________________
લલિત વિસ્તાર
જેમ કોઈ એક સુતેલા પુરૂષને કેસર આદિ, શોભાના સાધનોથી સુશોભિત બનાવવામાં આવે અને પછી જ્યારે તે પુરૂષ જાગે છે, ત્યારે તેને સુંદર એવા પોતાનું દર્શન કરીને અચરજકારી થાય છે.૧ તેમ અનાભોગ(અજ્ઞાનતા)વાળા, વિચિત્રગુણોથી સુશોભિત અપુનર્બંધકને સમ્યગ્દર્શનાદિના લાભકાલમાં આત્માનું દર્શન આશ્ચર્યકારી થાય છે.
હવે દાતિકની સિદ્ધિખાતર કહે છે કે
આ પ્રમાણે-પ્રસ્થછેદનના ન્યાય-તૃષ્ટાંતથી પ્રવૃત્તિ કરતો અપુનર્બંધક, પ્રસ્થક સરખા સમ્યક્ત્વ આદિનો સાધક થતો નથી, એમ નહિ પરંતુ અવશ્ય પ્રસ્થક સરખા સમ્યક્ત્વ આદિનો સાધક થાય છે. ઉપમેય ઉપમાન
(૧) નૈગમનયાનુસારેણ ચિત્રા પ્રસ્થકપ્રવૃત્તિ.
(૨) કુઠારાદિપ્રવૃત્તિ કુઠારાદિરૂપનિર્માણપ્રવૃત્તિ
(૩) પ્રસ્થકફલ.
OL ORGAME Eefid ૪૫૯
(૧) આદિ કર્મથી અપુનર્બંધકની ચિત્રા પ્રવૃત્તિ સત્પ્રવૃત્તિ.
(૨) નૈગમાનુસારેણ સદોષાઽપિ આદિધાર્મિકની ધર્મપ્રવૃત્તિ, સામસ્ત્યન ધર્મ-માર્ગગામિની (૩) સમ્યક્ત્વાદિ ફલપ્રાપ્તિ
હવે અપુનર્બંધકનું લક્ષણ કહે છે કે
અપુનર્બંધકને યોગ્ય સામાચારી(આચાર)થી કથંચિત્ ભગ્ન-પતિત થયેલો પણ, (ફરીથી)પોતાને ઉચિત પ્રયત્ન, ક્રિયા, આચારથી જાણવા, ઓળખવા યોગ્ય અર્થાત્ આ(ફરીથી)સ્વોચિત આચારરૂપ પ્રયત્નરૂપ ચિહ્નલક્ષણવાળો આદિધાર્મિક અપુનર્બંધક છે.
એટલે તે અપુનર્બંધકના પ્રત્યે જ ઉપદેશની સફલતા છે, (કેમકે, ઉપદેશદ્વારા સ્વોચિત આચારથી પતિત પણ ફરીથી સ્વોચિત આચાર-સામાચારીને સ્વીકારે છે.
જૈનો અપુનર્બંધક
સાંખ્યો
બૌદ્ધો
પ્રકૃતિના અધિકાર (સત્તા) ની
અવાપ્તભવવિપાક, આત્માભવવિપાકનિવૃત્તિ (અભાવ) વાળો પુરૂષ નિવૃત્તાધિકાર | પરીપાકની પ્રાપ્તિવાળો આત્મા. પ્રકૃતિક પુરૂષ.
૧ સૂતેલા માણસને કોઈ આભૂષાદિવડે અલંકૃત કરે અને પછી તે જાગૃત થાય ત્યારે પોતાને અલંકૃત થયેલો જોઈને આનંદ અનુભવે છે, તેની જેમ અનાભોગથી પણ વિચિત્ર ગુણોવડે પોતાને અલંકૃત થયેલો જોઈને સમ્યગ્દર્શનાદિ લાભના કાળે આનંદ અનુભવે છે.
તથા આદિશબ્દથી સુતેલા માણસને નૌકા વિ.થી સમુદ્રના પારને પામેલો પોતાને જ્યારે જાગ્યા પછી જુએ છે ત્યારે આનંદ થાય છે એમ સમજવું.
ગુજરાતી અનુવાદક
CX-315 CCI.