________________ श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद 153 સમાનપણું જોઇને લોકોએ તેમનું સાર્થક નામ પાડ્યું કે, “આ બંને “સમચિત્ત' છે.” આ પ્રમાણે પરસ્પરની પ્રીતિપૂર્વક તેઓનો ઘણો કાળ પસાર થઈ ગયો. હવે એક વખત ત્રણ લોકમાં માત્ર દીપક સમાન, સર્વજ્ઞ, સર્વદર્શી, પ્રાણીઓનું હિત કરવામાં તત્પર, ઇક્વાકુવંશરૂપી આકાશમાં ચંદ્ર સમાન ભગવાન વર્ધમાનસ્વામી કૌશામ્બી નગરીમાં સમવસર્યા. ત્યારે દેવ-દાનવ અને નરેન્દ્રો પણ આ ભગવાનનો મહિમા કરી રહ્યા છે. વળી તે સર્વલોકમાં પ્રસિદ્ધ છે અને સર્વસંશયને છેદનારા છે એમ જાણીને આ બંને મિત્રો તેમને વંદન કરવા માટે ગયા. ત્યારે ગયા ભવમાં સાધુજીવનની જેણે પ્રશંસા કરી હતી તે મિત્રને ભગવાનને વંદન કરતા અને તેમની દેશના સાંભળતા અપૂર્વ વિસ્મયપૂર્વકનો હર્ષનો અતિરેક થવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. ગયા ભવમાં સાધુજીવનના પ્રત્યે ઉદાસીનભાવ રાખનાર બીજા મિત્રને અત્યારે ભગવાનની દેશના સાંભળતા પણ ઉદાસીનભાવ જ કાયમ રહ્યો, શુભભાવની વૃદ્ધિ ન થઈ જેથી સમ્યગૂ ર્શનની પ્રાપ્તિ થઈ નહિ. આ ચોરના દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે શુભભાવના કારણે એક ચોર બીજા ભવમાં કૌશામ્બી નગરીમાં વણિક થઈને બોધિને પામ્યો. જ્યારે બીજો ચોર શુભભાવના અભાવના કારણે બીજા ભવમાં બોધિને પામ્યો નહિ. એમ જે કહેવામાં આવ્યું તે એ અર્થનું જ સમર્થન કરે છે કે શુભભાવ એ બોધિબીજનું કારણ છે. આથી એ નક્કી થાય છે કે જિનભવન એ શુભભાવની ઉત્પત્તિનું કારણ હોવાથી જિનભવનને કરાવનાર બીજા જીવોને સમકિત પમાડે છે. જે રૂ૦૨ ને 7/8 હવે જિનભવન કરાવવાની વિધિ કહે છે : जिणभवणकारणविही, सुद्ध भूमी 1 दद्धा च कट्ठादी 2 / भियगाणइसंधाणं३ सासयवुड्डी४ य जयणा५ य // 303 // 7/9 છાયા :- નિમવનવIRUવિધઃ શુદ્ધિ ભૂમિ: નં ર ાણદ્રિ | भृतकानतिसंधानं स्वाशयवृद्धिश्च यतना च // 9 // ગાથાર્થ :- (1) ભૂમિશુદ્ધિ, (2) દળશુદ્ધિ, (3) કર્મકરોને છેતરવા નહિ, (4) શુભાશયની વૃદ્ધિ અને (5) જયણા. આ જિનભવન કરાવવાની વિધિ છે. ટીકાર્થ :- “સુદ્ધા મૂમી'= શુદ્ધ ભૂમિ, ‘નં ર ટ્ટી'= શુદ્ધ કાષ્ઠ આદિ દળ ‘fમયTIUસંથા'= કર્મકારોને છેતરવા નહિ, “સાયવુ'= કુશળ પરિણામની વૃદ્ધિ, વિવેકની વૃદ્ધિ કરવી, “ગયUT'= કાળને ઉચિત સંભવિત ઓછામાં ઓછા દોષોનું સેવન કરવા સ્વરૂપ જયણા, ' નિમવાિરવિહી'= આ જિનભવનને કરાવવાની વિધિ છે. રૂ૦૩ / 7/1 दव्वे भावे य तहा, सुद्धा भूमी पएसऽकीला य / दव्वेऽपत्तिगरहिया, अण्णेसि होइ भावे उ // 304 // 7/10 છાયા :- દ્રવ્ય માવે તથા શુદ્ધ ભૂમિ: પ્રવેશાર્જીલ્લા ચ | द्रव्ये अप्रीतिकरहिता अन्येषां भवति भावे तु // 10 // ગાથાર્થ :- દ્રવ્યથી શુદ્ધ અને ભાવથી શુદ્ધ એમ બે પ્રકારની શુદ્ધ ભૂમિ છે. સાધુ અને શ્રાવકોને વસવા લાયક ઉચિત સ્થાન હોય ત્યાં જિનમંદિર બંધાવવું જોઇએ તેમજ તે સ્થાનમાં હાડકાં, ખીલાં