________________
લલિત-વિરારા કારિભાવશુવિ શિત
(૪૫૦) પ્રણિધાન ઉપયોગનો અભાવ હોઈ પ્રવૃત્તિ આદિ યોગનો અભાવ થશે! કારણ કે, કારણના અભાવમાં કાર્યનો અભાવ છે. તથાચ પ્રવૃત્તિ આદિ કાર્યરૂપ યોગની સિદ્ધિ તો કારણ તરીકે આશયવિશેષરૂપ પ્રણિધાન અવશ્ય માનવું જ પડશે.
વળી આ પ્રણિધાન, અનધિકારીઓ માટે નથી. પરંતુ અધિકારીઓના જ માટે છે.
વળી વંદનાના (ચૈત્યવંદનાના) અધિકારીઓ પૂર્વે કહેવાયેલા છે. જેમ કે “એતદ્ધહુમાનિઓ-વિધિપરઉચિત વૃત્તિવાળા-કથિત લક્ષણવાળાઓએ રૂપ જે અધિકારીઓ પૂર્વકથિત છે. તે જ અધિકારીઓ પ્રણિધાનના સમજી લેવા.
એવંચ-પ્રણિધાનનું લક્ષણ તો, વિશુદ્ધ ભાવના આદિ જાણવું.
શાસ્ત્રમાં કહ્યું છે કે “જે વિશુદ્ધ ભાવનાથી પ્રધાન છે, જે મન તેના (વીતરાગના) અર્થમાં-વિષયમાં અર્પિતસમર્પિત થયેલ છે. તથા યથાશક્તિ પ્રમાણે ક્રિયારૂપ ચિહ્નથી જે યુક્ત છે તે, મુનિએ પ્રણિધાન કહ્યું છે.”
બીજું એ કે આ થોડા વખત સુધીનું (અલ્પકાલીન પણ) પ્રણિધાન, સુંદર છે, સારું છે. કેમકે, સકલ અભ્યદય અને મહોદયના પ્રત્યે અવંધ્યઅમોઘ-અવ્યવહિત-અસાધારણ મૂળ કારણ છે.
આ જ વસ્તુને વધુ વિચારે છે કે- આ વિશુદ્ધ ભાવના આદિ લક્ષણવાળું પ્રણિધાન, અત્યંત ગંભીર અને ઉદાર છે. (અતિ ગંભીર અને ઉદારનો પૂર્વે અર્થ કહેવાઈ ગયેલ છે. ત્યાંથી જોવો) કારણકે, એથી જ રાગદ્વેષ-મોહથી અસ્કૃષ્ટ એવા પ્રણિધાનની પ્રાપ્તિરૂપ પ્રશસ્ત ભાવ દ્વારા મિથ્યાત્વ મોહનીય આદિનો તેમજ શુદ્ધ-મનુષ્યગતિ, સુસંસ્થાન, સુસંહનન આદિ કર્મનો યથાયોગ્ય ક્ષયોપશમ (એક દેશના ક્ષયરૂપ ક્ષયોપશમ) આદિ થાય છે. (આદિ શબ્દથી શુદ્ધ મનુજ ગતિ આદિ કર્મનો બંધ થાય છે એમ પણ સમજવું) એટલે પરલોકમાં પ્રધાન-દઢ સંહનન (સંઘયણ) અને શુભ સંસ્થાનપણાએ સર્વોત્કૃષ્ટરૂપ પ્રધાન એવા ઘર્મકાય આદિનો-ઘર્મની આરાધનાયોગ્ય શરીર આદિનો (અહીં આદિ શબ્દથી નિર્મલ કુલ-જાતિ-આયુષ્ય-દેશ-કલ્યાણમિત્ર આદિનો એવો અર્થ જાણવો) લાભ (પ્રાપ્તિ) થાય છે.
તથાચ પ્રશસ્તભાવલાભરૂપ પ્રણિધાનથી વિશિષ્ટ ક્ષયોપશમ આદિ થાય છે, અને વિશિષ્ટ ક્ષયોપશમ આદિથી પ્રધાન ધર્મકાય આદિનો લાભ મળે છે. એવંચ તે ધર્મકાય આદિનો લાભ થાય છે તે પ્રણિધાન કરનાર પુરૂષને સકલ ઉપાધિની વિશુદ્ધિ (નિષ્કલંક સ્થાનરૂપ હોઈ સઘળી વસ્તુની વિશેષ રીતે શુદ્ધ) થાય છે. કેમકે; લાંબા કાલ સુધી (લાખો પૂર્વ પ્રમાણ લાંબા કાલ સુધી) વિગ્ન વગર-સહીસલામત સતતઅસ્મલિત અવિચ્છિન્નધારાએ જિનપૂજારૂપ સત્કારના અનુભવરૂપ આરાધનાથી ૧ શ્રદ્ધા-શુદ્ધ માર્ગ વિષય રૂચિ. ૨ વીર્ય-અનુષ્ઠાન વિષયક શક્તિ. ૩ સ્મૃતિ-અનુભૂત પદાર્થ વિષયક જ્ઞાનવૃત્તિ-શક્તિ. (યાદદાસ્ત) ૪ સમાધિ ચિત્તની સ્વસ્થતા-પ્રસન્નતા. ૫ પ્રજ્ઞા-બહુ બહુવિધ આદિથી ગહન વિષય વાળી અવબોધ જ્ઞાનશક્તિ. એ રૂપ શ્રદ્ધાદિ પાંચોની વૃદ્ધિ (ઉત્કર્ષ-ઉદય ઉન્નત્તિ-ચડતી-ભરતી) થાય છે. જે પુરૂષ, જિનપૂજારૂપ સત્કારની
જાતી અનુવાદક -
દીકરસુરિમા