________________
લલિત-વિસ્તરા
આ ૪૫૭
વરિચિત
જે અપુનર્બંધક આદિ હોતો નથી તેમાં આવા પ્રકારની ગુણ સંપદાઓનો અભાવ છે એથી જ આદિકર્મથી માંડી, આ અપુનર્બંધક આદિની, ધર્મ વિષયક પ્રવૃત્તિ, સત્પ્રવૃત્તિરૂપસક્રિયા રૂપ જ છે. કેમકે; નૈગમનયના અનુસારે ચિત્ર(નાના પ્રકારની-વિવિધ) પ્રવૃત્તિ, પ્રસ્થકપ્રવૃત્તિ સરખી હોઈ સત્પ્રવૃત્તિરૂપ છે.
(મગધ દેશમાં પ્રસિદ્ધ એવા એક પ્રકારના ધાન્યના માપને ‘પ્રસ્થક' કહેવામાં આવે છે. આ પ્રસ્થકને માટે લાકડું કાપવા કોઈ પુરૂષ કુહાડો લઈ જંગલમાં જતો હોય ત્યારે તેને કોઈ પૂછે કે ‘તમે ક્યાં જાઓ છો?' તો આ અવિશુદ્ધ નૈગમનય પ્રમાણે તે એમ કહે કે હું ‘પ્રસ્થક માટે જાઉં છું.'ખરી રીતે એના ગમનનું કારણ પ્રસ્થક માટે લાકડું મેળવવાનું છે નહિ કે પ્રસ્થક, છતાં કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી તેમજ વ્યવહાર એવા પ્રકારનો હોવાથી તે આમ કહી શકે છે. પછી તે જંગલમાં જઈને પ્રસ્થક બનાવવા માટે ઝાડને છેદતો હોય તેવામાં તેને કોઈ પૂછે કે ‘તમે શું છેદો છો?' તો એ પહેલાં કરતાં વિશેષ શુદ્ધ એવા નૈગમનયને અનુસરીને કહી શકે છે કે ‘પ્રસ્થક છેલ્લું છું' અહીં પણ પૂર્વની જેમ કારણમાં કાર્યનો ઉપચાર અને વ્યવહારનો વિચાર કરી લેવો અર્થાત્ અનાજ માપવાને માટે લાકડાનું બનાવેલું પાત્ર ‘પ્રસ્થક' કહેવાય છે આવું પાત્ર બનાવવા માટે કોઈ સુથાર જંગલમાં લાકડું કાપતો હોય અને પુછવામાં આવે કે ભાઈ! તમે શું કરો છો? તો એના પ્રત્યુત્તરમાં તે કહે કે ‘પ્રસ્થક કાપું છું’ આ લાકડું કાપીને તેને ખાંધે ચડાવીને તે ઘર ભણી જતો હોય એવામાં કોઈ એને પૂછે કે ‘તમારી ખાંધે શું છે?' તો તે કહેશે કે ‘પ્રસ્થક' આ પ્રમાણે લાકડાને ચીરતાં, ઘડતાં, છોલતાં, સુંવાળું કરતાં ‘માન' તૈયાર થતાં અનાજ માપતો હોય તે વેળા પણ આ સઘળી અવસ્થાઓમાં તેઓને ‘પ્રસ્થક' તરીકે એળખાવે છે. આ પ્રકારના તેનાં કથનો ઉત્તરોત્તર વિશુદ્ધતાથી અંકિત નૈગમનયને અનુસરે છે)
તેથી જ આ મુદ્દાને ઉદ્દેશીને કહ્યું છે કે ‘કુઠારાદિ વિષય (નિમિત્તક) પ્રવૃત્તિ પણ પ્રસ્થક આદિ આકારરૂપ રૂપનિર્માણ પ્રવૃત્તિ જ માનવી.’
કે, અશુદ્ધ એવું ત્રાંબુ પણ સિદ્ધપારદ રસ વિગરેના અનુવેધથી એટલે અંદર દાખલ થઈને ત્રાંબામાં રહેલા જળનું શોષણ કરવાથી સુવર્ણપણાને પામે છે, તેજ પ્રમાણે સારા આશયરૂપ રસથી સિંચાયેલો અશુદ્ધ ક્રિયા પણ શુદ્ધ ક્રિયાનો હેતુ થાય છે.
૨ જે તીવ્રભાવથી પાપ કરતો નથી તે અપુનર્બંધક તેને એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર હોતો નથી. ક્ષુદ્રપણું વિગેરે ભવાભિનંદી દોષોનો ક્ષય થવાથી શુક્લપક્ષના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા. ગુણવાળો અપુનર્બંધક છે. માર્ગ પતિત (માર્ગને પ્રાપ્ત થયેલો) અને માભિમુખ એ અપુનબંધકની અવસ્થા વિશેષ છે. માર્ગ એટલે સાપને દરમાં પેસવાની જેમ ચિત્તનું સરલ પ્રવર્તન વિશિષ્ટ ગુણ સ્થાનની પ્રાપ્તિને યોગ્ય સ્વાભાવિક થયોપશમ વિશેષ તેને પ્રાપ્ત થયેલો તે માભિમુખ કહેવાય છે.
મતલબ કે જે આત્માને સંસાર પ્રવાહ કે પ્રવાસ ચરમપુદ્ગલપરાવર્ત પરિણામ બાકી રહે છે તે આત્માને જૈન પરિભાષામાં ‘અપુનર્બંધક' અને સાંખ્ય પરિભાષામાં નિવૃત્તાધિકાર પ્રવૃત્તિ' કહે છે. અપુનબંધક યા નિવૃત્તાધિકારપ્રકૃતિ પુરૂષની અંતરંગ ઓળખાણ એટલી જ છે કે, તે આત્મા ઉપર મોહનું દબાણ ઓછું થાય છે અને ઉલ્ટું મોહના ઉપર કાબૂ શરૂ થાય છે, આજ અધ્યાત્મિક વિકાસનું બીજારોપણ છે, અહીંથી યોગમાર્ગની શરૂઆત થતી હોવાથી તે આત્માની પ્રત્યેક પ્રવૃત્તિમાં પલ્ટો દેખાય છે, જેમ કે, હરેક ક્રિયામાં સરલતા, નમ્રતા, ઉદારતા, પરોપકારપરાયણતા વિ. સદાચાર, દર અસલ સ્વરૂપમાં પ્રત્યક્ષ દેખાય છે કે જે આ વિકાસસન્મુખ આત્માનો બાહ્ય પરિચય છે.
ગુજરાતી અનુવાદક
તાકરસૂરિયા
આ