Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 507
________________ લલિત-વિરારા આ તબદ્વારિચિત (૪૫૪) (૩) સંવિગ્ન(સંવેગપાક્ષિક-સંવેગી)આદિ-સુગુરૂ આદિ કલ્યાણમિત્રોનો યોગ સતત કાયમ રાખો! (૪) બલવત્તર હોઈ ઉચિત સ્થિતિ-મર્યાદાનું ઉલ્લંઘન મા કરો! (૫) ઘર્માચાર્ય આદિનો આધારભૂત હોઈ લોકમાર્ગ(વ્યવહારમાર્ગ)ની હંમેશા અપેક્ષા રાખો! વ્યવહાર માર્ગને અપનાવો! (૬) માતા-પિતા આદિ વડીલ પુરૂષોને યોગ્ય માન-સન્માન આપો! (૭) વિનય-શિસ્ત પાલનની મહત્તા હોઈ ગુરૂજનના અંકુશમાં-પરાધીનતા-તાબેદારીમાં રહો! તેઓ જે ફરમાન કરે તે પ્રમાણે વર્તો! (૮) દીન-અનાથ આદિમાં દાન આદિ વિષયક પ્રવૃત્તિ કરો! દાન આદિ કરો! (૯) જિનેશ્વર ભગવંતોની ઉદાર (મોટી-વિસ્તારવાળી) પૂજા કરો! (૨) અવસસાધુ સામાચારીમાં જે અવસગ્ન એટલે શિથિલ-ખેદવાળો હોય છે. તેના દેશથી અને સર્વથી અવસત્ર એમ-૨. ભેદ છે. ત્યાં (ઢતબદ્ધ પીઠબલ કે સંથારા માટે પાટ વિગેરે ન મલે તો વર્ષાઋતુમાં વંસ વિગેરેના ઘણા કકડાઓને દોરીથી બાંધી સંથારો કરવો પડે, પરંતુ તેની પુનઃ બંધ છોડીને પડિલેહણા કરવી જોઈએ તે કરે નહિ, તે ઋતુબદ્ધપીઠફલક દોષ અથવા વારંવાર શયન માટે સંથારો પાથર્યો રાખે અથવા ચોમાસા વિના પાટ-પાડલાદિ વાપરે તે પણ તબદ્ધપીઠફલક દોષ જાણવો.) ઉપભાગી હોય અને સ્થાપના(સાધુને માટે આહાર રાખી મૂકવો તે, ભોજી તથા પ્રાભૃતિકા (પોતાના . ઈષ્ટવા પૂજ્ય મુનિને જે ઈષ્ટ આહાર હોય તે બહુમાન પૂર્વક વહોરાવવો તે.) નો ભોજી હોય તો સર્વથી અવસગ્ન જાણવા. અને પ્રતિક્રમણ-પડિલેહણા-સ્વાધ્યાય ભિક્ષાચર્યા, ધ્યાન ઉપવાસાદિ, આગમન (ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે પગ પ્રમાર્જનાદિ વિધિ તથા નિસીહી કહેવાની વિધિ) નિર્ગમન(ઉપાશ્રયમાંથી નીકળતી વખતે આવત્સહિ કહેવા વિ.ની વિધિ) સ્થાન (કાયોત્સદિ વખતે ઉભા રહેવાની વિધિ) બેસવું અને સુવું એ સર્વ સાધુ સમાચારી કરે નહિ. અથવા કરે તો હીનાધિક કરે, અથવા ગરના વચનથી બલાત્કાર કરે તે દેશથી અવસગ્ન જાણવો એ બંને વંદનીય છે (૩) કશીલના ત્રણ પ્રકાર છે. (૧) ૮ પ્રકારના જ્ઞાનચારની વિરાધના કરે તે જ્ઞાનકુશીલ. ૮ પ્રકારના દર્શનાચારની વિરાધના કરે તે દર્શન કુશીલ. તથા યંત્ર, મંત્ર કરે એક અંગમાં ગોળ નાંખી તે બીજા અંગમાંથી કાઢવા, અથવા મુખમાંથી અગ્નિ કાઢવો, ઈત્યાદિ ચમત્કાર દેખાડે. સ્વપ્ન ફળ કહે, જ્યોતિષ પ્રકાશે, ભૂતભાવિનો લાભાલાભ કહે, જડીબુટ્ટી કરે, પોતાના જાતિકુલ પ્રકાશ કરે, સ્ત્રી પુરૂષના લક્ષણ કહે, કામણવશીકરણ કરે, સ્નાનાદિથી શરીર વિભૂષા કરે, ઈત્યાદિ અનેક પ્રકારે ચારિત્રની વિરાધના કરનાર તે ચારિત્ર કુશીલ. એ ત્રણ અવંદનીય છે. (૪) સંસક્તના બે ભેદ છે. (૧) પ્રાણાતિપાતાદિ પાંચ આશ્રવયુક્ત, રસગારવાદિક ગારવયુક્ત હોય તે સંલિષ્ટ સંસક્ત (૨) પાસસ્થાઆદિ પાસે જાય ત્યારે તેવા ગુણવાળો થાય અને સંવિન સાધુઓમાં વસે ત્યારે સંવિન ગુણવાળો હોય એવા આચાર-વિચાર રાખે એ પ્રમાણે જ્યાં જાય તેવા પ્રકારનો આચાર પાળે તે અસંશ્લિષ્ટ સંસક્ત. એ બંને અવંદનીય છે. (૫) ઉત્સુત્ર પ્રરૂપણા કરે, પોતાની મતિ કલ્પના પ્રમાણે અર્થ કરે, પ્રરૂપે, ગૃહસ્થના કાર્યમાં પ્રવર્તે, અન્ય સાધુના કે શિષ્યના અલ્પઅપરાધમાં પણ વારંવાર ક્રોધ-આક્રોશ કરે, પોતાની કલ્પના પ્રમાણે આગમનો અર્થ વિચારી વિગઈ વિના ઉપભોગથી સુખશીલ થઈ વિચરે, ત્રણ ગારવયુક્ત થાય, આગમની અપેક્ષા વિના પોતાના છંદે ચાલનાર યથાણંદ સાધુ જાણવો. તે જૈન દર્શનમાં અવંદનીય ગણ્યો છે. રાતી અનુવાદક - અ, સપિ સ.

Loading...

Page Navigation
1 ... 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518