________________ श्री पञ्चाशक प्रकरण - 5 गुजराती भावानुवाद 101 સર્વસાવદ્યયોગના ત્યાગસ્વરૂપ ભાવસામાયિકમાં રહેલા સાધુભગવંતને આ અમુક કાળ માટેના અમુક દ્રવ્યસંબંધી આહારના પ્રત્યાખ્યાનની શી જરૂર છે ? એનો કોઈ બીજો ગુણ નથી કે જે તેની અંદર ન આવે-(સાવદ્યયોગનાં પચ્ચકખાણમાં બધું આવી જાય.) આવી આશંકાનું સમાધાન કરવા કહે છે : सामइए वि हु सावज्जचागरूवे उगुणकरं एयं / अपमायवुड्डिजणगत्तणेण आणाउ विण्णेयं // 207 // 5/13 છાયા :- સામાયિડપ ઘનું વિત્યા રૂપે તુ ગુજરાતત્ | अप्रमादवृद्धिजनकत्वेन आज्ञातो विज्ञेयम् // 13 // ગાથાર્થ:- સર્વ પાપવ્યાપારોના ત્યાગરૂપ સર્વવિરતિ સામાયિકમાં સાધુઓને પણ આહારનું પ્રત્યાખ્યાન એ ભગવાનની આજ્ઞા હોવાથી તથા અપ્રમાદની વૃદ્ધિનું કારણ હોવાથી લાભકારી જ છે. ટીકાર્થ:- ‘સાવMવી રૂવે'= સર્વ પાપવ્યાપારના ત્યાગરૂપ “સામરૂપ વિ'= સર્વવિરતિ સામાયિકમાં પણ "'= આ આહારનું પ્રત્યાખ્યાન ‘મામયિની '= અપ્રમાદની વૃદ્ધિ કરનાર હોવાથી “TUવર'= લાભ કરનાર છે- અવિરતસમ્યગૃષ્ટિ અને દેશવિરતિ ગુણસ્થાનકમાં રહેલા શ્રાવકોને તો આ આહારનું પ્રત્યાખ્યાન લાભ કરનાર છે જ પણ સર્વવિરતિ સામાયિકવાળા સાધુભગવંતોને પણ આ લાભ કરનાર છે. સાધુ ભગવંતોને અવસરોચિત આહારનું પ્રત્યાખ્યાન કરવા દ્વારા અપ્રમાદની વૃદ્ધિ થતી સ્પષ્ટ દેખાય જ છે. તો પછી સર્વ પ્રકારના આરંભ અને આહારમાં પ્રવર્તેલા ગૃહસ્થોને તો આ પ્રત્યાખ્યાનથી અપ્રમાદની વૃદ્ધિ થાય જ એ સ્પષ્ટ છે, તેઓ જો પ્રત્યાખ્યાન નહિ કરે તો સર્વત્ર પ્રમાદથી જ પ્રવૃત્તિ કરનારા છે. માટે જેટલા વિષયનું પ્રત્યાખ્યાન કરે છે તેટલી જ તેમને અપ્રમાદની વૃદ્ધિ થાય છે. “મા'= ભગવાનની આજ્ઞાથી ‘વિજેથ'= આ ગુણ કરનાર છે એમ જાણવું. / 207 / 1/13 एत्तो य अप्पमाओ, जायइ एत्थमिह अणुहवो पायं / विरतीसरणपहाणे, सुद्धपवित्तीसमिद्धिफलो // 208 // 5/14 છાયા :- રૂતજી અપ્રમાવો નાતે અત્રેદ અનુમવ: પ્રાયઃ | विरतिस्मरणप्रधानः शुद्धप्रवृत्तिसमृद्धिफलः // 14 // ગાથાર્થ :- પ્રત્યાખ્યાનથી સામાયિકમાં પ્રાયઃ અપ્રમાદની વૃદ્ધિ થાય છે. તેમાં અનુભવ એ પ્રમાણ છે. અપ્રમાદ એ પ્રાધાન્યપણે વિરતિનું સ્મરણ કરાવનાર છે. વળી અપ્રમાદના ફળરૂપે શુદ્ધપ્રવૃત્તિમાં વૃદ્ધિ થાય છે. ટીકાર્થ :- ‘ત્તો '= આ પ્રત્યાખ્યાનથી ‘અખો '= આહારના ઉપભોગમાં અપ્રમાદ ‘નાયડુ'= થાય છે. ‘ત્યે'= આ પ્રમાણે “રૂદ = આ અપ્રમાદમાં ‘મજુવો'= સ્વાનુભવ પ્રમાણ છે. “પાર્થ'= પ્રાય: તે અપ્રમાદ કેવો છે ? તે કહે છે- ‘વિરતીયાપદી'= પ્રત્યાખ્યાનથી થયેલો અપ્રમાદ એ વિરતિનું સ્મરણ કરાવે છે માટે તે તેની પ્રધાનતાવાળો કહેવાય છે. “સુદ્ધપવિત્ત-સમિપત્નો'= વળી તે અપ્રમાદ શુદ્ધ ક્રિયાની વૃદ્ધિરૂપ ફળ આપે છે. અહીં ‘શુદ્ધ અને પ્રવૃત્તિ એ બે શબ્દોનો કર્મધારય સમાસ કર્યો છે પછી “સમૃદ્ધિ’ શબ્દની સાથે તેનો ષષ્ઠી તપુરુષ સમાસ કર્યો છે અને છેલ્લે “શુદ્ધ પ્રવૃત્તિની વૃદ્ધિરૂપ ફળ છે જે અપ્રમાદનું એવો બહુવ્રીહિ સમાસ કર્યો છે.