________________
લિત વિરાણી બાછE CRભદ્રારા
(૩૮૮) च बोहिंच ॥ १ ॥ तप्पत्थणाएँ: तहवि य ण मुसावाओवि एत्थ विण्णेओ । तप्पणिहाणाओ चिय तगुणओ हंदि फलभावा ॥ २ ॥ चिंतामणिरयणादिहि, जहाउ भव्वा समीहियं वत्थु । पावंति तह जिणेहि तेसिं रागाभावेऽवि ॥ ३ ॥ वत्थुसहावो एसो अउब्वचिन्तामणी महाभागो । थोऊणं तित्थयरेपाविज्जइ बोहिलाभोत्ति ॥ ४ ॥ भत्तीए जिणवराणं खिज्जन्ती पुष्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो कम्मवणदवाणलो जेण ॥ ५ ॥" एतदुक्तं भवति-यद्यपि ते भगवन्तो वीतरागत्वादारोग्यादि न प्रयच्छन्ति, तथाप्येवंविधवाक्यप्रयोगतः, प्रवचनाराधनतया सन्मार्गावर्त्तिनो महासत्त्वस्य तत्सत्तानिबन्धनमेव तदुपजायत इति गाथार्थः ॥ ६ ॥
ભાવાર્થ -પૂર્વપક્ષ=આરોગ્યબોધિલાભઉત્તમસમાધિવરવિષયક દાનની પ્રાર્થના,ઈચ્છાપૂર્વક હોઈ અહીં વાદી શંકા કરે છે કે, શું આ ઈચ્છા નિદાન-નિયાણારૂપ છે ? જો આ ઈચ્છા, નિદાનરૂપ છે, તો આ ઈચ્છારૂપ નિદાનને નવગજના નમસ્કાર હો. કારણ કે, સૂત્રમાં નિયાણાનો પૂરેપૂરો પ્રતિષેધ છે.
વળી બીજી વાત એ છે કે મજકૂર ઈચ્છાને નિદાનરૂપ ન માનવામાં આવે તો પ્રશ્ન એ થાય છે કે આવી કે આ પ્રાર્થના શું સફળ છે કે નિષ્ફલ ? જો પ્રાર્થના, સફળ છે એમ માનવામાં આવે તો તીર્થંકરો વીતરાગ નહીં રહે પરંતુ રાગવાળા થશે. કારણ કે; માગણી કરવામાં અત્યંત હોશીયાર પુરૂષને જ તેઓ આરોગ્યાદિ આપનાર છે, જો આ પ્રાર્થના નિપ્પલ છે, એમ માનો તો “આ તીર્થકરો આરોગ્યાદિનું દાન કરવામાં સમર્થ નથી' એમ જ્ઞાન હોવા છતાં પુનઃ પુનઃ પ્રાર્થના કરે તો માગણી કરનાર મૃષા (ખોટું-મિથ્યા-ફોગટ)વાદીની કોટીમાં ગણાય એટલે એમ બે રીતે પ્રાર્થનાને સફલ કે નિષ્ફળ માનવામાં નિર્દોષતા નથી.
ઉત્તરપક્ષ :-આ મજકૂર પ્રાર્થના, નિદાનરૂપ નથી, કારણ કે, નિયાણાનું લક્ષણ ઘટતું નથી. અહીં જે નિદાનશબ્દ વપરાયો છે તેનો વ્યુત્પત્તિલભ્ય એવો અર્થ થાય છે કે જેના વડે નિ-અત્યંત (ધર્મરૂપી કલ્પવૃક્ષ) દાયતે-છેદાયને અર્થાત્ ધર્મરૂપી કલ્પવૃક્ષ છેદનાર ઘારદાર કુઠાર-કુહાડા સરખું નિયાણું ગણાય છે. તથાહિ.
જેના મૂલનો સમુદાય સમ્યગુ દર્શનના વિસ્તારથી વિશાલ છે, જેના અંઘની રચના, જ્ઞાન વિગેરેના વિષયવાળી અને નિર્મલ વિનયવિધિથી સમુન્નત-ઊંચી ચડીયાતી છે, જે વિહિતનિર્મલદાન વિગેરેના ભેદ અને પ્રભેદ-ભેદના ભેદરૂપ શાખા અને પ્રશાખાથી વ્યાપ્ત છે, જે અપાર દેવતાઈ કે મનુષ્યની સુખસંપદારૂપ કુલોથી સંકીર્ણ છે, દુઃખ કે વ્યાકુલતાના નામનિશાનથી રહિત, મોક્ષધામના અનંતાનંત સુખરૂપ મહાફલ જેમાં એકદમ સુસ્પષ્ટ છે. એવો ઘર્મરૂપી કલ્પવૃક્ષ, અનેક ભાતભાતની દિવ્ય સાહ્યબી-વૈભવ વિલાસભોગોપભોગોની આશંસા ઈચ્છા, લાલસા, કે “આધર્મથી મને દેવતાઈ ઋદ્ધિ-સિદ્ધિ-સમૃદ્ધિ મળે' આવા પ્રકારની ભૌતિક ભોગની આશા-નિદાન રૂપ ધારદાર કુઠાર-કુહાડાથી છેદાય છે; જમીનદોસ્ત કરાય છે, જડમૂળથી ઉખેડાય છે માટે જ અહીં ઘર્મરૂપકલ્પવૃક્ષવિનાશક ભૌતિક ભોગની લાલસા રૂપ પરીણામને નિયાણા તરીકે ઓળખાવવામાં આવે છે.
પાવાદી અનુવાદ જી રાશિ