Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 506
________________ લલિત વિતરાનો Rી તક સફરજદાર કટ कृतिधर्मतो याकिनीमहत्तरासूनोराचार्यहरिभद्रस्येति ॥ ભાવાર્થ-તેથી આવા પ્રકારના શુભફલજનક પ્રણિધાન “જયવીયરાય” સુધીનું ચૈત્યવંદન સમજવું. ત્યારબાદ કુગ્રહ (કદાગ્રહ-પૂર્વગ્રહ-અસત્ અભિનિવેશ) ના વિરહ-પરીવારપૂર્વક (ગુરૂવંદનનો પ્રસ્તાવ શરૂ થતો હોઈ) આચાર્ય આદિને વંદના કરી ઉચિત પ્રમાણે જે હોય તે કર્તવ્ય એક કે અનેક કરે છે,વર્તન કરે છે. હવે આ શુભફલજનક પ્રણિધાનપર્યન્ત ચૈત્યવંદનની સિદ્ધિ ખાતર અથવા સામગ્રીસંપાદનસમર્થ પ્રણિધાન કે ઉચિત કર્તવ્યની ખાતર (૧) "દયાલતા આદિ. અક્ષુદ્રતા આદિ. દેવગુરૂ બહુમાન આદિરૂપ આદિ(શરૂઆતના)કર્મ-ક્રિયાવિશેષમાં પ્રયત્ન કરો. (૨) પાસત્થા આદિ અકલ્યાણ મિત્રોનો યોગ છોડી ઘો! ૧ ભતો તમે વિશુદ્ધ ધર્મોનું સાધન તમારા આત્માને પ્રાપ્ત થાય એવી ઈચ્છા રાખો છો તો તમારું પ્રથમ કર્તવ્ય તો એ છે કે શરૂઆતમાં તમારે દયાલતા સેવવી, બીજાનો જરાપણ તિરસ્કાર કરવો નહિ, ક્રોધીપણું તન છોડી દેવું, ખરાબ સાથેનો સંબંધ સર્વથા તજી દેવો, જુઠા પણાનો સર્વથા ત્યાગ કરવો, અન્યના ગુણ તરફ પ્રેમ કરવાનો અભ્યાસ પાડવો, ચોરી કરવાની બુદ્ધિ પણ ન કરવી, મિથ્યા ગુમાનને તદન તજી દેવું, પરસ્ત્રીનો કોઈપણ પ્રકારનો અભિલાષ ન કરવો, પોતાને ધન-દ્ધિ કે જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેનો ગર્વ છોડી દેવો, દુઃખી પ્રાણીઓને દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા ઘારણ કરવી, ગુરૂમહારાજની ભક્તિ કરવી, દેવને વંદન કરવું, સગા સંબંધીઓનું યોગ્ય સન્માન કરવું. પ્રેમ રાખનાર જનોની હોંશો પૂરી કરવી, મિત્રવર્ગને અનુસરવું. પારકાના દોષો કે અપવાદો જરાપણ બોલવા નહિ, પારકાના ગુણોને ગ્રહણ કરવા પોતાના ગુણોની પ્રશંસા કરતાં શરમાવું, પોતે જરા નાનું સરખું કામ કર્યું હોય તો તેને મનમાં વારંવાર સંભાર્યા કરવું. પારકાને માટે-પરોપકાર કરવા સારૂ બને તેટલો પ્રયત્ન કરવો, મહાપુરૂષોની સાથે પહેલાં બોલવું, ધર્મ કરનાર માણસોની હંમેશા અનુમોદના કરવી. પારકાની ખાનગી વાતો જરાપણ પ્રગટ કરવી નહિ, અને હંમેશા સારો વેષ પહેરવો અને આચારો પણ સારા રાખવાં આ પ્રમાણે કરવાથી સર્વજ્ઞ મહારાજે બતાવેલ શુદ્ધ ધર્મનું અનુષ્ઠાન કરવાની યોગ્યતા તમને પ્રાપ્ત થશે. ૨ પાર્થસ્થના ૨ પ્રકાર છે તે આ પ્રમાણે (૧) સર્વપાસન્થો=સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સર્વરહિત કેવલ વેશધારી હોય તે સર્વ પાર્થસ્થ. (૨) દેશ પાર્થસ્થ-અધ્યાતરાહત પિંડ(જેના મકાનમાં રહ્યા હોય તેનો આણેલો આહાર તે) રાજપિંડ (રાજા અને રાજાના અમુક મુખ્ય અધિકારીઓના ઘરનો આહાર તે) નિત્યપિંડ(એક ઘેરથી પ્રથમ કરી રાખેલી નિમંત્રણા પ્રમાણે નિત્ય આહાર લે તે) તથા અગ્રપિંડ (બાત વિગેરેનો પ્રથમનો અગ્ર (ઉપરલો) ભાગ ગ્રહણ કરે એટલે ગૃહસ્થ પોતાને માટે આહાર કાઢયા પહેલાં જ ગ્રહણ કરે)ને વિના કરણે ભોગવે, કુલ નિશ્રા(આટલાં મારા જ-ભાવિત કરેલ કલ-સમુદાય વિશેષ જાણી ત્યાંજ આહાર માટે વિચરે તે) એ વિચારે, સ્થાપના કુલ(ગુરૂ આદિની વિશેષ ભક્તિ કરનારા કુલ-સમુદાય તેમાં) પ્રવેશ કરે, સંખડી (ગૃહસ્થનાં જમણવાર) જોતો કરે, અને ગૃહસ્થની સ્તવના કરે તે દેશ પાર્શ્વસ્થ જાણવો. એ (એ પ્રમાણે પાર્થસ્થ સાધુ બે પ્રકારના હોવાથી કેટલાએક આચાર્યો પાર્થસ્થને સર્વથા ચારિત્રરહિત જ માને છે. તે અયુક્ત છે. પ્રવ. સારો. વૃત્તિ) બંને પાસત્થાસાધુ વંદના કરવા લાયક નથી. બાજરાતી અનુવાદક ભાવિ ના

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518