________________
લિત-વિરારા રાજ ઠારથી
" (૪૪૩) પ્રધાન) પ્રણિધાનને-જયવીરાય નામના સૂત્રને મુક્તાશક્તિરૂપ મુદ્રાથી એક કરે છે. અથવા મુક્તાશક્તિમુદ્રાથી કાયાની એકાગ્રતાને મન-વચન-કાયાની એકાગ્રતાને કરે છે. વળી શાસ્ત્રમાં કહ્યું છે કે;
નમુત્થણ”ની પહેલાં અને પર્યતે “નમુત્થણ” અને “વંદામિ' પદ બોલતી વખતે જે નમસ્કાર થાય છે, તે નમસ્કાર (આ પંચાંગ પ્રણિપાતને તે ખમાસમણરૂપ કહેવાય છે તે નહિ.) પણ પ્રણિપાત સૂત્ર (નમુત્થણી સંબંધી હોવાથી “પ્રણિપાત” કહેવાય છે, અને તે આદિ અંતનો નમસ્કાર પંચાંગી મુદ્રા વડે કરવો. અહીં મૂળમુદ્રા ૩ હોવા છતાં આ પંચાંગી મુદ્રા ઉત્તર-મુદ્રા તરીકે હોવાથી સંખ્યાભેદનો વિરોધ ન ગણવો. (એ સંબંધી વિશેષચર્ચા ભાષ્યની અવચૂરિ, પંચાલકજી તથા પ્રવ. સારો. વૃત્તિ આદિથી જાણવી) અથવા પ્રણિપાત એટલે ખમાસમણ પણ પંચાંગી મુદ્રા વડે દેવાય છે. અને સ્તવનપાઠ (નમુત્થણે બેસીને કહેવાનું હોવાથી) યોગમુદ્રા (રૂપ એકજ હસ્ત મુદ્રા) વડે કહેવાય છે. તથા અરિહંત ચે. તસ્સ ઉ. અન્નત્થ. દંડક સૂત્ર(લોગસ્સ આદિ ૫ સૂત્ર) ઈરિયાવહિયં થોય જોડો એ સર્વ હસ્તની યોગમુદ્રા (ઈર્યાપથિકીના તથા સ્તુતિઓના આંતરામાં કાયોત્સર્ગ કરતી વખતે તો હાથની કાયોત્સર્ગ મુદ્રાજ રાખવાની હોય છે. કે જે પ્રસિદ્ધ છે.) અને પગની જિનમુદ્રા એ બે મુદ્રાયુક્ત કહેવાં, અને પ્રણિધાન સૂત્ર જે જયવીયરાય વિગેરે તે હસ્તની મુક્તાશક્તિ મુદ્રા વડે કહેવા.
અર્થાત પંચાંગી મુદ્રા વડે પ્રણિપાત (નમસ્કાર કે ખમાસમણ) સ્તવનપાઠ (નમુત્થણે આદિ) યોગમુદ્રા વડે થાય છે. જિનમુદ્રા વડે વંદનસૂત્ર (અરિહંત ચેઈયાણંઆદિ) કહેવાય છે અને મુક્તાશક્તિ મુદ્રા વડે પ્રણિધાન સૂત્ર તે જયવયરાય આદિ કહેવાય છે.” તેવી
જાનુ ૨ હસ્ત તથા ૧ મસ્તક એ પાંચ અંગ વડે (ભૂમિસ્પર્શ કરવા પૂર્વક) સમ્યગુ–સારી રીતે જે પ્રણામ કરવો તે “પંચાંગ પ્રણિપાત” કહેવાય છે.” રા
આ યોગમુદ્રામાં બે હથેલીઓને કમળના દોડાના આકારે ભેગી મેળવી ડાબા હાથની આંગળીઓ જમણા હાથની આંગળીઓમાં એવી રીતે અંતરિત કરવી (ભરાવવી) કે જેથી ડાબો અંગુઠો જમણા અંગુઠાની સામો જોડાયેલો રહે; ત્યાર પછી ડાબી પહેલી આંગળી જમણી ૧લી રજી આંગળીની નીચે (પછી) આવે તથા કાંડાથી કોણી સુધીનો ભાગ પણ તે વખતે કમળની નાળ (દાંડા) ની પેઠે યથાયોગ્ય સાથે રાખવો, અને તે પ્રમાણે સંયુક્ત અથવા અસંયુક્ત બંને કોણીઓ પેટ ઉપર (અથવા નાભિ ઉપર) સ્થાપવી. અને હથેળીઓનો રચેલો કોશાકાર કિંચિત્ નમાવેલ મસ્તકથી કિંચિત દૂર રાખવો. આ યોગમુદ્રા ઉભા રહેતી વખતે અને બેઠાં પણ કરવાની હોય છે. (અહીં યોગ એટલે બે હાથનો સંયોગવિશેષ અથવા યોગ એટલે સમાધિ. તેની મુખ્યતાવાળી જે મુદ્રા તે “યોગમુદ્રા વિદ્ગવિશેષને દૂર કરવામાં સમર્થ છે.) |૩||
૧. ખમાસમણ આ પંચાંગ પ્રમાણથી જ દેવાય છે તે પ્રસિદ્ધ છે, વળી આ પ્રણામને પંચાંગી મુદ્રારૂપે પણ કહે છે. જે અશંગ પ્રણામ અન્ય દર્શનમાં કહ્યો છે, તે જિનેન્દ્ર પ્રભુના માર્ગમાં નથી.
રાજરાતી નાટક ' સારુષિ