટાંતો જણાવ્યા છે. ગુરુકુળમાં રહેનારા સાધુને ક્ષમા આદિ ગુણોની પણ સિદ્ધિ થાય છે. ટીકાર્થ :- ‘છત્તો ઉચ્ચય'= ગુરુકુલવાસની મુખ્યતાથી જ ‘સ્થિ'= શાસ્ત્રમાં ‘સૂર્તવ૬UTTયાવીયા'= કુલવધૂ વગેરેના દૃષ્ટાંતો ‘વહુ'IT'= ઘણાં ‘સિયા'= જણાવ્યાં છે. જેવી રીતે શ્વસુરકુળમાં રહેલી કુલવધૂ સ્ત્રી શિયળની રક્ષા અને વૈભવની સ્વામિની બનવા સ્વરૂપ ઘણાં ગુણોનું પાત્ર બને છે અર્થાત તેને આ બધા લાભો થાય છે તેમ ગુરુકુલમાં રહેલા સાધુને પણ જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. જેવી રીતે રાજકુળમાં રાજાની નજર સમક્ષ રહેતા રાજસેવક ઉપર પ્રસન્ન થઈને રાજા ઘણી કૃપા કરે છે તેમ ગુરુકુલમાં રહેવાથી સાધુને ગુરુની કૃપાથી જ્ઞાનાદિનો ઘણો લાભ થાય છે. જેવી રીતે કલાચાર્યની ભક્તિ કરનાર શિષ્યને કલાચાર્યની પાસેથી ઘણી કલા આદિ શીખવા મળે છે તેમ ગુરુકુલમાં રહેવાથી સાધુને જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે. ‘ત્યેવ'= ગુરુકુલમાં જ “સંડિયા '= સમ્યગુ રહેલા સાધુઓને ‘વંતાલી પિ'= ક્ષમા આદિ યતિધર્મના ગરકલમાં રહેનાર સાધુને યતિધર્મની પ્રાપ્તિ થાય છે એમ કહ્યું તો હવે તે યતિધર્મનું વર્ણન કરતાં કહે છે. : खंती य मद्दवऽज्जवमुत्ती तव संजमे य बोद्धव्वे / सच्चं सोयं आकिंचणं च, बंभं च जतिधम्मो // 513 // 11/19 છાયા :- ક્ષત્તિ% માર્કવાર્નવમુવત્ત: તા: સંયમર્શ વોદ્ધિવ્ય: . सत्यं शौचमाकिञ्चन्यञ्च ब्रह्म च यतिधर्मः // 19 // ગાથાર્થ :- ક્ષમા, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય એ દશ પ્રકારનો સાધુધર્મ છે. ટીકાર્થ :- ‘વંતી'= સહન કરવું, ક્રોધનો નિગ્રહ કરવો તે ક્ષમા ‘ય'= અને માર્દવ, આર્જવ આદિ દરેક શબ્દની પછી આ “ચ” શબ્દનો સંબંધ જોડવાનો છે. ‘મવ'= નમ્રતા. આ માર્દવ આદિ શબ્દોમાં વિભક્તિનો લોપ કરવામાં આવ્યો છે.- મૃદુ એટલે કોમળસ્વભાવવાળો તથા વિનયવાળો- આ શબ્દથી ભાવમાં પ્રત્યય કરીને માર્દવ શબ્દ બન્યો છે. માનનો અભાવ તે માર્દવ, અર્થાત્ નમ્રતા. ‘મન્ગવ'= સરળતા. ‘ઋજુ' એટલે સ્વચ્છ આશયવાળો સરળ મનુષ્ય. તેને ભાવમાં પ્રત્યય કરીને આર્જવ શબ્દ બન્યો છે. આર્જવ એટલે માયાનો અભાવ-સરળતા. “મુત્તી' = નિલભતા. પ્રાપ્ત થયેલી વસ્તુનો ત્યાગ કરવો તે. અર્થાત્ લોભનો અભાવ. “તવ= શાસ્ત્રમાં પ્રસિદ્ધ અનશનાદિ બાહ્યતા અને પ્રાયશ્ચિત્તાદિ અત્યંતર તપ “સંગમે '= મનસંયમ, વચનસંયમ અને કાયસંયમ એમ ત્રણ પ્રકારનો સંયમ ‘વોદ્ધબ્બે' = જાણવો. ‘સā'= સત્ય, તે ચાર પ્રકારનું છે. (1) મનનો અવિસંવાદ, (2) વચનનો