________________ 144 श्री पञ्चाशक प्रकरण - 6 गुजराती भावानुवाद ગૌણ છે આથી સ્વયં કરવારૂપ દ્રવ્યસ્તવનો તેમને નિષેધ છે મુખત્તિ= સાધુઓ હોય છે. અર્થાત્ સાધુઓને ભાવની મુખ્યતા છે. સાધુઓને શાસ્ત્રવિહિત ભાવસ્તવ જ મુખ્ય છે. અને એ ભાવસ્તવને વિરોધ ન આવે એવો સર્વજ્ઞની આજ્ઞાનુસારે યથાવિષય એવો દ્રવ્યસ્તવ પણ શાસ્ત્રસંમત છે. જો શાસ્ત્રસંમત દ્રવ્યસ્તવ તે ન કરે તો સર્વજ્ઞ પ્રત્યેનું બહુમાન જળવાય નહિ. સમ્યગૃષ્ટિ જીવ સર્વજ્ઞનું એક વચન માન્ય કરે અને બીજું વચન માન્ય ન કરે એવો વિભાગ કરવો ઈષ્ટ નથી. જો તે એવો વિભાગ કરે તો તેનામાં સમ્યગુદર્શન રહેતું નથી. . 284 | 6/40 एएहितो अण्णे, जे धम्महिगारिणो उतेसिं तु / सक्खं चिय विण्णेओ, भावंगतया जतो भणितं // 285 // 6/41 છાયા :- પરેગોડજો રે થfધારિVI: તુ તેષાં તુ | साक्षादेव विज्ञेयो भावाङ्गतया यतो भणितम् // 41 // ગાથાર્થ :- સાધુઓ સિવાય બીજા શ્રાવકો જે ધર્મના અધિકારી છે તેમને ભાવતવનું કારણ હોવાથી દ્રવ્યસ્તવ સાક્ષાત્, કારણરૂપે પણ કરવાનો હોય છે એમ જાણવું. કારણકે (નીચે પ્રમાણે) કહ્યું છે કે : ટીકાર્થ :- ‘હિંતો'= સંપૂર્ણ સંયમના પાળનાર મુનિઓ સિવાય “સપને'= બીજા શ્રાવકો “વે'= જેઓ ‘ધર્મદિરારિ'= ધર્મના - દ્રવ્યસ્તવના અધિકારી છે. ‘તેહિં તુ'= તેઓને તો ‘માવંતિ'= કુશળ પરિણામનો હેતુ હોવાથી તે ભાવસ્તવનું કારણ છે તેથી ‘સવરd વિય'= સ્વયં કરણરૂપે દ્રવ્યસ્તવ 'favoro'= જાણવો. “નમો ભગત'= કારણકે કહ્યું છે કે :- | 286 / 6/42 શું કહ્યું છે તે કહે છે - अकसिणपवत्तगाणं, विरयाविरयाण एस खलु जुत्तो। संसारपयणुकरणे, दव्वत्थएँ कूवदिटुंतो // 286 // 6/42 છાયા :- અછૂત્રપ્રવર્તાનાં વિરતાવિરતાનામ: ઘનું યુવત: . संसारप्रतनुकरणे द्रव्यस्तवे कूपदृष्टान्तः // 42 // ગાથાર્થ :- જેઓ સંપૂર્ણ સંયમ પાળતા નથી એવા દેશવિરતિધર શ્રાવકોને માટે સંસાર ઘટાડનાર દ્રવ્યસ્તવ કરવા યોગ્ય જ છે. આ વિષે કૂપનું દૃષ્ટાંત છે. ટીકાર્થ :- ‘મસિUાપવ7 ||ળ'= જેઓ સંપૂર્ણ સંયમ નથી પાળતા તે વિરયાવિયા'= દેશવિરતિઘર શ્રાવકોને માટે ''= આ દ્રવ્યસ્તવ ‘નુત્તો'= યોગ્ય જ છે. “સંસારંપથપુરપ'= પ્રાકૃતમાં સમાસની અંદર શબ્દોના પૂર્વનિપાતનો નિયમ નથી અર્થાત્ ગમે તે શબ્દને પૂર્વમાં મૂકી શકાય છે. દ્રવ્યસ્તવ સંસારને ઘટાડે છે, તેથી સંસારને અલ્પ કરનાર છે એમ કહ્યું છે. “વ્યસ્થ0'= દ્રવ્યસ્તવમાં ‘જૂર્વવિદંતી'= કૂપનું દૃષ્ટાંત કહ્યું છે. જેમ કુવો ખોદતી વખતે તે ખોદનાર પુરુષને થાક લાગે છે, તરસ લાગે છે અને શરીર તથા કપડા મેલા થાય છે પરંતુ તેમાંથી નીકળેલા પાણી વડે સ્નાન આદિ કરવાથી એ થાક, મેલ અને તરસ દૂર થઈ જાય છે તેમ જ વળી ત્યારપછી હંમેશ માટે તે પુરુષના તેમજ બીજા પણ પુરુષોના થાક, મેલ અને તરસ તેના પાણીના સ્નાન-પાન અને અવગાહના આદિથી દૂર થાય છે. અને ઇચ્છિત કાર્યની સિદ્ધિ થાય છે.