Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 514
________________ (૪૬૧ લલિત-વિજ્ઞાસ - Rભાવિ રહિત આ ચૈત્યવંદન વ્યાખ્યાન પણ, સત્ ચૈત્યવંદનાદિરૂપ મહામંગલરૂપ મહાકલ્યાણને કરે છે. હવે આ વ્યાખ્યાન પ્રસંગથી સરો! અર્થાતુ ચૈત્યવંદન સૂત્રના વ્યાખ્યાનની સમાપ્તિ થાય છે. “આચાર્ય હરિભદ્રસૂરિ પુરંદરે રચેલી, (બાધા વગર-યુક્તિ અને આગમથી યુક્ત) સમ્યફન્યાયોથી સંગત-ભરપૂર, ચૈત્યવંદન સૂત્રની “લલિતવિસ્તરા'નામની વૃત્તિ (વ્યાખ્યા) છે.”૧. જે પુરૂષ, મધ્યસ્થહૃદયદ્વારા આ “લલિતવિસ્તરા'નામની વૃત્તિને સારી રીતે વિચારશે! મનન કરશે! હૃદયમાં ઉતારશે! તે પુરૂષ નિયમ, ચોક્કસ(અવિધિના ત્યાગપૂર્વક અજ્ઞાનના પરિહારપૂર્વક હોઈ)વંદનારૂપ(સમ્યફ ચૈત્યવંદનારૂપ)લાભ પામશે! અથવા ભવાંતરભાવિસત ચૈત્યવંદન પ્રાપ્તિ સત્સલ હેતુરૂપ સુબીજને પામશે જ.”૨. પારકાના આશયને જાણ્યા શિવાય, તે-પરે રચેલ વસ્તુના ગુણદોષ, સજ્જને નહિ બોલવા જોઈએ, પરંતુ તેમાં માત્ર પ્રશ્ન જ વ્યાજબી છે.”૩. પરીક્ષા માટે, પોતાને અને પારકાને જ્ઞાનની અભિવૃદ્ધિ થાય એટલા ખાતર, અને સંશય-શંકાના ત્યાગ ખાતર જ બીજાને પ્રશ્ન કરવો જોઈએ.” (પરંતુ વિજીગીષા કે દ્વેષભરી બુદ્ધિએ પ્રશ્ન પણ નહિ કરવો જોઈએ એમ ધ્વનિત થાય છે.) ૪. મેં શુભભાવથી આ લલિત વિસ્તરા'નામની વૃત્તિ રચીને જે પુણ્ય ઉપાર્જિત કર્યું છે તે પુણ્યના પ્રભાવથી સર્વ પ્રાણિઓમાંથી સમૂળગો માત્સર્ય, દ્વેષ, ઈર્ષા, દ્રષ્ટિરાગ, અસત પક્ષપાતનો વિરહ-અભાવ થાઓ'૫. ( આ પ્રમાણે લલિત વિસ્તરા'નામની ચૈત્યવંદન સૂત્રની વૃત્તિ સમાપ્ત થાય છે. આ કૃતિ-રચના, ઘર્મની અપેક્ષાએ યાકિનીમહત્તરાર્નુ શ્રી આચાર્ય હરિભદ્રની છે એમ સમજવું. ઉ સમાપ્ત છે - $ પ્રશસ્તિક છે. દેવાધિદેવ શ્રી પરમકૃપાળુ શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુની અચિંત્ય કૃપાએ... શ્રમણ પ્રભુ શ્રી મહાવીર સ્વામીના શાસનમાં શ્રી ગણધર સુધર્માસ્વામીની પાટપરંપરાએ ૭૩ મી પા બિરાજેલા પંજાબ દેશોદ્ધારક ન્યાયાભાનિધિ પૂ. આત્મારામજી મ.સા. (વિજયાનંદસૂરીશ્વરજી) ના પટ્ટાલંકાર પૂ. નિસ્પૃહચૂડામણિ આચાર્ય ભગવંત શ્રી કમલસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રદ્યોતક પૂ. જૈનરત્ન- વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. આચાર્યદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પૂ. ઘર્મદિવાકર વિઘ્નહરપાશ્વતીર્થસ્થાપક (અંતરીક્ષ) આચાર્યદેવ શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પૂ. સંસ્કૃતવિશારદ કર્ણાટક કેશરી શ્રાવસ્તીતીર્થોદ્ધારક સૂરિમંત્ર પંચપ્રસ્થાનારાધક આચાર્યદેવ શ્રીમવિજય ભદ્રંકરસૂરીશ્વરજી મ.સાહેબે, પૂ. આ. હરિભદ્રસૂરિ વિરચિત "લલિત વિસ્તરા” ગ્રંથનો તથા આચાર્ય મુનિચંદ્રસૂરીશ્વરજી રચિત પંજિકાનો ગુજરાતી અનુવાદ નામસ્તવ, ચૈત્યસ્તવ, શ્રુતસ્તવ, સિદ્ધસ્તવ ૩૫ વર્ષ પૂર્વે કરેલ તે પૂર્ણ થયો... ગુજરાતી અનુવાદક. એ જ વસતિ

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518