________________
- લલિત-વિખરા - હરિભવસરાઈ
૪૪૯) ભાવાર્થ-આ ભવનિર્વેદાદિ ગુણાષ્ટક કણ્યાણવિષયક પ્રાર્થનારૂપ પ્રણિધાન, સકલ શુભ અનુષ્ઠાનના કારણરૂપ, મોક્ષરૂપી ફળવાળું (જનક) છે જ.
વળી આ વિશિષ્ટ પ્રણિધાન, નિયાણારૂપ નથી. કેમ કે, ભૌતિકભોગ્ય પદાર્થ વિષયક પ્રાર્થના-આસક્તિરૂપ અભિધ્વંગ લક્ષણનો અભાવ છે. આ વિષયની ચર્ચા પૂર્વે કરી દીધેલ છે, ત્યાંથી જાણી લેવી. મોક્ષકારણ પ્રણિધાનરૂપ હોઈ આ અસંગતા (રાગ-દ્વેષ-મોહના સંગના અભાવરૂપ અસંગતા-વીતરાગતાદિમાં) સક્તલાગેલ-ચિત્ત- (મન) નો વ્યાપાર, મોટો છે. મહત્ત્વશાલી છે.
વળી પ્રણિધાન વગર પ્રવૃત્તિઆદિનો અભાવ છે. આ પ્રમાણે-પ્રણિધાનની સત્તામાં જ પ્રવૃત્તિ આદિની સત્તા હોઈ આ પ્રણિધાન, અવશ્ય કર્તવ્ય છે. કેમ કે; પ્રણિધાન છે તો પ્રવૃત્તિ છે. અને પ્રવૃત્તિ છે તો વિધ્વજય છે. અને વિધ્વજય છે તો ફલરૂપ સિદ્ધિ છે. અને કફલરૂપ સિદ્ધિ છે તો જ પવિનિયોગ છે. એમ પૂર્વ પૂર્વ કારણ અને ઉત્તરોત્તર કાર્ય છે.
વળી અહીં “આશય પ્રમાણે કર્મબંધ” “પરિણામે બંઘ' આવો નિયમ છે એટલે પ્રણિધાન (આશયરૂપ પ્રણિધાનના) વિપાક-મોક્ષરૂપ ફલથી શું કર્મબંધની અસિદ્ધિ થશે એવી શંકા નહિ કરવી કેમકે, “મન એ જ મનુષ્યના બંધ-મોક્ષનું કારણ છે.” આવો નિયમ હોઈ કર્મબંધરૂપ ફલજનક આશયરૂપ મન જુદું છે, ભિન્ન છે. એટલે પ્રણિધાનરૂપ આશય વિશેષના વિપાક-મોક્ષરૂપ ફલથી કર્મબંધની અસિદ્ધિ નથી.
વળી આ કર્મબંધ, યુક્તિ અને આગમપ્રમાણથી સિદ્ધ જ છે. અન્યથા-કર્મબંઘરૂપ ફલજનક આશય માનવામાં આવે અને મોક્ષફલજનક પ્રણિધાનરૂપ આશય ન માનવામાં આવે તો
૧ પ્રણિધાન=પોતાના કરતા હીન ગુણવાળા ઉપર દ્વેષ રાખ્યા શિવાય, તેના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ સહિત, વર્તમાન ધર્મ સ્થાનના કર્તવ્યમાં ઉપયોગ રાખવો તે.
ર વર્તમાન ધર્મસ્થાનના ઉદ્દેશથી તેના ઉપાય સહિત ક્રિયામાં વિધિ શુદ્ધ અને જલ્દી ક્રિયાની સમાપ્તિ કરવાની ઈચ્છારૂપ ઉત્સુકતા રહિત જે તીવ્ર પ્રયત્ન તે અહીં પ્રવૃત્તિ સમજવી.
૩ વિદનજ=ધર્મ ક્ષિામાં અત્તરાયને દૂર કરનાર પરિણામ. તે ત્રણ પ્રકારે છે. (૧) ભૂખ તરસ ઈત્યાદિ પરીષહો, (૨) શારીરિક રોગો, (૩) મનની ભ્રાંતિ. એ ત્રણ પ્રકારના ધાર્મિક પ્રવૃત્તિમાં વિદન છે. અને તેનો જે પરિણામથી જય થાય તે વિશનજય. સાધુને મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરતા ક્ષુધા, તૃષા ઈત્યાદિ પરીષહો પ્રાપ્ત થાય તેને તિતિક્ષા ભાવના વડે સહન કરે તે પ્રથમ વિનજય. સાધુને શારીરિક રોગો પ્રાપ્ત થાય ત્યારે વિચારે છે. માર નથી પણ દેહ માત્રના બાધક છે, એ ભાવનાથી સમ્યગ્ધર્મનું આરાધન કરવામાં સમર્થન થાય તે મધ્યમ વિદનજય. મોક્ષ માર્ગમાં પ્રવર્તતા સાધુને મિથ્યાત્વાદિથી મનો વિભ્રમ થાય તો મિથ્યાત્વની પ્રતિપક્ષભાવના વડે મનોવિભ્રમને દૂર કરે તે ઉત્તમ વિધ્વજય
૪ ફલરૂપ સિદ્ધિ=અહિંસાદિતાત્ત્વિકધાર્મિક ભૂમિકાની પ્રાપ્તિ, જેથી અધિક ગુણવાળા પ્રત્યે બહુમાનાદિ, મધ્યમ ગુણવાળા પ્રત્યે ઉપકારની ભાવના અને હીન ગુણવાળા પ્રત્યે કે નિર્ગુણના પ્રત્યે દયા-દાન વિગેરેની પ્રવૃત્તિ થાય છે.
૫ જે અહિંસાદિ ધાર્મિક ભૂમિકા પ્રાપ્ત કરીને તેને ઉપાય દ્વારા બીજાને પ્રાપ્ત કરાવવી તે વિનિયોગ.
ગરાતી અનુવાદ - આ
સમિ . સા.