________________ 152 श्री पञ्चाशक प्रकरण - 7 गुजराती भावानुवाद ગુણાનુરાગી જીવોનો શુભભાવ શાથી પ્રશંસનીય બને છે ? તે કહે છે : जो च्चिय सुहभावो खल, सव्वन्नमयम्मि होइ प રદ્ધા सो च्चिय जायइ बीयं, बोहीए तेणणाएण // 302 // 7/8 છાયા :- ય વ ગુમાવ: રઘનુ સર્વજ્ઞમતે ભવતિ પરિશુદ્ધઃ | स एव जायते बीजं बोधेः स्तेनज्ञातेन // 8 // ગાથાર્થ :- જિનશાસનની પ્રશંસાદિ કરવા સ્વરૂપ કર્મની લઘુતાના કારણે જે પરિશુદ્ધ શુભભાવ થાય છે તે પરિશુદ્ધ શુભભાવ જ સમ્યગ્દર્શનનું બીજ બને છે. આ વિષયમાં ચોરનું દૃષ્ટાંત છે. ટીકા :- ‘ગો ત્રિય'= જે નિચે ‘પરિક્કો'= કર્મમળનો હ્રાસ થવાથી અને જીવવીર્યનો ઉત્કર્ષ થવાથી પરિશુદ્ધ ‘સુદમાવ'= જૈનશાસનની પ્રશંસાદિ કરવા સ્વરૂપ શુભભાવ “વૃr= આ શબ્દ વાક્યાલંકાર માટે છે, “સબ્રન્નુમથA'= સર્વજ્ઞના શાસન સંબંધી ‘રો'= થાય છે "o વ્યય'= તે જ શુભભાવ ‘વોદી'= સમ્યગ્ દર્શન સ્વરૂપ બોધિના લાભનું ‘વિય'= કારણ, બીજ ‘તેv[IT'= ચોરના દૃષ્ટાંતથી ‘નાય'= થાય છે. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે : અહીં સમાન વયવાળા, મજબૂત સંઘયણવાળા અને પુરુષાર્થથી સાહસિક બનેલા બે ચોરો પહેલી જ વખત ચોરી કરવા ગયા ત્યાં જ તેવા પ્રકારની ભવિતવ્યતાના કારણે તેમજ તેઓના પાપકર્મના ઉદયથી રાજપુરુષોએ તેમને પકડી લીધા. તેમને પકડીને સાધુના ઉપાશ્રયની બાજુમાં થઈને નિગ્રહસ્થાને લઈ જતા હતા તેમાં એ બેમાંથી એક ચોરને સાધુની ક્રિયાને જોવાથી તેઓનું નિરાકુળપણું જાણીને મનમાં એવો વિચાર આવ્યો કે, “અહો ! આ સાધુઓને ધન્ય છે કે જેઓ હંમેશા ધર્મમાં જ રક્ત ચિત્તવાળા પોતાના કલ્યાણની જ પ્રવૃત્તિ કરી રહ્યાં છે જ્યારે અમારા જેવા તો ચોરીની પ્રવૃત્તિ કરનારા, સંક્લિષ્ટ મન વડે આલોકમાં પાપકાર્યના ફળના વિપાકને અનુભવતા, સુખને ભોગવતા નથી. ઉલ્ટે તેવા પ્રકારના લોકો વડે ઉપહાસ કરાતા, વિદ્વાન પુરુષોને માટે કરુણાના પાત્ર બનેલા, પોતાના દોષોના કારણે સંતાપ પામેલા દુ:ખને જ ભોગવીએ છીએ. તેથી આ સાધુઓનું જીવન સફળ છે, અમારું નહિ.” બીજા ચોરને આ સાધુઓને જોઇને તેવા પ્રકારની રુચિનો પરિણામ પ્રાપ્ત થયો નહિ. પરંતુ ભારેકર્મીપણાથી તેમજ જીવવીર્યનો ઉત્કર્ષ ન થવાથી માત્ર ઉદાસીનભાવ જ પ્રાપ્ત થયો, આમ તે બંનેના અધ્યવસાયનો ભેદ હોવાથી સાધુની પ્રશંસા કરનાર ચોરે બોધિની પ્રાપ્તિ કરાવે એવું કર્મ બાંધ્યું અને ઉદાસીનભાવ રાખનાર બીજા ચોરે બોધિની પ્રાપ્તિ કરાવે એવું કર્મ ન બાંધ્યું. હવે પરનિંદાનો ત્યાગ કરનારા આ બંને ચોરને અંત સમયે અતિક્લિષ્ટ પરિણામનો અભાવ હતો, વળી મૃદુસ્વભાવના કારણે મનુષ્યગતિ પ્રાયોગ્ય કર્મબંધ થયો. તેમજ કથંચિત્ ઉચ્ચગોત્રના વિપાકથી અને દાનાદિ શુભ કાર્યોથી બંધાયેલ પુણ્યકર્મના કારણે મનુષ્ય આયુષ્યનો બંધ થયો. જેથી કૌશામ્બી નગરીમાં ભોગસંપત્તિથી યુક્ત એવા જુદા જુદા બે શ્રેષ્ઠિકુળમાં બંનેનો જન્મ થયો. ત્યાં પૂર્વભવના અભ્યાસ અને સંસ્કારના કારણે તે બંને વચ્ચે પરસ્પર ખૂબજ મૈત્રીભાવ હતો. બાળપણમાં સાથે જ બાળક્રીડા કરતા હતા ત્યારથી માંડીને નિરંતર સાથે ને સાથે જ તેઓ રહેતા હતા. બંનેએ એકસરખી કળા અને શિલ્પનું ગ્રહણ કર્યું હતું. બંનેના લગ્ન પણ એક જ સમયે થયા હતા. બંનેને સમાન જ આરંભ-પરિગ્રહ હતો. બંને જણા સાથે બેસીને જ જમતા હતા, સાથે જ હરતા ફરતા હતા. દરેક કાર્યમાં દરેક સમયે બંનેની ચિત્તવૃત્તિ સ્વયમેવ જ એકસરખી રહેતી હતી. તેમની આકૃતિ અને વિચારોનું