________________ 116 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ગાથાર્થ :- ધર્મમાં રક્ત એવા મુનિઓ ગુરુવિનય આદિ તથા નમસ્કાર મહામંત્ર વગેરેનો પાઠ કરવા સ્વરૂપ ઉચિત કુશળ વ્યાપારને ભોજન અવસરે નિયમ કરીને, “મારા વડે પહેલા પોરિસી આદિ આ પ્રત્યાખ્યાન કરાયું છે, એમ વિશેષથી યાદ કરીને તથા ગુરુભગવંતની અનુજ્ઞા લઈને વિધિપૂર્વક ભોજન કરે છે.' ટીકાર્થ :- "'= યોગ્ય “શનનો '= કુશળ વ્યાપારને ‘alઝન'= કરીને ‘તવાયર'= ભોજનના અવસર સંબંધી ‘નિયમ'= નિયમન ‘ગુરુપત્તિપમુ= ગુરુભગવંતનો વિનય આદિ મંત્રિપાઠાડ્યું વેવ'= નમસ્કાર મહામંત્રનો પાઠ, આદિ શબ્દથી ધમ્મો મંગલમુક્કિä' એ દશવૈકાલિક સૂત્ર આદિ પ્રશસ્ત શાસ્ત્રનો પાઠ કરવાનું ગ્રહણ થાય છે. તે સમયે અન્ય શાસ્ત્રનો પાઠ કરવો એ અનુચિત છે કારણકે નિમિત્તશાસ્ત્રોમાં તેનો નિષેધ કરાયો છે.જે આલોક અને પરલોક એમ ઉભયલોકમાં હિતકારી હોય એ જ પ્રશંસનીય છે, ગીતાર્થ મહાપુરુષની આચરણારૂપ આ પ્રવૃત્તિનું ખંડન કરવું નહિ. તેનું ખંડન કરવામાં અનુષ્ઠાનના ખંડનનો અને મહાપુરુષોની મહાન આશાતના કરવાનો એમ બે દોષનો સંભવ છે, સર્વપ્રકારે ઉચિતને જાણનારા એવા સંવિગ્ન ગીતાર્થ મહાપુરુષો જ દરેક બાબતમાં પ્રમાણભૂત કરવા યોગ્ય છે. તેમનું બહુમાન કરવાથી ખરી રીતે તો ભગવાનનું જ બહુમાન થાય છે. કારણકે ભગવાનની આજ્ઞા છે કે “જે ગુરુને માને છે તે જ મને માને છે - ગુરુભગવંતના વચનને નહિ માનનારને દોષ લાગે છે. એમ શાસ્ત્રમાં પ્રતિપાદન કરાયું છે. ચન્દ્રકવેધ્યપ્રકીર્ણકની ચિરંતનવાચનામાં કીધું છે કે : છä અટ્ટમ- ચાર ઉપવાસ- પાંચ ઉપવાસ આદિ તપશ્ચર્યામાં જે પરાક્રમ કરે છે પણ ગુરુની આજ્ઞા માનતો નથી તે સાધુ અનંતસંસારી થાય છે. / 1 //. (‘ચન્દ્રવંધ્ય’ ગા.૩૫) સંસાર મહાસમુદ્રથી પાર પામેલા, સૂર્ય અને ચંદ્ર સમાન આચાર્યોના પગમાં જે નિત્ય પડે છે તે મુનિઓ ધન્ય છે.’ || 2 ||. આચાર્યભગવંત ઉપરના ભક્તિરાગથી આલોકમાં કીર્તિ પ્રાપ્ત થાય છે, પરલોકમાં વિશિષ્ટ પ્રકારની દેવગતિ મળે છે. અને ધર્મમાં ઉત્તમ પ્રકારના બોધિની પ્રાપ્તિ થાય છે.’ || 3 || ‘દિવ્ય અવધિજ્ઞાન વડે જાણીને દેવલોકમાં દેવો પણ આચાર્ય ભગવંતોનું સ્મરણ કરતી વખતે આસન અને શયનને છોડીને ઊભા થાય છે.’ || 4 | દેવલોકમાં અપ્સરાના સમૂહની મધ્યમાં રહેલા દેવો પણ નિર્ગસ્થ પ્રવચનને વારંવાર યાદ કરતાં આચાર્યભગવંતને વંદન કરવા માટે આવે છે. || 5 || (ચન્દ્રવેધ્ય, ગા.૩૧-૩૪ ) આથી સંવિગ્ન ગીતાર્થ ભગવંતની આચરણાને પ્રમાણભૂત ગણીને તે આચરવી જોઇએ. // 231 / 5/37 ‘પછી '= ભોજનની પૂર્વના કાળમાં ‘મા'= મારા વડે ‘પáQાથે રૂમ'= નવકારશી-પોરિસી આદિ આ પ્રત્યાખ્યાન કરાયું છે ‘વિલેસે'= વિશેષથી ‘સરિઝન'= સ્મરણ કરીને ‘તદ= તથા “હિસાવિUT'= “આપ મને અનુજ્ઞા આપો! હું પ્રત્યાખ્યાન પારું ?" એમ ગુરુભગવંતની અનુજ્ઞા લઈને ‘વિહિપI'= આ હમણાં કહેવામાં આવેલી વિધિ વડે અથવા શાસ્ત્રમાં કહેલી ભોજન કરતી વખતની વિધિ વડે ‘થમર'= ધર્મમાં આસક્ત ચિત્તવૃત્તિવાળા મુનિઓ ‘મુંગંતિ'= ભોજન કરે છે. ભોજન કરતાં પહેલા “મેં' આ પ્રત્યાખ્યાન કર્યું છે’ આમ સ્મરણ કરવું તે પ્રત્યાખ્યાનની છ શુદ્ધિમાંની પાંચમી કીર્તિ નામની શુદ્ધિ છે. | 232 / 5/38