________________ श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद 129 જિનાજ્ઞાવિપરીત હોવા છતાં જિનભવનાદિ અનુષ્ઠાનને જો દ્રવ્યસ્તવ, માનવામાં આવે તો જીવહિંસાદિ અનુષ્ઠાનને પણ દ્રવ્યસ્તવ માનવાનો વાદીને અતિવ્યાપ્તિ દોષ લાગશે એમ છટ્ટી ગાથામાં ગ્રંથકાર મહર્ષિએ જે દોષ આપ્યો તેનું નિવારણ કરવા માટે વાદી પ્રત્યુત્તર આપે છે કે जं वीयरागगामी, अहतं णणु गरहितं पिहु स एवं / सिय उचियमेव जं तं आणाआराहणा एवं // 251 // 6/7 છાયા :- ય વીતરસમી કથ તત્ નનુ દંતમપિ વૃત્વ સ વમ્ | स्याद् उचितमेव यत्तत् आज्ञाराधना एवम् // 7 // ગાથાર્થ - જિનાજ્ઞાવિપરીત પણ જે વીતરાગપરમાત્મા સંબંધી હોય તે જ માત્ર દ્રવ્યસ્તવ ગણાશે, બીજા નહિ. આમ માનવાથી હવે જીવહિંસાદિમાં અતિવ્યાપ્તિ નહિ જાય, કારણકે તે વીતરાગસંબંધી નથી. ગ્રંથકારમહર્ષિ - ‘વીતરાગ સંબંધી’ એટલું વિશેષણ ઉમેરવાથી ભલે જીવહિંસાદિમાં અતિવ્યાપ્તિ નહિ જાય પરંતુ જિનનિંદા કરવાના અનુષ્ઠાનને તો દ્રવ્યસ્તવ કહેવાની આપત્તિ જરૂર આવશે. કારણકે તે જિનાજ્ઞાવિપરીત હોવા સાથે વીતરાગપરમાત્માસંબંધી છે. વાદી - જે જિનાજ્ઞાવિપરીત હોય, વીતરાગસંબંધી હોય અને ઉચિત હોય તે જ દ્રવ્યસ્તવ બનશે. આમ ઉચિત’ વિશેષણને ઉમેરવાથી હવે જિનનિંદામાં અતિવ્યાપ્તિ નહિ જાય. કારણ કે તે ઉચિત નથી. ગ્રંથકાર મહર્ષિ- જિનાજ્ઞાવિપરીત અને ઉચિત આ બંને પરસ્પર વિરોધી છે. જે ઉચિત હોય તે કદાપિ જિનાજ્ઞાવિપરીત હોય જ નહિ અને જે જિનાજ્ઞાવિપરીત હોય તે કદાપિ ઉચિત હોય જ નહિ. જે ઉચિત હોય તે જિનાજ્ઞાના આરાધનસ્વરૂપ જ હોય, આથી સિદ્ધ થાય છે કે જે જિનભવનાદિ અનુષ્ઠાન જિનાજ્ઞાની આરાધનારૂપે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવે છે તે જ દ્રવ્યસ્તવ કહેવાય. જે જિનાજ્ઞાથી વિપરીતપણે આલોકાદિની આશંસાથી જિનભવનાદિ અનુષ્ઠાન કરવામાં આવે છે તે દ્રવ્યસ્તવ કહેવાય નહિ. ટીકાર્ય :- “વીયરી //મી'= જે વીતરાગસંબંધી અનુષ્ઠાન હોય તે જ ‘મદ તં'= જીવહિંસાદિ અનુષ્ઠાનની મધ્યમાંથી દ્રવ્યસ્તવ બને છે આમ સંબંધ જોડવાનો છે. “નાનરદિયં પિ'= એમ માનવાથી નિંદ્ય એવા જિનનિંદાદિ અનુષ્ઠાન પણ ‘સ ઇવ'= દ્રવ્યસ્તવ બનવાની આપત્તિ આવશે. ‘સિય'= કદાચ વાદી આમ કહે તો એમ આશંકા કરે છે. "='= જે અનુષ્ઠાન “વયમેવ'= જિનપૂજાદિ ઉચિત જ હોય ‘ત'= તે જ દ્રવ્યસ્તવ બનશે. ‘માWITRUT'= આજ્ઞાની આરાધના જ “વિં'= ઉચિત હોવાથી દ્રવ્યસ્તવ બનશે અને તે અમને ઈષ્ટ જ છે. જે ર૧ | 6/7 પૂર્વે જણાવેલી વાતની સ્પષ્ટતા કરે છે : उचियं खलु कायव्वं, सव्वत्थ सया नरेण बुद्धिमता। इइ फलसिद्धि णियमा, एस च्चिय होइ आण त्ति // 252 // 6/8 છાયા - વતં શર્તવ્ય સર્વત્ર એવા નરેT વૃદ્ધિમતા | इति फलसिद्धीः नियमादेषैव भवति आज्ञे ति // 8 // ગાથાર્થ :- બુદ્ધિમાન પુરુષે સર્વ પ્રવૃત્તિમાં સદા ઉચિત જ કરવું જોઈએ. ઉચિત કરવાથી અવશ્ય કાર્યની સિદ્ધિ થાય છે. ઉચિત કરવું એ જ ભગવાનની આજ્ઞા છે.