________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 123 નથી તેનું પ્રત્યાખ્યાન કરવામાં આજ્ઞાની આરાધના આ રીતે છે કે આગમમાં પ્રત્યાખ્યય તરીકે સર્વ વસ્તુઓ ગણવામાં આવી છે. પ્રત્યાખ્યય એટલે જેનું પ્રત્યાખ્યાન કરવાનું છે તે પદાર્થ. હવે જો માત્ર સ્વાધીન પદાર્થનું જ પ્રત્યાખ્યાન કરવાનું હોત તો આગમમાં “સર્વ' શબ્દનો પ્રત્યાખ્યયના વિષય તરીકે પ્રયોગ કરવામાં ન આવત. એના બદલે એમ જણાવવામાં આવત કે સ્વાધીન વસ્તુનું જ પ્રત્યાખ્યાન કરવું, અસ્વાધીનનું ન કરવું, પરંતુ આગમમાં સામાન્યથી સર્વ પદાર્થની વિરતિનું વર્ણન આવે છે તેથી નક્કી થાય છે કે સ્વાધીન પદાર્થની જેમ અસ્વાધીન પદાર્થનું પણ પ્રત્યાખ્યાન કરી શકાય છે. કારણ કે આમાં પદાર્થની મુખ્યતા નથી પણ ભાવની શુદ્ધિની મુખ્યતા છે. 241 | પ/૪૭ આ જ વાતનું સમર્થન કરવા માટે કહે છે : न य एत्थं एगंतो, सगडाहरणादि एत्थ दिटुंतो। संतं पि णासइ लहं, होइ असंतं पि एमेव // 242 // 5/48 છાયા :- 1 2 મંત્ર ઇન્ત: શરદરાઃ મત્ર લૂછી નઃ | सदपि नश्यति लघु भवति असदपि एवमेव // 48 // ગાથાર્થ :- બાહ્ય વસ્તુમાં એવો એકાંત નથી કે તેનો આપણી પાસે હંમેશા સદૂભાવ જ રહેશે અથવા અભાવ જ રહેશે. કારણકે પાપના ઉદયથી કોઈક વખત વિદ્યમાન વસ્તુ પણ નષ્ટ થઈ જાય છે અને પુણ્યના ઉદયથી કોઈક વખત અવિદ્યમાન વસ્તુ પણ પ્રાપ્ત થઈ જાય છે. આ બાબતમાં ગાડાં વગેરેનું દૃષ્ટાંત છે. ટીકાર્થ :- ''= નથી ‘સ્થ'= વસ્તુની વિદ્યમાનતા અને અવિદ્યમાનતાની બાબતમાં ‘iાંતો'= એકાન્ત-અર્થાતુ વિદ્યમાન વસ્તુ હંમેશા આપણી પાસે રહેશે જ અને અત્યારે અવિદ્યમાન વસ્તુ ભવિષ્યમાં કદાપિ નહિ જ મળે એવું એકાન્ત નથી. “ડિદિરારિ'= ગાડાનું દૃષ્ટાન્ત આદિ ‘સ્થિ'= આ બાબતમાં ‘કિંતો'= દૃષ્ટાંત છે. ગાડાનું દૃષ્ટાંત :- એક વખત ગૃહસ્થો વડે વિવિધ પ્રકારના નિયમો ગ્રહણ કરાતા હતા. તેમાં જે વસ્તુનો પોતાને પ્રાપ્ત થવાનો સંભવ નથી એવી વસ્તુના નિયમો કરાતા જોઇને આવા નિયમો કરવા એ નિષ્ફળ છે, એનાથી ધર્મ ન થાય એમ વિચારીને એક બ્રાહ્મણે મશ્કરીમાં કહ્યું કે જો અસંભવિત વસ્તુનો નિયમ ગ્રહણ કરવાથી ધર્મ થતો હોય તો ‘ગાડું ભક્ષણ કરવું નહિ' એવો નિયમ તમારી જેમ મારે પણ હો. આમ મશ્કરીમાં તેણે નિયમ ગ્રહણ કર્યો. ત્યારબાદ ઘણાં વર્ષો વીતી ગયા. કોઈ એક વખત તે જંગલની મુસાફરી કરીને આવ્યો હતો, ઘણો જ ભૂખ્યો હતો ત્યારે કોઈ રાજપુત્રી મહાન પર્વના નિમિત્તે જમાડવાને માટે બ્રાહ્મણને શોધતી હતી, તેને આ બ્રાહ્મણ મળ્યો. તેણે બ્રાહ્મણના ભાણામાં ગાડાના આકારનું મિષ્ટાન્ન પીરસ્યું. તે જોઈને તેણે વિચાર્યું કે, “સર્વ વસ્તુનો સંભવ હોઈ શકે છે માટે સંભવિત તથા અસંભવિત એમ બધી જ વસ્તુનો નિયમ લઈ શકાય છે? આવું જે સાધુઓ વડે કહેવાયું છે તે સાચું છે. આ ગાડું મને ભોજન માટે પ્રાપ્ત થયું છે. પણ મારી પ્રતિજ્ઞાનો લોપ હું કેમ કરું ? એમ વિચારીને તેણે તેનું ભક્ષણ ન કર્યું અને રાજપુત્રીને પ્રતિબોધ કરવા માટે પોતાનો બધો વૃત્તાંત જણાવ્યો. સંક્ષેપથી આ ગાડાનું દૃષ્ટાંત કહેવાયું. આ જ વાતને સ્પષ્ટ કરે છે :- “સંત પિ'= પોતાના ઘર આદિ વસ્તુ પણ “ના'= ભાગ્ય ફરી જવાથી (પાપના ઉદયથી) નષ્ટ થઈ જાય છે. ‘મેવ'= એ જ પ્રમાણે