________________
એમ લલિત-વિસ્તરા - એ હરિભદ્રસૂરિ રચિત
કે
૧૮૯
શંકા=ભગવંતના બહુમાનરૂપ કારણથી જન્ય ગુણ તો સદેશના યોગ્યતારૂપ કાર્ય છે તો ભગવંતના અનુગ્રહથી નિપજતા કાર્યને અર્થાત્ “સદેશના-યોગ્યતારૂપ કાર્યને આપનાર ભગવંતો છે.” એ વાક્ય બરોબર બંધબેસતું આવે પરંતુ “ચારિત્રરૂપઘર્મને આપનાર ભગવંતો છે' એ વાક્ય કેવી રીતે ઘટમાન થાય ?
–ઉપરોક્ત શંકાના સમાધાનપૂર્વક શક્તસ્તવના “ધર્મદ' રૂપ ૨૦ મા પદનો ઉપસંહારकारणे कार्योपचाराद्धर्म' ददतीति धर्मदाः २० ॥
ભાવાર્થ=(સમાધાન) ચારિત્રરૂપ ધર્મ-કાર્યના કારણભૂત સદેશનાયોગ્યતામાં ચારિત્રધર્મરૂપ કાર્યનો ઉપચાર સદેશનાયોગ્યતા, ચારિત્ર રૂપ ધર્મ છે' એ રૂપ આરોપએકતાની બુદ્ધિ કરી કહેવાય છે; “ધર્મના દાતા અરિહંત ભગવંતોને નમસ્કાર હો !”
આ પ્રમાણે “ધર્મદ' નામક, શક્રસ્તવના ૨૦ મા પદની વ્યાખ્યા પૂરી થાય છે. –શક્રસ્તવના “ઘમદશક' નામના ૨૧ મા પદની વ્યાખ્યાનો પ્રારંભ
तथा 'धम्मदेसयाणं,' तत्र धर्मः-प्रस्तुत एवं तं यथाभव्यमभिदधति, तद्यथा-प्रदीप्तगृहोदरकल्पोऽयं भवो, निवासः शरीरादि-दुःखानां, न युक्त इह विदुषः प्रमादः, यतः अतिदुर्लभेयं मानुष्यावस्था, प्रधानं परलोकसाधनं, परिणामकटवो विषयाः, विप्रयोगान्तानि सत्सङ्गतानि, पातभयातुरमविज्ञातपातमायुः, तदेवं व्यवस्थिते विध्यापनेऽस्य यतितव्यं, एतच्च सिद्धान्तवासनास रो धर्ममेघो यदि परं विध्यापयति, अतः स्वीकर्तव्यः सिद्धान्तः, सम्यक् सेवितव्यास्तदभिज्ञाः, | ભાવાર્થ-જેમ અરિહંતો ઘર્મદાતા છે તેમ ઘમદશક છે. અર્થાત “ધર્મદશક-અરિહંત ભગવંતોને નમસ્કાર હો” ત્યાં “ધર્મદશક' રૂપસૂત્રઘટિતધર્મપદથી, પ્રસ્તુત-ક્ષાયોપથમિક આદિ ભાવરૂપ ચારિત્રધર્મ જ લેવો. તે ચારિત્રરૂપ ધર્મને, અધિકારી (યોગ્ય-લાયક-પાત્ર) ગત યોગ્યતા (લાયકાત-અધિકાર)-મુજબ ઉપદેશ છે-કહેછે પ્રરૂપે છે. તે આ પ્રમાણે
-દેશનાનો આકાર
આ સંસાર આગથી સળગતા (બળતા) ઘરના અંદરના (મધ્યના-વચલા) ભાગ જેવો ખતરનાકમહા ભયંકર છે. (૧)
१'भिन्नत्वेन प्रतीयमानयोस्क्यारोपणमुपचारः' कारणत्वेन कार्यत्वेन रूपेण भिन्नत्वेन प्रतीयमानयोः सद्देशनायोग्यताधर्मरूपकारणकार्ययोरेक्यारोपणमत्रोपचारो झेयः, चारित्ररूपधर्मकारणत्वात् सद्देशनायोग्यतायां चारित्ररूपधर्मत्वारोपोऽत्र बोध्यः, यथा प्राणसाधनत्वादन्ने प्राणत्वारोपः
કારણમાં કાર્યનો ઉપચાર આને માટે આપણે માટી અને ઘડાનું ઉદાહરણ વિચારશું. જે વખતે માટી, માટીની જ અવસ્થામાં હોય. મૃત્તિકારૂપે જ હોય-પટરૂપે પરિણત ન થઈ હોય ત્યારે પણ સત્કાર્યવાદની અપેક્ષાએ અથવા તિરોભાવી વિવક્ષાપૂર્વક કૃત્તિકાને ઘટ રૂ૫ માનવી તે આ ઉપચારનું દ્રષ્ટાંત છે. વિશેષમાં આવી સ્થિતિમાં પણ આ મૃત્તિકા ઘટ છે એમ કહેવું તે ખોટું નથી; કેમ કે જો કે આમાં ઘટના જલધારણાદિકધર્મો નથી, તો પણ ભવિષ્યમાં તે ઘટ બની શકનાર હોવાથી તેમ કહેવું જાપ્ય છે. જેમ “શબ્દપ્રયોગ જ્ઞાન છે' જેમ “હેતુપ્રયોગને અનુમાન' કહેવાય છે, જેમ અન્નને
કહેવાય છે. તેમ ચારિત્રધર્મના કારણભૂત સદેશનાયોગ્યતામાં ચારિત્રધર્મનો આરોપ “સદ્દશનાયોગ્યતા, ચારિત્ર ધર્મ છે' એ રૂપ ઉપચાર-એકબુદ્ધિ-સદેશનાયોગ્યતા અને ચારિત્ર્ય ધર્મ એક જ છે. એવી બુદ્ધિરૂપ આરોપ અહીં સમજવો.
બાજરાતી અનુવાદક -
મકરસૂરિ મ.