________________ 121 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद “જે સાધુ ઉચિત યોગને કરે છે એટલું કહેવામાં વાક્ય અધૂરું રહે છે તેથી ‘તસ્ય' શબ્દ અહીં અધ્યાહાર સમજવાનો છે. આથી તે સાધુને આ અનુબંધ અને ભાવની વિધિ છે” એમ વાક્યર્થ ફલિત થાય છે. પરમાર્થથી ભોજન કર્યા બાદ જે પોતાની-ગુરુ-ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર-ગીતાર્થ-સાધુ-શ્રાવક આદિ ભૂમિકાને યોગ્ય સ્વાધ્યાય આદિ પ્રવૃત્તિ કરે છે તેને જ પ્રત્યાખ્યાનનું સતત અનુપાલન થાય છે. અન્યથા તેની ભોજનની પ્રવૃત્તિ નિરર્થક થવાની આપત્તિ આવે છે. ધર્મના અર્થી જીવો સ્વાધ્યાયાદિ સંયમના યોગો સારી રીતે કરી શકાય એમ વિશિષ્ટ ગુણનો લાભ થાય એ માટે જ ભોજન કરે છે. જો ભોજન કર્યા પછી પણ સ્વાધ્યાયાદિ ન કરવામાં આવે તો ભોજન એ અભોજન જ છે, અર્થાત્ ભોજન કરવાનું કાંઈ ફળ ન મળવાથી ભોજન કરવામાં નિષ્ફળ ગયું. માટે અનુબંધને ઇચ્છનાર સાધુએ ભોજન કર્યા બાદ અવશ્ય ઉચિત યોગ આચરવો જ જોઇએ. અનુબંધનું સ્વરૂપ દર્શાવવા દ્વારા અહીં પ્રત્યાખ્યાનનું ભાવવિધિ સમાયુક્તત્વમ્ પણ જણાવાઇ ગયું છે એમ જાણવું. કારણ કે ભાવપૂર્વકનું હોય તો જ પ્રત્યાખ્યાન ત્રિવિધ પ્રકારે પાળેલું થાય છે. માટે પ્રત્યાખ્યાનના નિરૂપણમાં સર્વત્ર ઉપલક્ષણથી ભાવપૂર્વકનું એ હોવું જોઇએ એમ અન્તર્ગત જણાવાય છે. | 238 1/44 પરષની ભૂમિકાની અપેક્ષાએ અને દેશકાળના ઔચિત્યની અપેક્ષાએ કદાચ ભોજન કર્યા બાદ સ્વાધ્યાયાદિના બદલે બીજો વ્યાપાર યોગ્ય હોય તો તે પ્રવૃત્તિ કરવી એ પણ નિર્જરાનું જ કારણ છે એમ બતાવતા કહે છે : गुरुआएसेणं वा, जोगंतरगं पि तदधिगं तमिह / गुरुआणाभंगम्मि, सव्वेऽणत्था जओ भणितं // 239 // 5/45 છાયા :- ગુર્વાશન વા યોત્તર વપિ તfધવ તવદ | गुर्वाज्ञाभङ्गे च सर्वे अनर्था यतो भणितम् // 45 // ગાથાર્થ :- અથવા જે સાધુ ગુરુની આજ્ઞાથી પોતાની ભૂમિકાને અનુરૂપ વ્યાપાર સિવાયના બીજા વ્યાપાર કરે છે તેને પણ પ્રત્યાખ્યાનનો અનુબંધભાવ થાય છે. કારણકે તે સમયે તે યોગની પ્રધાનતા-આવશ્યકતા અધિક હોય છે. ગુરુની આજ્ઞાના ભંગમાં સર્વ અનર્થો રહેલા છે. આથી જ શાસ્ત્રમાં નીચે મુજબ કહ્યું છે. ટીકાર્થ :- “ગુમાસેvi વા'= બધા જ રત્નાધિકો પૂજય હોવાથી ગુરુ છે અને મુખ્યસ્થાને છે. તેમની આજ્ઞાથી ‘ગોપાંતર પિ'= પોતાની ભૂમિકાને અનુરૂપ સ્વાધ્યાયાદિ વ્યાપાર સિવાયનો બીજો વસ્ત્રપાત્રપરિકર્મરૂપ વ્યાપાર જે સ્વાધ્યાયાદિની વૃદ્ધિનું કારણ છે તેને કરે છે એમ પૂર્વની ગાથા સાથે સંબંધ છે. “તથ'= તે સમયે સ્વાધ્યાયાદિ કરતાં વધારે મુખ્ય-આવશ્યક ‘તમ'= તે વ્યાપાર છેમાટે ગુરુની આજ્ઞાથી બીજો વ્યાપાર પણ તે સાધુ કરે જ છે. તે બીજો વ્યાપાર પણ કર્મની નિર્જરાનું કારણ હોવાથી એના વડે પણ સ્વાધ્યાયાદિની જેમ પ્રત્યાખ્યાનની અનુબંધશુદ્ધિ થાય જ છે. હંમેશા ગુરુની આજ્ઞાનું પાલન એ જ સર્વત્ર કર્મની નિર્જરાનું કારણ છે. કારણ કે ‘ગુરુઝાઈITમંAિ '= ગુરુની આજ્ઞાના ભંગમાં ‘સળે'= બધા જ ‘મWિા '= અનર્થો સંભવે છે એમ જાણવું. ‘નમો'= કારણકે માતંત્ર અન્યત્ર શાસ્ત્રમાં કહ્યું છે કે- | 23 | 9/46.