________________
અમારા
એક વાર થતી ૪૩૪)
શંકા-જો આમ છે તો બારમા-દ્રષ્ટિવાદ નામના અંગનો “ભૂગાવાનો સોથી આવા શાસ્ત્રવાક્યથી કેમ સ્ત્રીને નિષેધ કરેલો છે?
સમાધાન-સ્ત્રીઓનું તથા પ્રકારનું શરીર હોયે છતે સ્ત્રીઓને બારમા દ્રષ્ટિવાદ નામના અંગથી દોષગેરફાયદો-નુકશાની કે પાયમાલી થતી હોઈ દ્રષ્ટિવાદનો નિષેધ સ્ત્રીઓને કરેલ છે. પરંતુ શ્રેણી પરિણતિમાંતો ક્ષપકશ્રેણી પરિણામમાં તો વેદમોહનીયક્ષયના ઉત્તરકાળમાં-પછી, (કલમાં-ત્રઢતુપ્રવૃત્તિ ઉચિતકાલમાં ઉદરસત્ત્વગર્ભની માફક-ગુપ્તગર્ભની માફક દ્વાદશ (બારમા-દ્રષ્ટિવાદ નામના) અંગના અર્થના ઉપયોગરૂપ ભાવથી શબ્દથી નહિ પરંતુ અર્થોપયોગરૂપ ભાવથી) દ્રષ્ટિવાદની-બારમા અંગની સત્તા-વિદ્યમાનતા-અસ્તિત્વ-હૈયાતી અવિરૂદ્ધ-નિર્દોષ દોષશૂન્ય-અબાધિત છે.
સારાંશ-સ્ત્રીઓને પણ પ્રકૃત (ચાલુ) યુક્તિથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ છે અને કેવલજ્ઞાન; શુક્લધ્યાનથી સાધ્ય છે. કારણ કે, શુક્લધ્યાનના પહેલા બે ભેદના છેવટે, પાછળના બે ભેદના આરંભના અભાવરૂપ ધ્યાનાંતરિકામાં વર્તનારને કેવલજ્ઞાન પેદા થાય છે, આવો શાસ્ત્રીય વચનનો પુરાવો છે અને વળી પૂર્વગત દ્રષ્ટિવાદના ભેદરૂ૫) સિવાય શુક્લધ્યાનના પહેલા બે ભેદો હોતા નથી કેમકે “સાથે પૂર્વવિ' (તસ્ત્રાર્થે . ૧, સૂ. ૩૨) પૃથકત્વવિતર્ક અને એકત્વવિતર્ક એ બે ભેદરૂપ શુક્લધ્યાન, પૂર્વગત શ્રુતજ્ઞાનીને હોય છે. આવો તત્ત્વાર્થ સૂત્રનો પુરાવો છે. અને વળી સ્ત્રીઓને દ્રષ્ટિવાદનો નિષેધ છે કેમકે “ર સ્ત્રીનાં' આવું શાસ્ત્રીય વચન સાક્ષીરૂપ છે. એટલે દ્રષ્ટિવાદના અર્થનો ઉપયોગરૂપ દ્વાદશાંગ (દ્રષ્ટિવાદના બારમા અંગ) ની સત્તા ક્ષપકશ્રેણીની પરિણતિમાં સ્ત્રીઓને ક્ષયોપશમવિશેષથી દોષ વગરની માનેલી છે.
૧ મન-વચન અને કાયયોગવાળા મુનિને પહેલું શુક્લધ્યાન કહ્યું છે તે કેવા પ્રકારનું છે? તે કહે છે કે-વિર્તક સહિત વર્તે છે માટે સવિત, વિચાર સહિત વતે છે માટે વિચાર અને પૃથકત્વ સહિત વર્તે છે માટે સમૃવત્ત એ પ્રમાણે ત્રણ વિશેષણ સહિત હોવાથી પૃથકત્વ સહિત વર્તે છે માટે પૃથકત્વ વિતર્ક સવિચાર નામનું પહેલું શુક્લધ્યાન અતિ નિર્મલ કહ્યું છે.
આ પ્રથમ શુકલધ્યાન ત્રણ વિશેષણરૂપ છે, અર્થાતુ ક્રમપૂર્વક અને ક્રમ વિના ગ્રહણ થયેલ ત્રણ વિશેષણવાળું છે. ત્યાં વિર્તક તે શ્રતની ચિંતા-મનનરૂપ છે તથા અર્થ-શબ્દ અને યોગ એ ત્રણનો સંક્રમ તે વિચાર કહેવાય છે અને દ્રવ્યગુણ-૫ર્યાય એ ત્રણ વડે જે ભિન્નતા તે અહીં પૃથકત્વ કહેવાય છે, જે ધ્યાનમાં અત્તર્જલ્પ એટલે અંતરંગ ધ્વનિરૂપ વિચારણાત્મક વિર્તક હોય તે સવિર્તક ધ્યાન છે. એ સવિર્તક ધ્યાન શાથી ઉત્પન્ન થાય? તે કહે છે કે, પોતાના નિર્મળ પરમાત્મતત્વના અનુભવમય અંતરંગ ભાવગત-આગમના-શ્રુતજ્ઞાનના આલંબનથી (ચૌદ પૂર્વગત શ્રુતજ્ઞાનના ઉપયોગથી) સવિર્તક ધ્યાન ઉત્પન્ન થાય છે. જે ધ્યાનમાં પૂર્વે કહેલો વિચારણારૂપ વિર્તક એક અર્થથી બીજા અર્થમાં જાય. એક શબ્દથી બીજા શબ્દમાં જાય અને એક યોગમાંથી બીજા યોગમાં જાય તે ધ્યાન સવિચાર એટલે સંક્રમણ(અર્થથી વ્યંજનમાં સંક્રમે તે સવિચાર પરિભાષાનો અર્થ છે. અહીં વ્યંજનથી અર્થમાં અને અર્થથી વ્યંજનમાં વારંવાર વિચારવું તે વિચાર કહેવાય અને તે વિચારવાનું ધ્યાન તે સવિચાર તથાચ પૂર્વગત શ્રુતમાંથી એક અર્થને (દ્રવ્યગુણ વા પર્યાયને) ગ્રહણ કરી તે અર્થથી પુનઃ શબ્દમાં (વ્યંજનમાં) જાય અને શબ્દથી પુનઃ અર્થમાં આવે તથા તે બુદ્ધિમાન યોગી એક યોગથી બીજા યોગમાં જાય તે(સવિચાર કહેવાય)યુક્ત
ફાફડા,
ફાર
સ
બાજરાતી અનુવાદક - આ મકરસૂરિ ભાર રકારી અને