________________
લિત-વિરારા આ
બકરાર રચિત
{
૪
ગ્રંથકાર મજકૂર સૂત્રની સમસ્તરૂપથી વ્યાખ્યાની અશક્તિ બતાવીને વસ્તુતઃ સંપૂર્ણપણે વ્યાખ્યાનરૂપ પ્રથમપક્ષને છોડી બીજા પક્ષનો-સંક્ષેપ વ્યાખ્યાનનો આશ્રય સફલ છે. એમ બતાવવા બે શ્લોકની રચના કરે છે.
यावत्तथापि विज्ञातमर्थजातं मया गुरोः ॥ सकाशादल्पमतिना तावदेव ब्रवीम्यहम् ॥ ३ ॥ ये सत्त्वाः कर्मवशतो, मत्तोऽपि जडबुद्धयः । तेषां हिताय गदतः सफलो मे परिश्रमः ॥ ४ ॥
શબ્દાર્થ-તો પણ શ્રીગુરૂજીની પાસેથી મેં અલ્પ મતિવાળાએ જેટલા અર્થો જાણ્યા છે તેટલા જ અર્થો હું કહીશ. જે પ્રાણીઓ કર્મવશથી મારાથી પણ સ્કૂલ બુદ્ધિવાળા છે તેઓના હિત માટે મારો પરિશ્રમ ફળવાળો છે.
વિવેચન-મજકૂર સૂત્રની સંપૂર્ણ પ્રકારે વ્યાખ્યા કરવાની અશક્તિ હોવા છતાંય ચૈત્યવંદનસૂત્રના અર્થ (અભિધેય) પ્રકાર કે સમૂહ, વ્યાખ્યાતા-ગુરૂની નિશ્રાએ રહી તેમની પાસેથી જેટલા મેં જાણ્યા છે તેટલા જ અર્થો કે પ્રકારને ગુરૂની બુદ્ધિની અપેક્ષાએ અલ્પ બુદ્ધિવાળો હું કહીશ. “અર્થવૃદ્ધા શના ’ એ ન્યાય અહીં અચૂક લાગુ પડે છે. કારણ કે, અર્થજ્ઞાન એ શબ્દ પ્રયોગ-રચનામાં કારણ છે.
જો કે, કેટલાક અધિક બુદ્ધિવાળા શિષ્યો, ગુરૂની પાસેથી સાંભળતાં અધિક પણ જાણનારા હોય છે અને ગુરૂની સરખી બુદ્ધિવાળા શિષ્યો ગુરૂની પાસે સાંભળતાં સરખું જાણનારા હોય છે, પણ હું તો ગુરૂથી અલ્પ બુદ્ધિવાળો હોવાથી ગુરૂએ દર્શાવેલ અર્થથી પણ હીન અર્થોને જાણવાવાળો છું. એટલે અલ્પમતિવાળો હું ગુરૂજીએ બતાવેલ અર્થોથી હીન અને કહું છું. | ૩ |
ગુરૂએ બતાવેલ તમામ અર્થોને નહિ જાણવા છતાંય આ અવસર્પિણીકાળના પ્રખરપ્રભાવે પ્રાણીઓની બુદ્ધિનો હ્રાસ થતો જાય છે, તો, જેઓ મારાથી પણ અલ્પબુદ્ધિવાલા છે તેના માટે મારો આ પરિશ્રમ જરૂર ફલદાયી છે. આ વાતને બતાવવા સારું કહે છે કે, જે પ્રાણીઓ મારાથી પણ અધિક જડમતિવાળાઓ છે તેઓના હિતના માટે આ સૂત્રની વ્યાખ્યા (વિવરણ) કરતા મને મારા આ વિષયના પરિશ્રમની સફળતામાં બિલકુલ સંદેહ નથી. કારણ કે સ્કૂલમતિ પ્રાણીઓને આ સૂત્રના અર્થનો બોધ થાઓ ! એ રૂપ ફલને ઉદ્દેશીને મારો પ્રયાસ છે. માટે આ વિષયનો પ્રયાસ અચૂક ફળવાળો જ છે.
મારાથી અધિક બુદ્ધિવાળાઓ ચૈત્યવંદનસૂત્રના વ્યાખ્યાનરૂપ આ ગ્રંથને જોઈને આનંદ-પ્રમોદનો અનુભવ કરશે. જ્યારે સરખી મતિવાળાઓ આ મારા ગ્રંથને નીરખી દિલથી હરખી મધ્યસ્થપણાને અવલંબશે. મતલબ કે અધિક બુદ્ધિવાળાઓ ઉપર અને સરખી મતિવાળાઓ ઉપર ઉપકાર કરનાર આ વિવરણ નથી. પરંતુ
.
તેના સ્વપર્યાય છે, અને શેષ એટલે શેષ વર્ણ સંબંધી અને ઘટાદિ અન્ય પદાર્થ સંબંધી પર્યાયો તે તેના એટલે અકારના પરપર્યાયો છે" એ પ્રમાણે સિદ્ધાંતમાં શ્રુતજ્ઞાન આવા પ્રકારના અનેક અક્ષરના પર્યાયના સમૂહવડે સહિત છે. તે કારણથી શ્રુતજ્ઞાન અનંત પર્યાયવાળું સિદ્ધાંતમાં કહેલ છે (લોક મ, . સ. દ્વાર ૨૬ પ્રત્યેક અક્ષર અને તેના સંયોગોની જેટલી સંખ્યા છે તેટલા અર્થાત અનંત શ્રતના પ્રકારો છે. ગ્લો. ૨૨-૩૨) વિશેષા.ની ૪૪૫ મી ગાથા.
છી
વિકસમિસા
ગુજરાતી નાટક