________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद આમ પ્રત્યાખ્યાન સફળ જ છે એમ બતાવે છેઃ विरईए संवेगा, तक्खयओ भोगविगमभावेण। सफलं सव्वत्थ इमं, भवविरहं इच्छमाणस्स // 244 // 5/50 છાયા :- વિરઃ સંવેTI[ તક્ષિતઃ મોપવામાન | सफलं सर्वत्रेदं भवविरहं इच्छतः // 244 // ગાથાર્થ :- સંસારના વિરહને ઈચ્છનારા એવા પ્રત્યાખ્યાન કરનારા સાધુ અથવા શ્રાવકને મોક્ષના અભિલાષથી જાગેલા (વિરતિક) તે તે વસ્તુનો ત્યાગ કરવાના પરિણામથી પૂર્વે બાંધેલા મિથ્યાસંસજ્જિત કર્મનો ક્ષય થવાથી તેનો જે ભોગફળ આપવાનો સ્વભાવ છે તે નષ્ટ થઈ જાય છે. આથી દ્રવ્ય-ક્ષેત્રકાલ આદિ સંબંધી અભિગ્રહો તેમજ વિદ્યમાન કે અવિદ્યમાન વસ્તુના અભિગ્રહો સફલ જ છે. અર્થાત્ વિરતિને બાધક કર્મનો ક્ષયોપશમ થઈ જાય છે તેથી પ્રત્યાખ્યાન વડે ત્યાગ કરેલી વસ્તુને ભોગવવાનો પ્રસંગ તેને હવે નહિ આવે. ટીકાર્થ :- ‘વિરતી'= વિરતિ હોતે છતે અથવા વિરતિથી (વિરતિ= ત્યાગનો પરિણામ) “સંવેT'= સંવેગના અચિંત્ય સામર્થ્યથી (સંવેગ= મોક્ષનો અભિલાષ)- સંવેગપૂર્વક તે પ્રત્યાખ્યાન કરાય છે તેથી ‘તયો '= તે મિથ્યાસંસજ્જિતકર્મનો ક્ષય-ક્ષયોપશમ થવાથી “મો વિમાન'= પૂર્વે બાંધેલા મિથ્યાકર્મના ઉદયથી પ્રાપ્ત થતા ભોગફળનો ક્ષય થવાથી અર્થાતુ હવે તે કર્મ ફળ નથી આપતું. “વત્થ'= દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ સર્વ પ્રકારમાં ‘મવવિદં= સંસારના વિયોગને ‘રૂચ્છમાસ્મિ'= ઈચ્છનાર સાધુ અથવા શ્રાવકને ‘રૂમ'= આ પ્રત્યાખ્યાન “સત્ન'= વિદ્યમાન ફળવાળું એટલે કે સફળ થાય છે. એ 244 / /10 | પાંચમું પ્રત્યાખ્યાનવિધિ નામનું પંચાશક પૂર્ણ થયું છે