Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra
View full book text
________________
કકકકાઓ
ET
T
દરબાર
૪૫૫)
કિમી
- લલિત વિસ્તાર મા બિલકુર રાહત (૧૦) સંવિગ્ન આદિ વિશિષ્ટ સાધુઓનું નિરીક્ષણ કરો! દેખો-ઓળખો-પારખો!
(૧૧) વિશિષ્ટ સાધુઓનો સંયોગ મેળવીને ઘર્મશાસ્ત્રનું વિધિપૂર્વક શ્રવણ કરો! કામ-અર્થશાસ્ત્રો મોહજનકઉત્તેજક-ઉદ્દીપક હોઈ કેવળ ધર્મશાસ્ત્રો સાંભળો!
(૧૨) તાત્પર્ય અર્થના જ્ઞાન સારૂ કહે છે કે, મહાપ્રયત્નથી ઘર્મશાસ્ત્ર વિચારો! તેનું મનન-પરિશીલનનિદિધ્યાસન આદરો!
(૧૩) ઘર્મશાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક પ્રવૃત્તિ વ્યવહાર માંડો!
(૧૪) આફતમાં પણ ઘર્મનિર્વાહ કાજે, આ આફત, ઘર્મકસોટી હોઈ કહે છે કે, વૈર્ય-ધીરજ-શાંતિસબૂરી ઘારણ કરો! ગભરાવ નહિ!
(૧૫) આતિ-ઉત્તરકાળ-ભવિષ્યકાળ-આગામિ સમયની વારંવાર પર્યાલોચના-વિશેષ ચિંતા કરો! (૧૬) ભવવૈરાગ્યનું મૂલ હોઈ મરણ-મૃત્યુને વારંવાર નિરંતર હૃદય કે નજર સામે રાખો!
(૧૭) વિમધ્યમોની ઉભય માટે પ્રવૃત્તિ છે એટલે કહે છે કે પરલોક સાધનામાં તત્પર-પરાયણલીન બનો!
(૧૮) ધર્મોપદેશક આચાર્ય આદિ ગુરૂમહારાજની સેવા કરો! (૧૯) યોગપટનું દર્શન કરો!
(૨૦) તે યોગપટમાં ચિતરેલ-આલેખેલ દેવ આદિના રૂપ (પ્રતિબિંબ-ચિત્ર-આકૃતિ-ફોટા વિ.) આદિને મનમાં સ્થાપન કરો! | (૨૧) ફલભાવથી ઘારણાને સ્થિર કરો! ઘારણાનું નિરૂપણ કરો!
(૨૨) વિકથા આદિરૂપ વિક્ષેપમાર્ગને છોડી ઘો! કોઈપણ પ્રકારનો આંતર કે બાહ્ય વિક્ષેપ થાય તે માર્ગ તજી દ્યો!
(૨૩) સૂત્ર-અર્થ-વર્ણઆલંબન આદિરૂપ-ઈચ્છાદિરૂપ યોગની સિદ્ધિ ખાતર આગેકદમ બઢાવો! (૨૪) બોધિના બીજરૂપ હોઈ અરિહંત ભગવંતના મંદિરો તેમજ મૂર્તિઓ તૈયાર કરાવો!
(૨૫) પંચમ આરાના જીવોના આધારભૂત-દુઃષમા કાલીન જનના આધારભૂત ભુવનેશ્વર તીર્થકર મહારાજના વચનો-શાસ્ત્રો-આગમો લખાવો! (પુસ્તકોદ્ધાર કરાવો.)
૧ યોગીલોક યોગાભ્યાસ વખતે કેડે વસ્ત્ર બાંધે છે તે જણાય છે. અથવા દર્શનાદિ યોગની શુદ્ધિ વૃદ્ધિ માટે શત્રુંજય તીર્થોના પટો, તથા સિદ્ધચક-ત્રષિમંડલ સ્તોત્રાદિના પટો પણ અહીં સમજવાં.
જમી ના રોજ રાજા

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518