________________ 072 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद (10) દેવતાનું સાન્નિધ્ય જોઇને બીજા ભદ્રક જીવોને ભગવાનની પૂજા કરવામાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. (11) દ્રવ્યપૂજામાં થતી હિંસા એ માત્ર સ્વરૂપહિંસા છે- દોષરૂપ નથી, જ્યારે એનાથી પ્રગટતા વિરતિના પરિણામથી સર્વથા હિંસાનો ત્યાગ થાય છે- આમ ગુરુલાઘવ- લાભાલાભની વિચારણા કરવાથી ક્ષયોપશમ વૃદ્ધિ પામે છે. (12) પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. (13) કોઈક ભાગ્યશાળીને તેનાથી સર્વથા કર્મક્ષય થઇને મોક્ષની પ્રાપ્તિ થાય છે. (14) પરભવમાં બોધિ-જૈનધર્મની પ્રાપ્તિ થાય છે. જિનપૂજા આવી ઉપકારક હોવાથી દુઃખરૂપી સમુદ્રમાંથી પાર પામવાની ઈચ્છાવાળા અને આત્મત્તિક એકાન્તિક હિતની ઈચ્છાવાળા શ્રાવકે સર્વલોકને પૂજ્ય એવા અરિહંત ભગવંતની પૂજા કરવી જોઇએ. + 24 4/2 વિધિનું વર્ણન શા માટે કરાય છે ? તે કહે છે : विहिणा उकीरमाणा, सव्व च्चिय फलवती हवति चेट्ठा / इहलोइया वि किं पुण, जिणपूया उभयलोगहिया // 146 // 4/2 છાયા :- વિધિના તુ ક્રિયા સર્વેવ નવતી મતિ ચેષ્ટા | ___ ऐहलौकिक्यपि किं पुनः जिनपूजा उभयलोकहिता // 2 // ગાથાર્થ :- માત્ર આ લોકમાં જ ફળ આપનારી ખેતી વગેરે સઘળી જ ક્રિયા જો વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફળ બને છે તો ઉભયલોકમાં હિતકારી જિનપૂજા તો અવશ્ય વિધિપૂર્વક કરવામાં આવે તો જ સફળ બને. ટીકાર્થ :- “રૂદતોથા વિ'= આલોકસંબંધી પણ ‘વેટ્ટ'= રાજસેવા, ખેતી વગેરે ક્રિયા ‘વિહિપ 3'= વિધિ વડે જ, ઉપાય વડે જ “શ્રીરમા '= કરાતી “સબ શ્ચિય'= બધી જ ‘પત્નવત'= સફળ ‘વંતિ'= થાય છે. તો ‘૩મનોડ્યિા '= આલોક અને પરલોક એમ ઉભયલોકમાં ફળ આપનારી હોવાથી ઉભયલોકમાં હિતકારી એવી ‘નિપૂણ્ય'= જિનપૂજા વિશે ‘હિં પુન'= તો શું કહેવું ? 246 / 4/2 વિધિ જણાવે છે : काले सुइभूएणं, विसिठ्ठपुप्फाइएहिं विहिणा उ। सारथुइथोत्तगरुई, जिणपूजा होइ कायव्वा // 147 // 4/3 છાયા :- જો રિમૂન વિશિષ્ટપુષ્યામિ: વિધિના તુ | सारस्तुतिस्तोत्रगुर्वी जिनपूजा भवति कर्तव्या // 3 // ગાથાર્થ - પૂજાને માટે યોગ્ય શાસ્ત્રોક્ત કાળે પવિત્ર થઈને વિધિપૂર્વક વિશિષ્ટ પુષ્પો આદિથી અને ઉત્તમ સ્તુતિ-સ્તોત્રોથી વિસ્તૃત જિનપૂજા કરવી જોઇએ. ટીકાર્થ :- “સુમૂUT'= પવિત્ર થયેલા પૂજા માટે અધિકારી પુરુષ વડે ‘ઋત્નિ'= આગળ વર્ણન કરવામાં આવશે તે પૂજા માટેના યોગ્ય કાળે ‘વિસિટ્ટપુષ્પોર્દિ = યોગ્ય પુષ્પ-વસ્ત્ર આદિથી ‘વિદિUTI