________________ 118 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद સહાય કરવા યોગ્ય ગ્લાન-બાળ-વૃદ્ધ સાધુઓને ‘મસUTI'= અશનાદિ ચાર પ્રકારનો આહાર ‘સેન્ના'= લાવી આપે. શક્તિ હોવા છતાં જો એ શક્તિનો ઉપયોગ એને અનુરૂપ પ્રવૃત્તિ કરવા દ્વારા કરવામાં ન આવે તો એ શક્તિ નિષ્ફળ જાય છે. આથી આચાર્ય આદિની વેયાવચ્ચમાં સાધુ વીર્યાચારનું પાલન અવશ્ય કરે જ, તેથી પોતાને ઉપવાસાદિનું પ્રત્યાખ્યાન હોવા છતાં અશનાદિ વહોરી લાવીને તેમની ભક્તિ કરે. | 234 5 6/40 હવે દાનના ઉપદેશવિધિને કહે છે : संविग्गअन्नसंभोइयाण देसेज्ज सड्ढगकुलाणि। अतरंतो वा संभोइयाण जह वा समाहीए // 235 // 5/41 છાયા :- વિનાચસાક્ષાનાં શત્ શ્રીદ્ધિનાનિ | अशक्नुवन् वा साम्भोगिकानां यथा वा समाधिना // 41 // ગાથાર્થ :- સંવિગ્ન અન્યસાંભોગિક (ભિન્ન સામાચારીવાળા)ને શ્રાવકના ઘરો બતાવે. અથવા પોતે અસમર્થ હોય તો સાંભોગિક (એક સામાચારીવાળા)ને પણ શ્રાવકના ઘરો બતાવે. અથવા પોતાને અને બીજા સાધુઓને જે રીતે સમાધિ ઉપજે એ રીતે આહાર લાવી આપે અથવા શ્રાવકના ઘર બતાવે. ટીકાર્થ :- “સંવિમા'= મોક્ષના અભિલાષી સંસારથી ભીરૂ અને જ્ઞાનાદિથી સંપન્ન એવા સંવિગ્ન ‘મન્નસંબોફયા'= જેમની વાચના, આચાર અને ક્રિયાસ્થાનો ભિન્ન છે એ ભિન્ન સામાચારીવાળા સાધુને સદ્ગાત્રાળ'= દાનવીર શ્રાવકના કુળોને “સેન્ન'= બતાવે ‘સતરંત વા'= અથવા પોતે અસમર્થ હોય તો “સંમોહ્યા'= એક સામાચારીવાળા સાધુઓને પણ શ્રાવકના ઘર બતાવે. આમ તો એક સામાચારીવાળાની સાથે માંડલીમાં ગોચરી કરી શકાય છે તેમને પરસ્પર એકબીજાની લાવેલી ગોચરી ખપે છે. પણ જો પોતે ગોચરી લાવવા માટે સમર્થ ન હોય તો તેમને લાવીને ન આપે પણ તેમને શ્રાવકના ઘર બતાવી દે. ભિન્ન સામાચારીવાળાની સાથે માંડલીમાં ગોચરી કરવાની નથી હોતી કારણકે તેમના ભિન્ન આચારો જોઇને નૂતનદીક્ષિત સાધુને મતિવિભ્રમ થાય કે સાધુપણું સરખુ હોવા છતાં પરસ્પરના આચારમાં ભેદ કેમ છે ? માટે તેમની સાથે પરસ્પર ગોચરી લાવી આપવાનો વ્યવહાર હોતો નથી. તેમને માત્ર શ્રાવકના ઘર બતાવવાના હોય છે. ‘ન વા'= ‘વી' શબ્દ વિકલ્પસૂચક છે. અથવા જે રીતે “સમાહી'= પોતાની સમાધિ રહે, પ્રાકૃત હોવાથી “સમદ્દિી'= શબ્દનો સ્ત્રીલિંગમાં નિર્દેશ કર્યો છે. પોતાને અથવા બીજા સાધુઓને જે રીતે સમાધિ રહે એ રીતે કરે. ગોચરી લાવી આપે અથવા તેમને શ્રાવકના ઘર બતાવે. આહારના પ્રત્યાખ્યાનવાળો સાધુ બીજા સાધુઓને આ રીતે ઉપદેશ કરી શકે છે, અર્થાત્ શ્રાવકના ઘર બતાવી શકે છે. જે 23 મે 1/4 આ પ્રમાણે ભાવસાધુને આશ્રયીને આહારના પ્રત્યાખ્યાનની સ્વયં પાલના કહેવાઈ. પ્રત્યાખ્યાનવાળો સાધુ બીજા સાધુઓને અશનાદિનું દાન અને ઉપદેશ કરી શકે છે.હવે શ્રાવકને આશ્રયીને વિધિ કહે છે :