Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 509
________________ લલિતવિકતા છે આશા છે. હલકાર {૪૫૬) (૨૬) ભવાંતરમાં સંસ્કારના હેતુરૂપ મંગલ જાપ-નવકાર મહામંત્રનું સ્મરણ વારંવાર-નિરંતર-અસ્મલિત કર્યા કરો! (૨૭) ચાર શરણોને (અરિહંતરૂપ શરણ, સિદ્ધરૂપ શરણ, સાદુરૂપ શરણ, કેવલિભાષિત ઘર્મરૂપ એમ ચાર શરણોને) વારંવાર અંગીકાર કરો! દુનીયામાં આ ચાર શરણ શિવાય બીજાઓમાં રહેલ અશરણપણાનું જ્ઞાન કરો! (૨૮) સંસારથી પરમ નિર્વેદ-ઉદ્વેગ-કંટાળો એ ઘર્મનું ચિહ્ન હોઈ કરવા-કરાવવા-અનુમતિરૂપે મનવચન-કાયાથી થયેલ પોતાના દુષ્કતો દુષ્ટ કૃત્યો-ખરાબ કર્તવ્યો) ની વારંવાર, (મિચ્છામિ દુક્કડં-મારું દુષ્કૃત મિથ્યા થાઓ) એવા શબ્દો બોલી, ફરીથી નહિ કરવાના ઠરાવપૂર્વક)નિંદા કરો! (૨૯) તે તે ગુણોની પ્રાપ્તિનું મૂલ હોઈ માર્ગાનુસાર તથા રત્નત્રય વિષયક સકલ-સુકૃત-કુશલ કર્મોની વારંવાર અનુમોદના કરો! (૩૦) ઉપદ્રવ-ઉત્પાત-વિજ્ઞરહિત થવા ખાતર, મંત્રદેવોની યથાયોગ્ય (મંત્રપૂર્વક દેવોની કે નમસ્કાર મહામંત્રના અધિષ્ઠાયક-શાસનદેવોની પૂજા કરો! (૩૧) શુભ સંસ્કાર-સંસ્કૃતિ ટકાવવા ખાતર, સજ્જનોની સંતોની આચરણાઓનું (સદાચારોનું) શ્રવણ કરો! (૩૨) સદાચારના પ્રથમ ચિહ્નરૂપ ઉદારતા-ઔદાર્યને વિચાર! (૩૩) તીવ્ર-પુષ્ટ આલંબન હોઈ ઉત્તમ કોટીના પુરૂષોના-મહાપુરૂષોના ચરિત્રોને (દ્રશ્ચંતોને-કથાઓને)અને તર્ગત પરમ-ઉમદા આદર્શોને સામે રાખી વર્તન-જીવનનું વલણ અખત્યાર કરી! આવા પ્રકારના ગુણગણવિશિષ્ટ પુરૂષની (પ્રથમ ગુણસ્થાન વર્તાપણું હોવાં છતાંય) ઘર્મવિષયક સઘળી સુંદર-શુભ-સારી છે. કારણ કે, આ માર્ગાનુસારી નિયમથી (ચોક્કસ-નિયમા) અપુનબંધક આદિરૂપ છે. (આદિથી સકૃતબંધક અદિ સમજવા.) ૧ જે ફરીથી તીવ્રઅધ્યવસાયે કરીને પાપકર્મ ન બાંધે તે અપુનબંધક કહેવાય છે. આ સ્થળે અપુનબંધક એટલે ચરમપુદ્ગલપરાવર્તમાં રહેલો માર્ગાનુસારી લેવો. તે માર્ગાનુસારિની જે શમવડે આંતરવૃત્તિના દમનવડે યુક્ત અથવા અન્વય અને વ્યતિરેકના જોવાથી યુક્ત એવી ક્રિયા-કરણી, બૌદ્ધ-કણાદિક મતના ભેદે કરીને ક્રિયા-વ્યવહારની ભિન્નતાએ કરીને અનેક પ્રકારે-પંચાગ્નિ વિગેરે નાના પ્રકારની અનેક ધર્માર્થીઓએ કરાતી જોવામાં આવે છે. તે ક્રિયા પણ મોક્ષને સાધવાવાળા પ્રાણીઓને સમ્યકત્વપ્રાપ્તિરૂપ ધર્મમાં વિન કરનાર એવા ક્લિષ્ટ રાગ આદિનો ક્ષય કરનાર થાય છે. માટે આ ક્રિયા પણ ભાવી અધ્યાત્મનું કારણ છે. જો કે અશુદ્ધ સર્વજ્ઞ કહેલી ન હોવાથી સાવદ્યા(દોષવાળી છે તો પણ અપનબંધકે સ્વીકારેલી ક્રિયા મોક્ષના અભિલાષરૂપ સારી અધ્યવસાયથી સારા પરિણામથી કરાયેલી હોય તો તે સર્વજ્ઞ પ્રણીત શુદ્ધ ક્રિયાનું કારણ છે તે પર દ્રષ્ટાંત આપે છે ક્લીઅર સજા

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518