________________
દીકરી
૪૫૮)
કુઠાર આદિ (કુહાડા આદિ) પ્રવૃત્તિ પણ પ્રસ્થાને યોગ્ય લાકડાના છેદનમાં ઉપયોગી એવા કુઠાર આદિ શસ્ત્ર વિષયક ઘટન (ઘડવું) દંડસંયોગ(દંડન જોડવું) તીક્ષ્ણધાર કરવી એ રૂપ પ્રવૃત્તિ પણ, (પ્રસ્થકને છોલવા આદિ પ્રવૃત્તિ તો દૂર રહો પણ એ અપિ-પણ શબ્દનો અર્થ સમજવો.) -----
રૂપનિર્માણ પ્રવૃત્તિ રૂપ-પ્રસ્થક આદિ આકારરૂપ રૂપનું નિર્માણ પ્રવૃત્તિ (સિદ્ધિ વ્યાપારરૂપ નિર્માણ પ્રવૃત્તિરૂપ કહેવાય છે.) .
રૂપનિર્માણ પ્રવૃત્તિરૂપ કાર્યના પ્રત્યે કુઠારાદિ કારણ છે. એટલે આ નૈગમનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો હોઈ તેમજ વ્યવહાર એવા પ્રકારનો હોઈ “કુઠાર આદિ પ્રવૃત્તિને પ્રસ્થક આદિ આકારરૂપ રૂપનિર્માણ પ્રવૃત્તિ તરીકે કહેવાય છે-મનાય છે. કેમ કે, ઉપકરણ (સાધનારૂપ ઉપકરણ) પ્રવૃત્તિ શિવાય ઉપકર્તવ્ય (કાર્યરૂપ ઉપકર્તવ્ય)પ્રવૃત્તિનો અભાવ છે.
અર્થાત્ કાર્ય (ઉપકર્તવ્ય) રૂપ પ્રવૃત્તિના પ્રત્યે ઉપકરણ (કારણ) વિષયક પ્રવૃત્તિ કરણ છે. ઉપકરણ પ્રવૃત્તિરૂપ કારણના અભાવમાં ઉપકર્તવ્ય-કાર્ય પ્રવૃત્તિરૂપ કાર્યનો અભાવ છે આવી જાય સંગતિ યોજવી.
તથા ચ પ્રસ્થક આદિ આકારરૂપ રૂપનિર્માણમાં કુઠારાદિ પ્રવૃત્તિની જેમ, અપુનબંધકની ઘર્મ વિષયક જે પ્રવૃત્તિ-દેવનો યોગ થયે છતે પ્રણામ આદિરૂપ જે પ્રવૃત્તિ, દોષવાળી પણ તે પ્રવૃત્તિ, સમસ્તપણાએ સંપૂર્ણ રીતે ઘર્મ (માર્ગ) બાધક-પ્રતિબંધક નથી એમ તાત્પર્યપર્યન્ત ગવેષણા કરનારાઓ તત્ત્વવેત્તાઓ વદે છે. કારણ કે, (હવે આ વિષયના પરમરહસ્યને સમજાવે છે કે,) આ અપુનબંધકનું (હૃદય, અંતઃકરણ, હૈયું, ચિત્ત) દેવ આદિ તત્ત્વનું વિરોઘી-તે તત્ત્વથી પ્રતિકૂલ-વિપરીત-ઉર્દુ ચાલનારૂં નથી. અનુકૂલ-અવિરોધી-અવિપરીત છે.
પરંતુ પ્રવૃત્તિ તો ઉલ્ટી છે, વિપરીત-ઉંધી-દેવાદિતત્ત્વથી પ્રતિકૂલ છે, કારણ કે, તે તત્ત્વથી પ્રતિકૂલ પ્રવૃત્તિમાં પોતાના અનાભોગ (અજ્ઞાનતા-અનુપયોગ) નો દોષ-અપરાધી છે. જવાબદાર છે.
આ અપુનબંધકનું હૃદય, તત્ત્વ વિરોધી ન હોઈ (દેવાદિતત્ત્વના પ્રત્યે વફાદાર હોઈ) અર્થાત્ તત્ત્વ અવિરોધી એવા હૃદયથી સંમતભદ્રતા-ચોમેરથી કલ્યાણ કલ્યાણ ને કલ્યાણ એવી રીતની સ્થિતિ પ્રાપ્ત થાય છે. પરંતુ કેવલ-કોરી-હૃદયશૂન્ય-માત્ર પ્રવૃત્તિથી સંમતભદ્રતા પ્રાપ્ત થતી નથી. કેમકે; સંમતભદ્રતાનું તત્ત્વ અવિરોધી-કુશલહૃદય, ઉપકારી-કારણ છે. વળી કોરી પ્રવૃત્તિશિવાય ક્વચિત તત્ત્વ અવિરોધી કુશલ હૃદયનું સંમતભદ્રતા રૂપ ફલના પ્રત્યે કારણપણે સુઘટિત છે. કેમકે;
શુભ અશુભ રૂપ પુરૂષાર્થ પ્રવૃત્તિ રૂપ સકલક્રિયામાં તત્ત્વ અવિરૂદ્ધ હૃદયપૂર્વકપણું છે. અર્થાત પહેલાં તત્ત્વ અવિરોધી હૃદયરૂપ કારણ હોય અને પછી શુભ અશુભ રૂપ પુરૂષાર્થ પ્રવૃત્તિ રૂપ સકલ ક્રિયા રૂપ કાર્ય હોય છે. આ પ્રમાણે-પ્રસ્થક દૃષ્ટાંત માફક, આ જૈન દર્શનમાંથી નીકળેલ-જુદા પડેલ-અલગા થયેલ જે અને જેટલા સાંખ્યબૌદ્ધ આદિ નયવાદરૂપ દર્શનો છે તે બધા નયવાદ રૂપ દર્શનોના અનુસરે એટલે આ બધા નયવાદરૂપ દર્શનોમાં કહેલ સર્વ દૃષ્ટાંતજાત-સમુદાય, આ જૈન દર્શનમાં યોજવો.
કાકા કાકરાપારકા
રજી છે.
આ સીરિક