________________
કાકા, આત
લલિત-વિતરા
ભદ્રસારિ રચિત
જ
આ હું ૨૬૨.
ફ્રિ
ભાવાર્થ-(પૂર્વપક્ષ:) જેઓના કર્મો ક્ષીણ થયા છે. એવા મુકત આત્માઓ, અમૂર્ત-અરૂપી છે (રૂપ, રસ, ગંધ, સ્પર્શના સમુદાયને રૂપ કહેવાય છે, તે જેમાં હોય તે મૂર્તરૂપી કહેવાય છે. તે રૂપ, જેમાં નથી તે અરૂપી-અમૂર્ત પદાર્થ, કહેવાય છે.) એથી મુકત આત્માઓનો જ્ઞાનરૂપ ધર્મ પણ અમૂર્ત છે. કારણ કે, અમૂર્તનો ધર્મ અમૂર્ત હોય છે. જેમકે, આકાશનો ધર્મ આકાશવ.- એટલે વિષયના જેવા આકાર (સ્વભાવ, આકૃતિ. ઘાટ, છબી, પ્રતિબિંબ) પણાનો અભાવ હોઈ, તત્ત્વથી વાસ્તવિક રીતે જ્ઞાનનો અભાવ છે. કારણ કે; જ્ઞાન વિષયના જેવા આકાર-સ્વભાવવાળું હોઈ સાકાર-મૂર્ત છે. અત એવ અમૂર્ત-મુફત આત્માનો ધર્મ હોઈ શકે નહી.
તથાહિ–આ મુક્તઆત્મા, તરંગ (મોજા) વગરના મહોદધિ-પ્રશાંતસાગર સરખો છે, સ્થિરસમુદ્ર સરખો છે. અને જ્યારે પ્રકૃતિના વિકારરૂપ બુદ્ધિ અહંકાર આદિરૂપી વાવાઝોડા પવનના સંબંધથી (ઝપાટાથી) વિષયજ્ઞાનઆદિક (વિષય વિષયકજ્ઞાન, વિષયના જેવું સાકારજ્ઞાન વિગેરે) વૃત્તિઓ-પ્રવૃત્તિઓ, ઉછળતા સાગરના મોજા સરખી છે. મુક્તઆત્મામાં પ્રકૃતિ વિકારરૂપબુદ્ધિ અહંકારઆદિરૂપ પવનનો અભાવ હોઈ તરંગતુલ્ય વિષયજ્ઞાન-આદિકવૃત્તિ પ્રવૃત્તિઓનો અભાવ છે.
તથાચ પ્રકૃતિવિકારરૂપ બુદ્ધિ વિગેરે રૂપ કારણના અભાવમાં વિષયજ્ઞાન આદિકવૃત્તિ-પ્રવૃત્તિરૂપ કાર્યનો અભાવ છે. અતએવ મુક્તઆત્મામાં સાકારરૂપ જ્ઞાનનો અભાવ હોઈ સર્વ - અર્થવિષયકજ્ઞાનનો અભાવ છે. આ મુદ્દાથી તેઓમાં સર્વજ્ઞતા અસિદ્ધ થાય છે. એટલે મુક્તઆત્માઓ, અસર્વજ્ઞ છે એમ પૂરવાર થાય છે. મુક્તિરૂપ અવસ્થામાં નિરાકાર (આકાર-વિષયના જેવા આકાર વગરનું) વિજ્ઞાન, પદાર્થોનું ગ્રહણ કરે છે એમ માનવામાં વિષયોનો પ્રતિનિયમ (નિયતપણું, નિશ્ચિતપણું) ઘટી શકે નહીં. અત એવ નિરાકારવિજ્ઞાનરૂપદર્શનનો અભાવ હોઈ સર્વ-અર્થ-વિષયકદર્શન નથી. અતઃ મુક્તઆત્મા, અસર્વદર્શી છે. એમ સિદ્ધ થાય છે. ઇતિશબ્દ, અહીં પૂર્વપક્ષની વક્તવ્યતાની સમાપ્તિનું સૂચન કરે છે.
-અથે પૂર્વપક્ષનું પુષ્ટખંડન અને સ્વપક્ષનું સ્પષ્ટમંડન
एतदप्यसत्, विषयग्रहणपरिणामस्याऽऽकारत्वात्, तस्य चामूर्तेऽप्यविरोधात्, अनेकविषयस्यापि चास्य सम्भवात्, चित्राऽऽस्तरणादौ तथोपलब्धेरिति ॥ | ભાવાર્થ-(ઉત્તરપક્ષ = સમાધાન=)=સાંખે કહેલ (પૂર્વપક્ષગત) આ વચન, યુકૂતિયુક્ત નથી. કારણ કે; વિષયને ગ્રહણ કરનાર જીવપરિણતિ છે. એટલે વિષય-ગ્રહણકારક હોઈ જીવપરિણામજ આકાર તરીકે પરિભાષિત (સંકેતિત-સંક્ષિત-રૂઢ) કરાય છે.
આકાર એટલે વિષય-ગ્રહણ કરનાર જીવપરિણતિ, એમ સમજવું. વિષયગ્રહણશીલપરીણામરૂપ જીવપરિણતિરૂપઆકાર, અમૂર્ત (અરૂપી) હોવાથી, અમૂર્ત એવો મુક્તઆત્મામાં પણ (ન કેવલ મૂર્તમાં પણ એ અપિશબ્દનો અર્થ સમજવો) કોઈથી પણ બાધિત નહીં થતો (કોઈપણ જાતના વિરોધ કે બાધા વગર) બરોબર રીતે ઘટી શકે છે.
વળી વિષયવિષયકગ્રહણ (જ્ઞાનદર્શનરૂપ) જીવપરિણતિરૂપ આકાર, એકી સાથે-એકી વખતે અનેક વિષયોનું
બાજરાતી અનુવાદક - આ ભદ્રકરસૂરિ મ.