________________ 104 श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद ટીકાર્થ :- ‘તં વ7'= તે સામાયિક ‘નિરંfમસં'= આશંસાથી રહિત છે, અને ‘સમયU'= સમભાવ વડે “સબૂમાવવિશ્વયં તુ'= સર્વ પદાર્થના વિષયવાળું છે. વાદી પ્રશ્ન કરે છે કે- જો સામાયિક એ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવના વિષયવાળું છે અર્થાત્ જો એ સર્વકાળ માટે છે તો પછી તેમાં જીવનપર્યત એમ કાળની અવધિ શા માટે કરવામાં આવે છે ? આ પ્રશ્નનું સમાધાન આપતા કહે છે કે- ‘નામિ વિ'= જીવનપર્યત એ કાળની અવધિ પણ પરં= માત્ર મંમિય= પ્રતિજ્ઞાના ભંગના ભયથી જ કરવામાં આવે છે ‘નાવદિત્તે '= મર્યાદાના હેતુથી કરવામાં આવતી નથી. સામાયિક પ્રત્યાખ્યાનમાં “જીવનપર્યત’ની અવધિ કરવાનું તાત્પર્ય સમજાવે છે :- સામાયિકના પ્રત્યાખ્યાનવાળાને મૃત્યુ પછી સર્વ સાવઘયોગની નિવૃત્તિ અનિષ્ટ છે તેથી “માત્ર આ જીવન પૂરતી જ મારે સર્વ સાવદ્યયોગની નિવૃત્તિ હો. મૃત્યુ પછી હું સર્વ ભોગ આદિને સેવીશ. આવી આશંસાથી તે પ્રત્યાખ્યાનમાં ‘જીવનપર્યત’ની અવધિ કરતો નથી, પણ “મૃત્યુ પછી મારા પ્રત્યાખ્યાનનો ભંગ ન થાય” એવા આશયથી તે જીવનપર્યંતની અવધિ કરે છે. કારણ કે મૃત્યુ પછી દેવ આદિ ગતિમાં ગયા પછી ત્યાં ભવસ્વભાવથી જ વિરતિનો સંભવ નથી તેમજ આત્માનું સ્વાધીનપણું નથી. જ્યાં સુધી આત્માનું સ્વાધીનપણું છે ત્યાં સુધીની જ પ્રતિજ્ઞા કરવી યોગ્ય છે. મૃત્યુ પછી કર્મની પરાધીનતા હોવાના કારણે પ્રત્યાખ્યાન પાળી શકાશે કે કેમ ? એ સંદેહ હોવાથી પંડિતોને એવી પ્રતિજ્ઞા કરવી યોગ્ય નથી. આ જીવનપર્યત તો પોતે સ્વતંત્ર હોવાથી પ્રતિજ્ઞાના ભંગનો સંભવ ન હોવાથી પ્રતિજ્ઞા કરવામાં દોષ નથી. તેનો અધ્યવસાય એવો છે કે “જીવનપર્યત તો મારે આ પ્રતિજ્ઞા પાળવી જ છે.' ત્યારબાદ કર્મની પરાધીનતાથી જો કદાચ સાવદ્યયોગની વિરતિ ન પાળી શકે તો તેમાં તેને કોઈ દોષ લાગતો નથી. જ્યારે જ્યારે તે સામાયિક પરિણામને પામે છે ત્યારે તેને સર્વવિરતિ પાળવાનો અધ્યવસાય છે જ, એથી વિપરીત એવો અવિરતિનો અધ્યવસાય નથી જ. આમ ‘જીવનપર્યતની અવધિ કરવાથી સર્વવિરતિનું ગ્રહણ અને મોક્ષ થવા છતાં પ્રતિજ્ઞામાં ક્ષતિ આવતી નથી, કારણ કે આ ભવમાં કર્મની પરાધીનતા ન હોવાથી ઉપાડેલા પ્રતિજ્ઞાના ભારને યથોચિત નિર્વાહ કરવા દ્વારા હંમેશા સર્વવિરતિનું તેને ગ્રહણ છે જ, તેથી અવિરતિ આવતી નથી, તેને સર્વવિરતિ અત્યંત પ્રિય હોવાથી મૃત્યુ બાદ પણ સર્વવિરતિ પાળવાનો ભાવથી તો અધ્યવસાય છે જ. પરંતુ મૃત્યુ બાદ દેવ આદિના ભવમાં અવિરતિનો સંભવ હોવાથી પ્રતિજ્ઞાનો ભંગ થઈ જાય એ ભયથી તે જીવનપર્યંતની અવધિ કરે છે, ભોગની આશંસાથી આવી કાળની અવધિ તે કરતો નથી. આ સર્વવિરતિ સામાયિક સર્વ પદાર્થના વિષયવાળું છે. 262 1 1/28 સામાયિકમાં રહેલા નિરાશંસપણાનું વર્ણન કરવા માટે જ હવે આ ગાથા કહે છે : मरणजयज्झवसियसुहडभावतुल्लमिहहीणणाएण। अववायाण ण विसओ, भावेयव्वं पयत्तेण // 213 // 5/19 છાયા :- H{UIનય- મધ્યવસિતકુમટ-ભાવતુલ્યમિદ હીનજ્ઞાન | અપવાવાનાં જ વિષયો માવયિતવ્ય પ્રયત્નન 26 ગાથાર્થ :- યુદ્ધમાં લડતા સુભટને જેમ “મરવું અથવા જય મેળવવો’ એવો દેઢ નિર્ણય હોય છે તેમ સામાયિકવાળા સાધુને પણ “મરવું અથવા કર્મશત્રુ ઉપર વિજય મેળવવો’ એવો દઢ નિર્ણય હોય છે, માત્ર આ નિર્ણયની અપેક્ષાએ જ સામાયિકવાળા સાધુને સુભટના જેવો વર્ણવ્યો છે બાકી સાધુ કરતાં