________________
હકક દલીલ કરી
લલિત-વિરાજE GUરભારથિત
(૪૬૦ જૈનો જેને “અપુનબંધક કહે છે તેને જ સાંખ્યો નિવૃત્તાધિકાર-પ્રકૃતિક પુરૂષ' કહે છે અને બૌદ્ધો, “ન અનવાપ્તભવવિપાક-અવાપ્તભાવવિપાક' કહે છે.
તે મુદ્દાસર-ભો અપુનબંધક-આદિધાર્મિક આદિભવ્યો! આદરપૂર્વક આ પ્રકૃત (ચાલુ) ચૈત્યવંદન વિષયક વ્યાખ્યાન વિવરણને સાંભળો! અને સૂક્ષ્મબુદ્ધિથી ઝીણવટભરી બારીક પ્રતિભાથી ખૂબ તલપર્યત વિચારો ! કેમકે,
અર્થ-તાત્પર્યના વિશેષ જ્ઞાન શૂન્ય અધ્યયન (ગોખણપટ્ટી અભ્યાસ) શુષ્ક-સુકાઈ ગયેલ શેરડી ચાવવા સરખું છે. (અર્થજ્ઞાન વિહોણાઓને સંવેગાદિરૂપ ફલની શૂન્યતા હોઈ શુષ્કઈસુ તુલ્યતા દર્શાવી
છે.
અહીં રસના સ્થાને અર્થ(ભાવાર્થ-પરમાર્થ-રહસ્યાર્થ)સમજવો.
કેમકે, રસરૂપ અર્થ, અન્તરાત્માને ખૂબ ખુશ-સંતુષ્ટ-પ્રસન્ન-બનાવે છે. અર્થજ્ઞાન, અંતરાત્માની પુરેપુરી પ્રસન્નતા પેદા કરી સંવેગ આદિ (સુદેવ આદિ વિષયક પરમ અનુરાગ આદિ) રૂપ કાર્યની સિદ્ધિ કરે
છે.
સંવેગ આદિરૂપ કાર્યના પ્રત્યે ચૈત્યવંદન વ્યાખ્યાન વિચારજન્ય-અર્થજ્ઞાન-તાત્પર્યજ્ઞાન, અસાધારણ કારણ
જો અર્થજ્ઞાનને ઉડાવી દેવામાં આવે તો સંવેગ આદિના સ્વપ્ન પણ દર્શન ન થાય એટલે જ સંવેગ આદિ રૂપ કાર્યજનક અર્થજ્ઞાન-સંપાદન થાય એટલા સારૂ આ વ્યાખ્યાનરૂપ પ્રયાસ છે.
જે અર્થજ્ઞાન સારૂ વ્યાખ્યાનનો પ્રયાસ છે. એટલે જેના માટે વ્યાખ્યાનનો પ્રારંભ થયેલો છે તે, અર્થજ્ઞાન સંપાદનથી વિપરીત આચરણા નહિ કરો! અર્થાત્ અર્થજ્ઞાન જે રીતે સંપાદિત થાય-જે પ્રવૃત્તિથી પ્રાપ્ત થાય તેવી રીત કે પ્રવૃત્તિ અદા કરો!
આ પ્રકૃત ચૈત્યવંદન વ્યાખ્યાન, પ્રકૃતિ(સ્વભાવ)થી સુંદર મનોહર-રૂચિકર-આનંદકર, ચિંતામણિરત્ન સરખું, સંવેગ કાર્યજનક છે, એટલે મહાકલ્યાણ-સત ચૈત્યવંદનારૂપ મહામંગલનું વિરોધી બાધક-પ્રતિબંધ છે એમ વિચારો નહિ! પરંતુ મહાકલ્યાણનું સાધક છે એમ ચિંતન કરો! કેમકે,
જેના સારી રીતે ગુણો જોયા છે, એવા ચિંતામણિરત્નથી પણ જ્યારે સારી રીતે તેના ગુણોનું જ્ઞાન થાય છે ત્યારે જ ચિંતામણિરત્નથી પણ શ્રદ્ધા આદિના ઉત્કર્ષભાવથી અર્થાતુ ઉત્કૃષ્ટભાવે શ્રદ્ધાદિ હોય છતે, અવિધિનો વિરહ-અભાવ-ત્યાગ હોયે છતે મહાકલ્યાણની સિદ્ધિ થાય છે. ત્યારે ચૈત્યવંદન વ્યાખ્યાનનું અર્થજ્ઞાન હોય છતે ઉત્કૃષ્ટભાવે શ્રદ્ધાદિ હોયે છતે, અવિધિનો વિરહ-અભાવ હોય છતે ચિંતામણિરત્ન સરખું, (ચૈત્યવંદનજન્ય કર્મક્ષયથી સર્વકલ્યાણની પ્રાપ્તિ છે માટે ચિંતામણિ સરખું છે.)
રાતી રાસાવાડo - સાકરસૂરિ મહારાજા
તાજા રામ.