Book Title: Lalit Vistara
Author(s): Bhadrankarsuri, Vikramsenvijay
Publisher: Bhuvan Bhadrankar Sahitya Prachar Kendra

View full book text
Previous | Next

Page 499
________________ TEવારા CRભરાચીન સમયમાં (૪૪૬) જેને આવો ભવનિર્વેદ પ્રગટયો નથી તે મોક્ષને માટે યથાર્થ પ્રયત્ન કરી શકતો નથી. મોક્ષપ્રયત્ન પ્રત્યે ભવનિર્વેદનો અભાવ-સંસારમોહ-માયાપ્રેમ-ભોગલાલસા પ્રતિબંધક છે. એટલે ભવનિર્વેદના અભાવવાળા પુરૂષે મોક્ષ માટેનો પ્રયત્ન રોક્યો-અટકાવ્યો છે અને સંસાર માટેનો પ્રયત્ન ચાલુ છે. ભવનિર્વેદનો પ્રાણ નથી અને મોક્ષનો નામમાત્ર કહેવાતો પ્રયત્ન ચાલુ છે ત્યાં સંસારના મોહથી કરાતો નામમાત્ર મોક્ષપ્રયત્ન, વાસ્તવિક રીતે અયત્નરૂપ છે કેમકે આ યત્ન, પુતળીના નૃત્યાદિની માફક નિર્જીવ-નિદ્માણ ક્રિયા સરખો છે. (૨) માર્થાનુસારિતા અસગ્ગહx (કુતર્ક-કદાગ્રહ) ના વિજયદ્વારા તત્ત્વાનુરારિપણું (*મિથ્યાત્વના વિજયથી ઉત્પન્ન થયેલું તત્ત્વને અનુસરવાપણું) એમ સમજવું. (૩) ઈષ્ટફલસિદ્ધિ-આગમાદિની સાથે વિરોધ વગરના અબાધિત-શાસ્ત્રાદિ વિહિત-પ્રશસ્ત-ઈષ્ટ ફલની સિદ્ધિ-પ્રાપ્તિ. કારણ કે, ઈષ્ટ ફલની સિદ્ધિથી ઈચ્છતો વિજય (પરાજયનો અભાવ) થયેલ હોઈ, ચિત્તની પ્રસન્નતા થાય છે. એટલે ચિત્તની પ્રસન્નતાથી દેવપૂજા આદિ રૂપ ઉપાદેયમાં આદર-પ્રયત્ન થાય છે. શંકા=ચિત્તપ્રસન્નતા શિવાય(અન્ય પ્રકારે)કોઈને ઉપાદેયાર થવામાં શો વાંધો? સમાધાન=જે પુરૂષને ભૌતિક આશાની ભરતી (જુવાળ) શમી નથી તે પુરૂષને જીવન ઉપાય-ગુજરાનના ઉપાયરૂપ ધંધા વિગેરેમાં આ ઉપાદેયાદર હોતો નથી. કેમકે તે વખતે ઔસુધે-ઉછળતી આશાની ભસ્તીએ ચિત્ત-મનને (ભાવ અધ્યવસાયને) આકુલ વ્યાકુલ-અસ્તવ્યસ્ત-ઘેલું ગાંડુ બનાવી દીધેલ હોય છે. આ પણ વિદ્વાન્ પુરૂષોનો વાદ છે-આવું વિદ્વાનોનું કહેવું છે. - હવે ‘લોકવિરૂદ્ધ ત્યાગ'થી માંડી આભવમખંડા' સુધીની વ્યાખ્યા કરે છે. બોવિહત્યાઃ” ચોક્કસંશવારોના तदनयोजनया महदेतदपायस्थानं, तथा 'गुरूजनपूजा' मातापितादिपूजेति भावः, तथा 'परार्थकरणं च,' जीवलोकसंसार 1 x આ કુતર્કરૂપી ગ્રહ એવો છે કે આ જીવને ચાર ગતિમાં અનેક પ્રકારે દુઃખ આપે છે. શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ તેનો નાશ કરવા રોગનું કામ કરે છે. રાગ દ્વેષના અભાવરૂપ જે સમભાવ પરમ શાંતિ તેને અપાય-કષ્ટ સમાન છે. દેવ ગુરૂ અને ધર્મરૂપ પરમતત્ત્વો અગર આત્મરૂપ પરમતત્ત્વ તેની શ્રદ્ધા તેનો નાશ કરવા આગમાર્થમાં સંદેહરૂપ છે. અસતુ અભિમાનને ઉત્પન્ન કરે છે. શુદ્ધ અંતઃકરણ તેનો નાશ કરવાને પ્રગટ રીતે અનેક પ્રકારે આર્યપુરૂષોના અવર્ણવાદ બોલવાના કારણથી ભાવશત્રુનું કામ કુતર્કરૂપી વિષમગ્રહ કરે છે માટે મુક્તિવાદીઓએ આ કુર્તકરૂપી વિષમ ગ્રહ છોડી દેવો જાઈએ. * જ્યાં સુધી આ જીવ પૌલિક ભાવનાઓનો ત્યાગ કરીને આધ્યાત્મિક ભાવનાઓનું સેવન કરતો નથી અર્થાત્ જીવાદિ તત્વોમાં શ્રદ્ધા રાખવા પૂર્વક પોતાનું જીવન વ્યતીત કરતો નથી, ત્યાં સુધી તે મોક્ષ ભણી પ્રયાણ કરતો નથી; તેથી તત્ત્વને અનુસરવું તે જ “મોક્ષમાર્ગનું અનુસરણ' છે. નક પડકારક જ કરસી માસા કદાર છી ગુજરાતી અનુવાદક

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518