________________ 088 श्री पञ्चाशक प्रकरण - 4 गुजराती भावानुवाद ગાથાર્થ :- આમ રાગાદિથી કરાતી પ્રાર્થના એ નિયાણું બનતું હોવાથી જ શ્રી દશાશ્રુતસ્કંધાદિ સૂત્રમાં તીર્થકર બનવા સંબંધી નિયાણું કરવાનો જે નિષેધ કરવામાં આવ્યો છે તે યુક્ત જ છે કારણકે તેમાં સાંસારિક ઋદ્ધિની આસક્તિ રહેલી છે. ટીકાર્થ :- ‘વં '= રાગ-દ્વેષ-મોહથી યુક્ત ક્લિષ્ટ પરિણામવાળાની પ્રાર્થના નિયાણુંરૂપ હોવાથી ‘રાવી'= દશાશ્રુતસ્કંધ તથા ધ્યાનશતક આદિ ગ્રંથોમાં ‘તિસ્થયરમિક વિ'= “આ ધર્મના પ્રભાવથી હું તીર્થંકર થાઉં” એમ તીર્થંકરત્વની પ્રાપ્તિવિષયક પ્રાર્થના “મવપડવદ્ધ'= કારણકે સંસારની સાથે સંબંધવાળું અર્થાત્ સાંસારિક રૂપ-સૌભાગ્ય આદિ પદાર્થોના વિષયોવાળું “સાબિટ્સ'= એ તીર્થંકરપણાનું નિયાણું રાગવાળું હોય છે. “નિયા પાસેદો'= નિયાણુંરૂપ હોવાથી તે ન કરાય એમ જે નિષેધ કરવામાં આવ્યો છે ‘નુત્તો'= તે યુક્ત છે. આનો ભાવાર્થ આ પ્રમાણે છે:- સમવસરણ, આઠ પ્રાતિહાર્ય, સુવર્ણના નવ કમળ ઉપર પગ મૂકીને ચાલવું વગેરે તીર્થકરની ઋદ્ધિની ઇચ્છાથી જો તીર્થકરત્વની પ્રાર્થના કરાતી હોય તો તે નિયાણુરૂપ હોવાથી તેના નિષેધ કરાયો છે. બાકી એ સિવાયની તેમની પરોપકારીપણું વગેરે આધ્યાત્મિક ઋદ્ધિને અનુલક્ષીને જો તીર્થકરત્વની પ્રાર્થના કરાતી હોય તો તેનો નિષેધ કરાતો નથી.૨૮૨ | ૪/રૂ૭. આથી જ કહે છે : जं पुण निरभिस्संगं, धम्मा एसो अणेगसत्तहिओ। निरुवमसुहसंजणओ, अपुव्वचिंतामणीकप्पो // 182 // 4/38 છાયા :- યજુર્નામિપ્ય થષોડનેસર્વાદિતઃ | निरुपमसुखसञ्जनकोऽपूर्वचिन्तामणिकल्पः // 38 // ता एयाणुट्ठाणं, हियमणुवहयं पहाणभावस्स। तम्मि पवित्तिस वं, अत्थापत्तीए तमदुटुं॥१८३ // 4/39 जुग्गं // છાયા :- તવેતનુBનં હિતમનુદિત પ્રથાનમાવી | तस्मिन् प्रवृत्तिस्वरूपं अर्थापत्त्या तददुष्टम् // 39 // युग्मम् // ગાથાર્થ :- રાગ વગર કરેલી તીર્થંકરપણાની પ્રાર્થના દુષ્ટ નથી. અદ્વાત્સલ્ય આદિથી પ્રાપ્ત થયેલા શ્રેષ્ઠ પુણ્યના ઉદયરૂપ ધર્મથી અથવા તો જ્ઞાનયોગના પ્રકર્ષની પ્રાપ્તિરૂપ ધર્મથી આ તીર્થકર બન્યા છે અથવા તો તીર્થંકર પરમાત્મા ભવ્યજીવોને ધર્મ માટે થાય છે અથવા તો ધર્મના ઉપદેશક છે, વળી તીર્થંકર પરમાત્મા અનેક જીવોનું હિત કરનારા છે, અનુપમ સુખને પ્રાપ્ત કરાવનારા છે અને અપૂર્વ ચિંતામણિરત્ન સમાન છે. તેથી તીર્થંકરનું તીર્થસ્થાપનાનું અનુષ્ઠાન એ હિતકર અને અસ્મલિત સામર્થ્યવાળું છે. આમ એ ઉદ્દેશથી તીર્થકર બનવાની જે પ્રાર્થના કરાય છે તેમાં અર્થપત્તિથી તો તેમનો પ્રધાનભાવ જે પરોપકારીપણું આદિ તે જ પ્રવૃત્તિરૂપ અર્થાત્ પ્રાર્થનાની પ્રવૃત્તિ કરવામાં કારણભૂત છે- વાસ્તવિક રીતે તેમના પરોપકારીપણા આદિની જ પ્રાર્થના કરવામાં આવે છે માટે તે દુષ્ટ નથી. ટીકાર્થ :- ‘વં પુ નિરમસં'= તીર્થકરની સાંસારિક રૂપ સૌભાગ્ય આદિ ઋદ્ધિની નહિ પણ