________________ 114 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद માત્ર પાણીનો જ ઉપભોગ કરવામાં ‘સેવ્યા'IT'= અશનાદિ ત્રણ આહારનો ત્યાગ થતો હોવાથી તો'= તે અપ્રમાદ ‘દિ'= અધિક થાય છે. સર્વવિરતિ સામાયિકનું ગ્રહણ કરતી વખતે આહારનો ત્યાગ કરવામાં આવ્યો નથી. તેથી હવે તે આહારના પ્રત્યાખ્યાન કરે તો અપ્રમાદમાં વૃદ્ધિ જ થવાની છે, શાસ્ત્રમાં સાધુને તિવિહારનું પ્રત્યાખ્યાન પણ કહેલું છે તેથી તદનુસાર સાધુ તિવિહારનું પ્રત્યાખ્યાન કરે તો દોષ નથી. કારણ કે શાસ્ત્રકાર એ સર્વ જીવો ઉપર અનુગ્રહ કરનાર હોવાથી દોષ લાગે એવી પ્રવૃત્તિનો ઉપદેશ આપે જ નહિ. સમર્થ સાધુ જો સ્વયં ચોવિહારનું પ્રત્યાખ્યાન કરે તો તેનો નિષેધ કરવામાં આવતો નથી, તે કરી શકે છે. બાકી “સાધુએ ચોવિહારનું પ્રત્યાખ્યાન જ કરવું જોઇએ” એવી પ્રરૂપણા કરવી એ ન્યાયસંગત નથી. આ વિષયમાં ગીતાર્થ વિદ્વાન મહાપુરુષોની આચરણા પ્રમાણભૂત છે. તેઓ ભૂમિકાને અનુસારે યથાશક્તિ માર્ગાનુસારી પ્રવૃત્તિ કરે કરાવે તો શાસ્ત્રના આરાધક જ છે, વિરાધક નથી. 228 1/34 ફરી પણ વાદી કહે છે : एवं कहंचि कज्जे, दुविहस्स वितं ण होति तिमिणं। સવં નો પાવર, પાપ ન મUUHપમિા | 221 . 5/35 છાયા :- અર્વ થશ્ચત #ાર્થે વિસ્થાપિ તન્ન મવત રિન્યમિદમ્ सत्यं यतेः नवरं प्रायेण न अन्यपरिभोगः // 35 // ગાથાર્થ :- આ પ્રમાણે અપ્રમાદની વૃદ્ધિ કરનાર હોવાથી સાધુને જો તિવિહારનું પ્રત્યાખ્યાન હોઈ શકે તો કોઈ કારણે માંદગી આદિ કાર્યમાં તેને શું દુવિહારનું પ્રત્યાખ્યાન કરવું ન કલ્પે ? આ વિચારવું. આચાર્ય ભગવંત ઉત્તર આપતા કહે છે કે તમારી વાત સત્ય છે. પરંતુ સાધુને પ્રાયઃ અશન-પાન સિવાય બીજા આહાર (ખાદિમ-સ્વાદિમ)નો ભોગ હોતો નથી. ટીકાર્થ :- "a'= આ પ્રમાણે અપ્રમાદની વૃદ્ધિ કરનાર હોવાથી જો સાધુને આહારના પ્રત્યાખ્યાનમાં તિવિહારનું પ્રત્યાખ્યાન સ્વીકારવામાં આવે તો ‘સૂત્ર'= દેશકાળ રોગ આદિની અપેક્ષાએ કોઈ કારણે ‘ને'= માંદગી આદિ અવસ્થામાં ‘વિર્સ વિ'= દુવિહારનું પણ, જેમાં અશન અને ખાદિમનો ત્યાગ કરવામાં આવે છે અને પાણી તથા સ્વાદિમનો ઉપભોગ કરવામાં આવે છે. ‘ત'= તે પ્રત્યાખ્યાન ન રોતિ'= શું ન હોય ?- હોય જ છે, એમ વાદીનો અભિપ્રાય છે. “શ્ચિત્તમિ'= આ વિચારવું. આચાર્ય કહે છે- “સā'= તમારી વાત સત્ય છે. “ગતિ'= સાધુને માંદગી આદિ કારણે જ દુવિહારનું પ્રત્યાખ્યાન કહ્યું છે ‘પાવર'= ફક્ત “પાણUT'= ઘણું કરીને પ્રાય: ‘મUUામો '= સ્વાદિમનો ઉપભોગ સાધુને "'= હોતો નથી. સાધુ સંસારથી વિરક્ત હોવાથી પુષ્ટ આલંબન સિવાય સ્વાદિમના ઉપભોગની પ્રવૃત્તિ કરતો જ નથી. સંસારથી વિરાગી બનેલાને જ સાધુધર્મ સ્વીકારવાનો અધિકાર છે. ભવાભિનંદી જીવ સર્વવિરતિ ગ્રહણ કરવા માટે અધિકારી નથી. જે મધ્યસ્થ (રાગ-દ્વેષ રહિત) હોય, બુદ્ધિમાન હોય અને આત્મકલ્યાણનો અર્થી હોય તેને જ શાસ્ત્રમાં સર્વવિરતિ સ્વીકારવાનો અધિકારી કીધો છે આવો વિદ્વાનોનો પ્રવાદ છે. 226 / 1/36